રાજકોટ પ્રાણીઉદ્યાન: ૫૪ પ્રજાતિના ૪૩૭ પ્રાણીઓ પંખીઓ છે: અલભ્ય ૯ સફેદ વાઘ ઝુની શાન છે
સાડા ચાર કિલોમીટર લાંબો ઝુ પથ ને ૧૩૭ એકરમાં પથરાયેલ કુદરતી વાતાવરણમાં પ્રાણીઓને લીલા લહેર છે
પશુ-પંખીઓને એકાંત સાથે પોતાના કુદરતી વાતાવરણ રહેવા મળે ત્યારેતે સૌથી વધુ ખુશ જોવા મળે છે જીવો અને જીવવા દો આ વાત આજના યુગમાં માણસે શીખવાની જરૂર છે. પ્રાણીઓ કયારે માનવજાતને નડી નથી તેને જ માનવ નડયો છે. ઝુમાં લોકડાઉનમાં મુલાકાતીની અવર જવર બંધ થતાં પશુ પંખીઓ ખુશખુશાલ જોવા મળેલ હતા. આમેય તેનાં સંવનનકાળ દરમ્યાન તેને થોડી મુશ્કેલી પડતા તે અકડાઈ જાય છે. એટલે જ આ દિવસો દરમ્યાન ગીરમાં પર સિંહદર્શન બંધ કરીદેવાય છે. રાજકોટ ઝુંતો વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હોવાથી પ્રાણીઓને જલ્વો પડી ગયો હતો.
રંગીલા રાજકોટની પ્રજા માટે વિવિધ ફરવા લાયક સ્થળોમાં સૌથી મોખરે રાજકોટ પ્રાણી ઉધાન આવે છે. ૧૩૭ એકરમાં કુદરતી વાતાવરણમાં પથરાયેલા આ ઝુને સંપૂર્ણ જોવા માટે સાડા ચાર કિ.મી.ની પદયાત્રા કરવી પડે છે. લાલપરી તળાવ પાસેના કુદરતનાં અફાટ સૌદર્ય વચ્ચે નિર્માણ થયેલ આ ઝુ એકવાર જોવા જેવું છે. આ પ્રાણી ઉધાનની વિશિષ્ટતા સમા ૯ સફેદ વાધ આકર્ષણ જમાવે છે. અહી વિવિધ ૫૪ પ્રજાતિના ૪૩૭ પ્રાણીઓ પંખીઓ છે. બાળથી મોટેરા અહી શની રવિ કે રજાનાં દિવસોમાં કિલ્લોલ કરતા જોવા મળે છે. દર વર્ષે અંદાજે સાડા સાત લાખ લોકો ઝુની મુલાકાત લે છે.
આ પ્રાણી ઉધાનમાં માંસાહારી પ્રાણીઓમાં એશિયાઈ સિહ, વાઘ-દિપડા-વરૂ, શિયાળ, લોંકડી, જંગલી બિલાડી, ઝરખ જેવા પ્રાણી સાથે ૯ સફેદ વાઘ છે. તૃણાહારી પ્રાણીઓમાં સાબર-ચિત્તલ ડિયર ,ચિંકારા, ચૌશિંગા, કાળિયાર જેવા હરણ પ્રજાતિ સાથે શાહુડી અને શેળો જેવા પ્રાણી આકર્ષણ જમાવે છે. શ્રીશ્રહારીમાં રીંછ સાથે વિવિધ વાંદરાઓની પ્રજાતિમાં હનુમાન બંગુર-લાલ મોઢાવાળા માંકડા-બોનેટ માંકડા જેવી ત્રણ પ્રજાતિ જોવા મળે છે.
સરિસૃપમાં માર્શમગર-ઘરિયાલ અને સાપઘરમાં વિવિધ ૧૨ પ્રજાતિનું સાપ સાથે કાચબા પણ છે. વિશાળ કુદરતી નદી-પહાડો વચ્ચે તળાવ તૈયાર કરાયેલ છે. જેમાં પણ, સ્ટોર્ક, ટીલીયાળી બતક-કાંકણસાર જેવા પક્ષીઓ ઉપરાંત ગોલ્ડન ફિઝન્ટ, સિલ્વર ફિઝન્ટ , રીંગનેક, કાલિજ ફિઝન્ટ, પોપટ, બજરીગર, કાકાટીલ, સફેદ મોર, ઈમુ જોવા મળે છે. અધતન માછલીઘરમાં ૩૦ જેટલી વિવિધ પ્રજાતિની માછલીઓ પણ જોવા મળે છે.
