૯ થી ૧૫ વર્ષ સુધીના ૪ લાખ બાળકોને અપાશે પેલા-મીઝલ્સ વેકસીન: ૭૭૮ શાળા, ૩૪૪ આંગણવાડી અને ૨૧ આરોગ્ય કેન્દ્રો ઉપર ૧૫૦થી વધુ વેકસીનેટર ટીમ રસીકરણની કામગીરી કરશે
મહાપાલિકા દ્વારા રાજકોટ શહેરને ઓરી અને રૂબેલા મુક્ત કરવના ભાગરૂપે આજ રોજ આત્મીય કોલેજ સેન્ટ્રલ ઓડિટોરિયમ ખાતે શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ. આ શુભારંભ કાર્યક્રમની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર બીનાબેન આચાર્ય હાજર રહેલ. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેર ભા.જ.પ, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, અનુસુચિત જાતિ મોરચાના, રાષ્ટ્રીય મંત્રી, ભાનુબેન બાબરીયા, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, નાયબ કમિશનર ગણાત્રા, નેતા શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર,આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, રાજકોટ શહેર ભા.જ.પ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ , રાજકોટ શહેર ભા.જ.પ., આત્મીય એન્જીનીયરીંગ કોલેજના ડીન જી.બી. આચાર્ય, સ્વનિર્ભર શાળાના પ્રમુખ અજયભાઈ પટેલ, આઈ.એ.પી.ના પ્રેસિડેન્ટ ડો. દિનેશ શ્રીમાંનકર, આઈ.એમ.એ.ના પ્રેસિડેન્ટ હિરેન કોઠારી ઉપસ્તિ રહેલ.
આ પ્રસંગે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ જણાવેલ કે દેશ આજે પોલિયો મુક્ત યેલ છે ત્યારે, ઓરી-રૂબેલામાંથી પણ મુક્ત થાય તે ખુબજ જરૂરી છે ૧૬-જુલાઈ થી ૧ માસ ચાલનાર ઓરી-રૂબેલા રસીકરણના અભિયાનમાં તમામ વાલીઓ જાગૃત રહી પોતાના બાળકોને ઓરી-રૂબેલાનું રસીકરણ કરાવે. રાજકોટમાં આ અભિયાન ૧૦૦% પૂર્ણ કરવા જણાવેલ. આ અંગે વિશેષ માહિતી આપતા માન. મેયરશ્રી બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૯ માસી ૧૫ વર્ષ સુધીના અંદાજીત ૪ લાખ બાળકોને આજ રોજ ૧૬ જુલાઈથી ૭૭૮ થી વધારે શાળા, ૩૪૪ આંગણવાડી તા ૨૧ આરોગ્ય કેન્દ્રો પર ૧૫૦ થી વધારે વેકસીનેટર ટીમ દ્વારા મીઝલ્સ/રૂબેલા વેકસીન વિનામુલ્યે આપવામાં આવશે.