રંગીલા રાજકોટમાં ખેલૈયાઓનું મનપસંદ રસોત્સવ બનેલા અબતક સુરભી નવરાત્રી મહોત્સવ માં સાંજ ઢળે ને દી ઉગે તેવા ઉત્સાહપૂર્વક વાતાવરણમાં હજારો ખેલૈયાઓની ધડકન બનતા સુરભીરાસત્સવના કલાકારો મુદુલભાઈ ઘોષ અને અનિતાબેન શર્મા અને જયેશભાઈ દવે એ અબતક સુરભીના રસોત્સવને જીવનનું સંભારણું ગણાવી. અહીં નવરાત્રી મહોત્સવનું પર્ફોર્મન્સ એટલે ખેલૈયાઓના ઉત્સાહના વરસાદમાં મન મૂકીને ભીંજાવવું.રાજકોટના ખેલૈયાઓ મન ભરીને રાસ લે છે અને કલાકારોને દાદ પણ આપે છે અહીં કલાકારોને ખેલૈયાઓ વચ્ચે નો સંબંધ લાગણીનો સંબંધ બની જાય છે આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા ખેલૈયાઓ મહેમાનોની સાથે સાથે પ્રત્યેક વ્યક્તિની ખેવના રાખવામાં આવે છે.
અબતક સુરભીના કલાકારોએ અબતકના આંગણે દિલ ખોલ્યુ
સુંદર વ્યવસ્થા ઉપરાંત કડક સિક્યુરિટી હાઈફાઈ ટેકનોલોજી થી અબતક સુરભી રસોત્સવ દરેક માટે મનગમતું સ્થળ બની રહ્યું છે દીકરીઓ અહીં નિર્ભય બનીને રાસ લે છે. ખાસ કરીને રસોત્સવમાં કલાકારની મહા ભૂમિકા હોય છે તેને કારણે જ ખેલૈયાઓ છેક સુધી પકડમાં રહે છે ત્યારે અબ તક સુરભી રસોત્સવ ના કલાકારો
અબતક મીડિયાની મુલાકાતે આવેલા અબતક સુરભીના કલાકાર મૃદુલભાઈ ઘોષ, અનિતાબેન શર્મા અને જયેશભાઈ દવે એ અબતકના મેનેજિંગ ડિરેકટર સતીશકુમાર મહેતા સાથેની વાતચીતમાં અબતક સુરભી રાસોત્સવને પારિવારિક માહોલ નું સંભારણું ગણાવ્યું હતું.
અબતક સુરભી રાસોત્સવમાં સુરક્ષા, સલામતી, સવલતનું થાય છે અદભૂત સમન્વય: અનિતા શર્મા
પ્રશ્ન: આપની સંગીતની શરુઆત વિશે શું કહીશું?
જવાબ: કલાકાર અનિતા શર્માએ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે જામનગર થી મારી સંગીતની સફરની શરૂઆત કરી છે.
શરૂઆતમાં સ્કૂલની ઇવેન્ટમાં ભાગ લેતી અને તેમાં ગીત ગાતી. મારી ખરેખર સંગીતની સફર 2006 થી રાજકોટ થી શરૂઆત કરી. ગુજરતી શકિરાની ખ્યાતિ મળી છે તે દર્શકો નો પ્રેમ જ અહીંયા પોહચાડી છે.
પ્રશ્ન: ખેલૈયાઓને કયા પ્રકારના ગરબા પસંદ પડશે તે કઈ રીતે નક્કી કરો છો?
જવાબ: આજે બોલિવૂડમાં ધમાકેદાર ગાવ છું.અનેક દિગજ કલાકારો સાથે સંગીતની દુનિયામાં કામ કરી ચૂકી છું.
સોશિયલ વર્ક બહુ જ ગમે છે. અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલી છું.
મને પશુ પક્ષીઓ પ્રાણીઓથી બહુ જ લગાવ છે.અબોલ જીવોની સેવા કરવાનો મને આનંદ છે. જે સેવા હંમેશા હું કરતી રહીશ. ખેલૈયાઓને કેવા ગરબા પસંદ પડશે તે માટે અગાઉ તૈયારી કરવામાં આવતી હોય છે.
પ્રશ્ન: શરુઆતમાં સ્ટેજ પર ગરબા શરૂ કરો ત્યારે કયા પ્રકારના પડકારો સામે આવતા હોય છે?