અહી એશિયાઈ સિંહ સંવર્ધન અને ઉછેર કેન્દ્ર ચલાવાય છે. જેમાં ૨૦૧૭થી આજ સુધી ૫૧ જેટલા સિંહ બાળનો જન્મ થયો છે. સાથોસાથ આ પરત્વેના શિક્ષણ સાથે માહિતી કેન્દ્ર પણ છે જેમાં શાળા કોલેજનાં છાત્રોને પ્રાકૃતિક શિબિર તાલિમ સાથે પર્યાવરણ બચાવ કામગીરી સાથે વિવિધ દિવસોની ઉજવણી કરાય છે.
આ પ્રાણી ઉધાન ખાતે વન્ય પ્રાણી માટે હોસ્પિટલની સુવિધા છે જેમાં સારવાર ઓપરેશન, એકસરે, સોનાગ્રાફી, લેબોરેટરી જેવી તમામ અધતન સુવિધા છે. સારવાર માટે રખાયેલા પ્રાણીઓ માટે અલગ આઈસોલેશન વોર્ડ પણ છે. સારવાર અને બેભાન કરવા અધતન ગન પણ છે. દર શુક્રવારે આ ઝુ બંધ રહે છે. અહીથી પ્રાણીઓની એકસચેંજ પ્રોજેકટ અંતર્ગત સફેદ વાઘ જૂનાગઢ-અમદાવાદ જેવા વિવિધ શહેરોનાં ઝુને અપાયા છે. અહિં વૈજ્ઞાનિક ઢબે બ્રિડીંગ સેન્ટર ચલાવાય છે. અહીનું વાતાવરણ પ્રાણીઓને ખૂબજ માફક આવી જવાથી ૧૯૯૨થી ૨૦૨૦ દરમ્યાન ૪૯ સિંહ બાળનો જન્મ થયો છે.જેથી હૈદ્રાબાદ, મૈસુર, જૂનાગઢ, અમદાવાદ , પંજાબ, છતીસગઢના ભિલાઈમાં સિંહોની પેર અપાય છે. એક સિંહની પેર આપવાથી બદલામાં આપણાં ઝુને ઘણા બધા અવનવા પ્રાણીઓ મળે છે.
પ્રાણીઓને માનવ વસ્તી ગમતી નથી, જંગલ જેવું વાતાવરણ ન મળે મેટીંગમાં મુશ્કેલી પડે , ધ્વનિપ્રદુષણ આ તમામ પાસાઓને કારણે લોકડાઉનમાં મુલાકાતી બંધ હોવાથી પ્રાણીઓમાં રંગત ખીલી ઉઠી હતી. સામાન્યતહ ૧૫ વર્ષ સિંહનું આયુષ્ય ગણાય પણ પ્રાણી ઉધાનમાં વિશેષ કેર લેવાતા તે બે ત્રણ વર્ષ લાંબુ જીવે છે. આગામી દિવસોમાં વિવિધ વિદેશી પક્ષીઓ જેવા આફ્રિકન ગ્રે-મેકાઉ-કાકાટુ, કાંગારૂ, પાંડા જેવા પશુ પંખી જોવા મળવાના છે.
