દુનિયાના તમામ ધર્મોમા જાનવરોની બલી દેવાની પરં૫રા સદીઓથી ચાલતી આવી રહી છે. પરંતુ શું તમે સાંભળ્યુ છે કે બલી આપ્યા બાદ તે જાનવર જીવતુ રહે છે. બિહારના કેમુર જીલ્લામાં આ અનોખુ મર્ંદિર આવેલું છે જ્યા આ વાત સાચી સાબિત થઇ છે. ભારતના સૌથી જુના મંદિરોમાં શામેલમાં મુડેશ્ર્વરીના અનોખા મંદિરમાં બકરીની બલી ચડાવવામાં આવે છે. પરંતુ બલી ચડાવ્યા બાદ પણ અહીં બકરીઓ જીવતી રહે છે.
ભારતના સૌથી પ્રાચીન મંદિરમાં સામેલ આ મંદિર બિહારના કેમુર જીલ્લામાં ભગવાનપુર અંચલના કેમુર પર્વતશ્રેણીના પવર પહાડી પર સ્થિત છે. આ મંદિર ૬૦૮ની ઉંચાઇ પર આવેલું છે.
માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ ૧૦૮ ઇસ્વીમાં થયું હતું. પુરાતત્વ વિભાગના એક સર્વેક્ષણ બાદ આ મંદિર પર સુચના પટ્ટ લાગ્યુ હતું. અહીં મળેલી જાણકારી અનુસાર ૬૩૫ ઇસ્વી પુર્વ અસ્તિત્વમાં આવ્યું હતું.
આ મંદિરમાં બલી આપવાની અનોખી પરંપરા છે બલી આપતા સમયે મંદિરમાં ૩૫ સ્થિત અમુક પ્રત્યક્ષદર્શીયોના પ્રમાણે અહીં બકરીની બલી આપવામાં આવતી નથી. પરંતુ બકરીને દેવીની મુર્તિ સામે રાખી પુજારી દ્વારા મંત્રોચ્ચારણ કરી તેના પર અક્ષત અને જળ છાંટવામાં આવે છે. આમ કરવાથી તે બકરી બેભાન થઇ જાય છે. અને ભાનમાં આવતા જ તેને છોડી દેવામાં આવે છે. આમ અહીં બલીની પ્રક્રિયા પુર્ણ કરવામાં આવે છે.