જવાબ: શરૂઆતમાં સ્ટેજ પર આવીએ ત્યારે થોડો ડર હોય છે એમ કહી શકાય કે હૃદયના ધબકારા વધી જાય છે તો દરેક વખતે સ્ટેજ પર ગાવા જઈએ ત્યારે અનેક ચેલેન્જ આવતી હોય છે.દરેક ક્ષેત્રમાં અલગ અલગ ઓડિયન્સ હોય છે તેને અનુરૂપ ગરબા કે અન્ય ગીતો ગાયને કઈ રીતે મોજ માણવી શકાય તે એક ચેલેન્જ હોય છે. ગુજરાતી શબ્દોનું પૂરતું જ્ઞાન નો હોવાથી ઘણીવાર અમુક શબ્દો ગીતમાં ગાય નથી શકતી. ગુજરાતી શીખવા પ્રયત્ન કરતી રહું છું.
પ્રશ્ન: અબતક સુરભીના અયોજન કહેવું લાગ્યું?
જવાબ: અબતક સુરભી નું આયોજન જબરદસ્ત છે અને ખેલૈયાઓ અફલાતૂન છે આયોજન માં સિક્યુરિટી વ્યવસ્થા ખૂબ જ સારી છે.
જેથી ખેલૈયાઓને કોય અગવડતા ન પડે . અહીના લોકો બહુ જ પ્રેમાળુ છે. રાજકોટના ખેલૈયાઓનો ઉત્સાહ જોઈને હુ પણ પ્રોત્સાહિત થાવ છું. પ્રશ્નોની છણાવટ કરતા સમયે કલાકાર અનિતા શર્માએ એક બોલીવુડ ગીત ની જમાવટ કરી હતી
અબતક સુરભી એટલે પ્રાચીન અને અર્વાચીન ગરબાનો અદભૂત સંગમ: જયેશ દવે
પ્રશ્ન: સંગીત ક્ષેત્ર ઘણું ખેડાણ કરી ચૂક્યા છો શરુઆતની સફર કેવી રહી?
જવાબ: કલાકાર જયેશભાઈ દવે અબ તક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે છેલ્લા 28 વર્ષથી સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલો છું. મે સોંગ ગાવાની સફર શરૂઆત રાજકોટથી કરી હતી. શરૂઆતમાં નાના નાના પ્રોગ્રામો કર્યા પછી ધીમે ધીમે મોટા પ્રોગ્રામો મળવાના શરૂ થયા ત્યાર બાદ વિદેશ પણ પોગ્રામ અર્થે જવાનું થયું.વિવિધ દેશોમાં પણ અનેક પ્રોગ્રામો કર્યા છે. હું ક્યાંય સંગીત શીખવા નથી ગયો.પહેલીથી જ સોંગ ગાવાનો શોખ હતો. મને સુંદર કંઠ આપ્યો એ ભગવાનની મારા માટે ગિફ્ટ છ
પ્રશ્ન: પ્રાચિન અને અર્વાચીન ગરબા વચ્ચેનો તફાવત શું?
જવાબ: પહેલા સૌથી વધૂ પ્રાચીન ગરબાની પરંપરા હતી. હવે છેલ્લા એક દાયકાથી અર્વાચીન ગરબા ગવાય છે.અગાઉ પણ અર્વાચીન ગરબા થતા પણ ઓછા પ્રમાણમાં જોવા મળતા.હાલ પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રાચીન ગરબીની પરંપરા યથાવત છે નવરાત્રીના નવલા નોરતામાં માં ની પૂજા અર્ચના આરાધના કરી ગરબાની શરુઆત થાય છે. ગામડાઓની ગરબાની ઍક અલગ જ મજા છે. લોકો મન મૂકીને ગરબાની મોજ માણતા હોય છે.
પ્રશ્ન:આપ વિદેશમા પણ અનેક વાર પ્રોગ્રામ કરી ચૂક્યા છું ત્યાંના ગરબા વિશે શું કહેવું છે?
જવાબ: હાલ અર્વાચીન ગરબાનો ટ્રેન્ડ છે. પણ એક વખત લંડન પ્રોગ્રામ અર્થે જવાનું થયું. ત્યાં ગરબાનું આયોજન પ્રાચીન ગરબાની પરંપરા મુજબ થયું. જ્યાં અયોજન હતું
પ્રશ્ન: હાલ અર્વાચીન ગરબાનો ટ્રેન્ડ વધી રહયો છે તેનું કારણ શું?