સિંહોના ટોળાની એક વિશેષતા એ છે કે જંગલમાં જે પાવરફૂલ હોય તેજ ટકી શકે. ટોળામાંજ સિંહ શિકાર કરે. વૃધ્ધ થાય ત્યારે બધા જ ખોરાક લઈ લે પછી તેનો આહાર લેવાનો વારો આવે છે. ઝુમાં તેની સંપૂર્ણ કેર લેવાય છે. સમયસર ખાવાનું સાથે કૃમીનાશક દવાનોકોર્ષ વિગેરેમાં સાવચેતી લેવામાં ખૂબજ તંદુરસ્ત પ્રાણીઓ હોય છે. અહિં તેના આરોગ્ય બાબતે ધ્યાન રખાતું હોવાથી માંદા ઓછા પડે ને ઓછામાં ઓછી સારવાર કરવી પડે છે. અગાઉ આજીડેમ ખાતે ઝુ હતુ પણ ત્યાં આટલા બધા પ્રાણીઓ ન હતા અહી તો ખૂબજ વિશાળ જગ્યામાં નિર્માણ કરાયેલા પ્રાણી ઉધાનમાં બધાજ પ્રાણીઓને મોજે જલ્વા પડી ગયા છે. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પ્રાણી ઉધાન રાજકોટનું ગણાય છે.
આ ઝુમાં ૨૦૧૪માં સફેદ વાઘની જોડી પ્રથમવાર આવીને ૨૦૧૫માં જ ચાર સફેદ વાઘ બાળનો જન્મ થયો. ૨૦૧૯માં ફરી ચાર સફેદ વાઘ બાળ જન્મયા હતા તમામ વાઘબાળનું સી.સી.ટીવી કેમેરા હેઠળ ૨૪ કલાક દેખરેખ રાખવામાં આવે છે.
હાલમાં આ પ્રાણી ઉધાનમાં ૧૬ સિંહ-૧ વાઘ-૦ સફેદ વાઘ – દપડા-૨, શીયાળ -૧૧, વરૂ-૫, ઝરખ-૪, હિમાલયન રીંછ-૨, મગર-૪ અને રોક પાયથન (અજગર) ૪ જેટલા છે.
આવનારા દિવસોમાં વિદેશી પશુ – પક્ષીઓ ઝુ માં જોવા મળશે
હાલ માં ભારત માં જોવા મળતી તમામ પ્રજાતિઓ ઝુ માં જોવા મળે છે પરંતુ આવનારા સમય માં ભારતથી બહાર ના પ્રાણીઓ નો સમાવેશ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ તો કાંગારુ,ચીમપાનજી જેવા પ્રાણીઓ જે ,લોકો એ ન જોયા હોય તે ક્યાંય થી મળશે તો તેમને લઇ આવવાનો પ્રયાસ ઝુ દ્વારા કરવામાં આવશે.
લોકડાઉનમાં ઝુ બંધ હોવાને લીધે પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ!!!
રાજકોટ ઝુ માં પ્રાણીઓ ની લાક્ષણિકતા મુજબ મોટા પાંજરા બનાવી વાતાવરણ ઉભું કરવામાં આવેલ.૧૯૯૨ થી લઈ ને અત્યાર સુધી એટલેન્ટિક લાયન ના ૪૯ બાળ નો જન્મ થઈ ચૂક્યો છે.વિશાળ પાંજરા માં રહેલ પ્રાણીઓ માણસો ના અવરજવર થી દુર રહેતા હોય છે પણ છેલ્લા ૪ મહિના થી પાર્ક બંધ હોવાથી માણસો ની અવરજવર નથી જેથી પ્રાણીઓ પિંજરા ની નજીક આવતા હોય છે અને ખાસ તો હાલ માં પ્રાણીઓ માં પ્રજનન કર્યો ખૂબ સારા માત્રા માં જોવા મળી રહ્યું છે જેથી આ વર્ષે સંખ્યા માં વધારો થાય એવું લાગી રહેલ છે.દર વર્ષે ૭.૫૦ લાખ
લોકો ઝુ ની મુલાકાત લે છે , દિવસે મુલાકાતીઓ ની સંખ્યા માં ભારે વધારો જોવા મળે છે અંદાજે તહેવારો માં એક જ દિવસ માં ૩૦૦૦૦ જેટલા મુલાકાતીઓ આવતા હોય છે અને તેમને પૂરતી સુવિધા મળે તે માટે બેટરી સંચાલિત વાહનો તથા સાયકલો ની સુવિધા કરવામાં આવેલ છે સાથે સાથે ઘણી જગ્યા એ બેસવા માટે ની સુવિધા અને અલગ અલગ જગ્યા એ પાણી ની સુવિધા તથા ઝુ ને ફ્રી પ્લાસ્ટિક ઝોન તરીકે રાખવામાં આવતો હોવા થી મુલાકાતીઓ માટે પ્લાસ્ટિક બંધ કરવામાં આવ્યું છે જેના લીધે પાર્ક માં કચરો જોવા મળે નહીં.
૧૩૭ એકર વિસ્તારની અંદર જંગલ સ્વરૂપે ડેવલોપ કરી ઝૂ બનાવ્યું: સુપ્રિટેન્ડેન્ટ હિરપરા
ઝુ સુપ્રિન્ટેન્ડેડ આર.કે.હિરપરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે પ્રદ્યુમન પાર્ક ૧૩૭ એકર વિસ્તારની અંદર જંગલ સ્વરૂપે ડેવલોપ કરીને ઝુ બનાવવામાં આવ્યું છે જેનો વિકાસ સેન્ટ્રલ ઝુ ઓથોરિટી ન્યુ દિલ્હીના નીતિ નિયમો મુજબ કરવામાં આવે છે હાલમાં ૫૪ જાતના પશુ પ્રાણીઓ રાખવામાં આવ્યા છે અને ૪૩૭ થી પણ વધારે પ્રાણી પક્ષીઓ ને મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે ખાસ તો રાજકોટ ઝુ માં અગત્ય ના એવા એશિયાટિક લાયન,સફેદ વાઘ,બેંગાલ ટાઇગર,દિપડા,રીંછ ,બે પ્રકારના મગર, સાત પ્રકારના હરણ અને ત્રણ પ્રકારના પ્રાઈમેટ્સ જેવા પક્ષીઓ અને પ્રાણીઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. એશિયાટિક લાયન ને વાતાવરણ માફક આવતા સમયાંતરે બ્લીડીંગ થઈ રહ્યું હતું.
ગુજરાત દેશનું એક માત્ર રાજય છે જયાંં વાઘ, દિપડો, સિંહ એક સાથે જોવા મળે છે
સફેદ વાઘ જેને ફેલી ડે (જંગલી બીલાડી)ના પરિવારનો માનવામાં આવે છે જે પૂર્વ અને દક્ષિણ ભાગમાં મૂળ સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે વાઘ ૩૦૦ કીલોગ્રામ વજન અને ૧૩ ફુટ લંબાઇ ધરાવે છે દર વર્ષે ર૧ જુલાઇના રોજ ‘ઠજ્ઞહિમ ઝશલયિ ઉફુ’ તરીકે મનાવવામાં આવે છે. માદા વાઘનું ગર્ભધારણ સાડા ત્રણ મહીનાનું હોય છે. જે એક વખતમાં ૩ થી ૪ બચ્ચાને જન્મ આપે છે. અને ૧૦૦૦૦ માંથી એક સફેદ વાઘનો જન્મ થાય છે. વાઘ ૧૮ ઇંયિિું અવાજ પેદા કરે છે અને તેની દહાડ ૩ કિલોમીટર સુધી સંભળાય છે રાત્રીના સમય દરમિયાન તેની જોવાની ક્ષમતા છે. ગણી વધારે હોય છે. અને ૭૩ કી.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને ૬ કી.મી. સતત પાણીમાં તરી શકે છે એક રાતમાં ર૭ કિલો માસ ખાય છે અને ૩૦ ફુટ લાંબી અને ૧ર ફુટ ઊચી છલાંગ લગાવી શકે છે. દુનિયામાં એક માત્ર સફેદ વાઘ છે જેની આંખો વાદળી હોય છે અને તેના શરીર પરના પટ્ટા માણસોની ફીંૅગર પ્રીન્ટની જેમ યુનીક હોય છે તે જમીનથી ૩૯૬૦ મીટર ઉંચાઇ પર રહી શકે છે. ભારત દેશમાં ગુજરાત એકમાત્ર એક રાજય છે જયાઁ વાઘ, દીપડો અને સિંહ જોવા મળે છે.