જવાબ: હાલ જે અર્વાચીન ગરબાનો ક્રેઝ વધ્યો છે તે સોશિયલ મીડિયા થકી વધ્યો છે તેવું પણ કહી શકાય.
સ્ટેજ ઉપર સંગીતની શરૂઆત કર્યા બાદ એક અનેરી મોજ હોય છે પણ જે નવા નવા ગરબા આવતા હોય છે. તે ગરબા ઢાળ પૂર્વક ગાયને લોકોને આનંદિત કઈ રીતે કરાવી શકાય તે પ્રયત્ન કરતો હોઉં હોવ છું. ઓડીયન્સ ને જે ગરબા કે તાલ સાથે રમવું છે તે ગરબા તે ઢાળમાં ગાવા તે મારા માટે ચેલેન્જ હોય છે.
પ્રશ્ન:ગરબા ગાતી સમયે કયા કયા પ્રકારના પડકારો આવતા હોઈ છે?
જવાબ: કોઈપણ ગરબો શીખવા માટે શરૂઆતમાં ગરબો લખી ત્યારબાદ તેને ગાઈએ અને એમાં કઈ રીતે ઢાળ સાથે ગરબો ગાવો તેની પ્રેક્ટિસ કરવામાં આવે છે.નવો ગરબાનો સુર અને તાલ સાથે ગાવો તે એક ચેલેન્જ છે. ઓડિયન્સમાંથી કોઈપણ ફરમાઈશ આવે તો તે ગીત ગાવા માટે અગાઉ જ થીજ ગીતોની પ્રેક્ટિસ કરતો હોવ છું. હું હંમેશા પહેલેથી કઈ પણ ગીત ગાવ જ તત્પર રહેતો હોઉં છું.ખેલૈયાઓની ફરમાઈશ પૂર્ણ કરવાની હું પ્રયત્ન કરું છું.હંમેશા કંઈક નવું આપવાનું પ્રયત્ન કરતો રહું છું.અબતક સુરભીમાં અમારુ આ પહેલું વર્ષ છે જે હંમેશા યાદગાર રહશે.
અબતક સુરભીના ખેલૈયાઓએ મને ખુબ પ્રેમ આપ્યો: મૃદુલ ઘોષ
પ્રશ્ન: નવરાત્રી મહોત્સવમાં પહેલીવાર રાજકોટના આંગણે અબતક સુરભી રાસોત્સવમાં આવવાનું થયું છે ત્યારે કેવો અનુભવ કરો છો?
જવાબ: કલાકાર મૃદુલ ઘોષ અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે ગુજરાતમાં નવરાત્રી રાસોત્સવ મારી પ્રથમ સફર છે. શરૂઆતમાં થોડો ડર હતો કે કયા ગરબા ખેલૈયાઓને પસંદ આવશે. તે બાબતે અગાઉ આયોજન કર્યું. અબતક સુરભીમાં પ્રથમ દિવસ જ મારા માટે ધમાકેદાર રહ્યો. રાજકોટ વાસીઓએ ખૂબ પ્રેમ વરસાવ્યો. અબતક સુરભીનું જબરદસ્ત અયોજન છે તો ખેલૈયાઓ પણ અફલાતૂન છે.
પ્રશ્ન:સ્ટેજ પર ગરબા ગાતી સમયે ઓળઘોળ થઈ જાવ છો ખેલૈયાઓ પણ આનંદિત થયા છે આટલો જબર ઉત્સાહ અને એનર્જી ક્યાંથી આવે છે?
જવાબ: જ્યારથી સંગીતની શીખવાની શરૂઆત કરી હતી ત્યારે એક જ ધ્યેય હતો કે અન્ય કલાકાર કરી શકે તો હું કેમ નહીં. કલાકારની ફરજ છે શ્રોતાઓને આનંદિત કરાવવા. સંગીતથી જેટલો વધુ લગાવ હસે તેટલું જ દિલથી કામ થઈ શકશે. કલાકાર જેટલો ખુશ મિજાજ થી કામ કરશે તેટલો જ શ્રોતાઓ આનંદ માણી શકશે. કલાકાર ઉત્સાહિત જ હોવો જોઈએ. મારાં ગાવાથી ખેલૈયાઓ આનંદ માણે છે. એ ઉત્સાહ જોયેને મને ખુબ ગાવાનો જુસ્સો મળે છે.
પ્રશ્ન: નાની ઉંમરમાં જ ઘણું ખેડાણ કરી ચૂક્યા છો શરૂઆતની સફર કેવી રહી?
જવાબ: મારો જન્મ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો છે. શરૂઆતમાં ટીવી મારફતે સોંગ સાંભળી ગીત ગાતો હતો. અને શાળાઓમાં પણ પ્રોગ્રામમાં ગીત ગાવાનો મોકો મળતો ગીતની જમાવટ કરતો.વિદ્યાર્થીઓને મોજ આવતી . મારા પરિવારે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. પહેલેથી જ નક્કી હતું કે સિંગર બનવું છે શાસ્ત્રીય સંગીત થી શરૂઆત કરી ત્યારથી આજ સુધી ખૂબ મોજથી સંગીત માણ્યું છે ગ્રેજ્યુએશન બાદ મ્યુઝિકમાં એમ.એ કર્યું .થોડો સમય નોકરી કરી .પણ સંગીતથી વધુ લગાવો તો જેથી નિર્ણય કર્યો કે હવે સંગીતની દુનિયામાં જ કંઈક કરવું છે. મુંબઈમાં નાના પ્રોગ્રામ થકી સંગીતની દુનિયામાં પગ મુક્યો. નાના પ્રોગ્રામથી કરેલી શરૂઆત આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે.શરૂઆતમાં બહુ જ તકલીફ પડી પણ હિંમત ન હાર્યો .
પ્રશ્ન: ક્યા પ્રકારનું ગીત વધુ સાંભળવું,ગાવું પસંદ છે.
જવાબ: શાસ્ત્રીય સંગીત સાંભળવું બહુ જ ગમે જે મન ને શાંતિ આપે છે. ગઝલ સાંભળવું બહુ જ પસંદ છે હાલની જનરેશનને કયા પ્રકારના સોંગ પસંદ છે તે અનુલક્ષીને સોંગ ગાવ છું. હાલ ગઝલ ઓછી સાંભળે છે.ખાસ યુવાનોએ ગઝલ સાંભળવું જોઈએ. જ્યારે પણ જે પણ કામ કરો આનંદથી કામ કરવું જોઈએ. દરેક પ્રાંતની ભાષા શીખવાનો પ્રયત્ન કરતો રહું છું. ખાસ તો ગુજરાતી ગરબા ગાવા માટે ગુજરાતી ભાષા શીખી રહ્યું છું.
પ્રશ્ન:સૌથી વધુ કયા કલાકારોથી પ્રોત્સાહિત થયા છો?
જવાબ: કિશોર દાના શ્રેષ્ઠ ગીતો આજે પણ તેમના અવાજથી શ્રોતાઓના દિલ પર રાજ કરે છે અને આજે પણ તેમના ગીતો લોકોના પ્લેલિસ્ટમાં ન હોય તો એવું ન બની શકે. એક મહાન ગાયક હોવા ઉપરાંત, તેઓ અભિનેતા, સંગીતકાર, નિર્માતા, નિર્દેશક, વાર્તાકાર, પટકથા લેખક અને ગીતકાર પણ હતા. જો તમે ફિલ્મ ઈતિહાસનું પુસ્તક ઉપાડો અને વાંચો, તો સુવર્ણ અક્ષરે ચમકે… કિશોર કુમાર. અનેક કલાકારો પાસેથી ઘણુ બધું શીખ્યો છું. કિશોરદા થી હંમેશા પ્રેરિત થયો છું
પ્રશ્ન: આજની યંગ જનરેશનને સહલાઈ અને જડપથી સફળતા મેળવી છે. જો સફળતા ન મળે તો નાસીપાસ થાય જાય છે તો આજના યંગ જનરેશન વિશે શું કહેવું છે?
જવાબ: આજનો યંગ જનરેશન કઈક ને કઈ તણાવ રહેતા હોય તે પ્રકારે વર્તાવ કરે છે. આજની યંગ જનરેશનને ઝડપથી સફળ થય જઈ છું. ઘણી મહેનત કરવા છતાં સફળતા ન મળતાં નાસીપાસ થાય તે સ્વાભાવિક છે. પણ હંમેશા સતત આપણા ડ્રીમને મેળવવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કઈક ને કઈ મેળવવા પ્રયત્ન કરતા રહેવું જોઇએ.