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝુ માંસ્ટાફ ૨૪ કલાક સ્ટેન્ડ ટુ
પ્રાણીઓ માટે ઝુ નો સ્ટાફ કોઈ દિવસ રજા પર નથી હોતો અને પ્રાણીઓ સાથે આત્મીયતા ધારાવે છે જેથી કોઈ દિવસ પ્રાણીઓને મુશ્કેલી ન પડે અને હંમેશા તેવું જ વિચારે છે કે લોકો ને પ્રાણીઓ જોવા ગમે તેના માટે શું કરવું ? તેવી ભાવના સાથે કામ કરતા હોય છે તેથી જ રાજકોટ ઝુ નો સારો એવો વિકાસ થયો છે.
ગુજરાતમાં સૌથી વધુ સફેદ વાઘ રાજકોટ ઝુ માં
રાજકોટ ઝુ ખાતે સફેદ વાઘમાં પણ વાતાવરણ માફક આવતા સફળતાપૂર્વક બ્લીડીંગ થઈ રહ્યું હતું.નવેમ્બર ૨૦૧૪માં ભીલાઈ ઝુ સાથે એનિમલ એક્સચેન્જ કરવામાં આવેલ જેમાં બે માદા વાઘણ અને એક નર ત્યાંથી મેળવવામાં આવેલ તેની સામે એશિયાટીક લાયનની એક જોડી મોકલવામાં આવેલ. ત્યાર પછી સફેદ વાઘને આઇસોલેશન વોર્ડ માં રાખેલ અને તેને જેવું વાતાવરણ ગમે તે વાતાવરણ માં રાખવામાં આવેલ ,આખરે તેનું બ્લીડિંગ થયેલું અને વર્ષ ૨૦૧૫ માં ગાયત્રી નામની સફેદ વાઘણ એ ચાર બચ્ચાને જન્મ આપ્યો જેનું ધ્યાન સ્ટાફ દ્વારા ૨૪ કલાક રાખવામાં આવતું સાથે સાથે ડોક્ટર દ્વારા પણ ચેકઅપ અને સમયાંતરે તેનું વજન કરવામાં આવતું ત્યાર પછી ૨૦૧૯ માં પરિવાર દિવાકર નામના વાઘ સાથે મળી ફરી એકવાર ચાર બચ્ચાને જન્મ આપ્યો તેમનું ધ્યાન પણ પહેલા ની જેમ જ રાખવામાં આવ્યું હતું સાથે સાથે ગાયત્રી પણ પોતાના બાળકોનું ધ્યાન રાખી સારી રીતે બચ્ચાઓનો ઉછેર કર્યો. અમદાવાદ ખાતે પણ એક સફેદ વાઘ આપવામાં આવ્યો છે અને એક માદા વાઘ પંજાબ માં પણ આપેલ છે.હાલ રાજકોટ ઝુ ખાતે સફેદ વાઘનો આંક ૯ એ પોહચ્યો છે. જે ગુજરાતના એક પણ ઝુ માં આટલી મોટી સંખ્યામાં સફેદ વાઘ નથી.રાજકોટ ઝુ માંથી સમગ્ર ગુજરાત અને રાજ્ય બહાર દેશ માં અન્ય શહેરોમાં પણ વાઘને મોકલવામાં આવ્યા છે.
નર-માદાની વિગત
- એનિમલમાં ૬૫ નર ને ૯૦ માદા બર્ડમાં ૬૪ નર ને ૭૩ માદા
- સરીસૃપમાં ૮ નર ને ૧૧ માદા સહિત કુલ ૪૩૭ જાનવર પંખીઓ છે.
આગામી દિવસોમાં થશે વિદેશી રૂપકડા પક્ષીનો કલરવ
રાજકોટ ઝુમાં આગામી દિવસોમાં એકઝોટીક (વિદેશ) બર્ડ લાવવામાં આવશે. જેમાં મેકાઉ (સરકારમાં જોવા મળતા મોટા પોપટ) આફ્રિકન ગેકાકાટુ જેવા પક્ષીઓ તથા કાંગારૂ, પાંડા જેવા તૃણા હારી પશુઓ લાવવામાં આવે છે. વિદેશ પોપટ રંગબેરંગી કલરોમાં મીઠડા અવાજ કરતાં હોવાથી રાજકોટ ઝુમાં તેનો કલરવ ગુંજી ઉઠે છે.