હનમતમાળ ખાતે આદિ જિન ધર્મ યુવક ગ્રુપ દ્વારા ૧૯મા નિ:શુલ્ક, મેગા પશુ સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પ દરમ્યાન આશરે રપ થી ૩૦ ગામના હજારો પશુઓ-પક્ષીઓને સારવારનો લાભ લીધો હતો. જેમાં ગુજરાત વેટરનરી કોલેજ તેમજ ૧પ૦ ડોકટરો તેમના મદદનીશો અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇનના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. કેમ્પ દરમ્યાન માંદા પશુ પ્રજાનન સંબંધી બીમારી, બ્લઢ ટેસ્ટ, સોનોગ્રાફી, સર્જરી, ગાંઠ, હર્નીયા, કેન્સર, આંખ વગેરે સહીતના સર્વરોગોની નિ:શુલ્ક સારવાર કરાઇ હતી. પશુ-પક્ષીઓ માટેના નિ:શુલ્ક દંત, નેત્ર, ચામડી તથા સર્વરોગ સારવારના મેગા, નિ:શુલ્ક કેમ્પનો લાભ જીવદયા પ્રેમીઓ, પશુપાલકો, આસપાસની ગૌશળા પાંજરાપોળોએ લીધો હતો.
૬ કિલોગ્રામ પ્રોટીન યુકત અનાજનું વિતરણ કરાયું. પશુરોગમાં આવેલા સર્વે પશુઓ માટે લીલા ઘાસચારાની વ્યવસ્થા કરાઇ બીમાર પશુ-પક્ષીને ખસેડવા માટેનાી મશીનની પણ ભેટ અર્પણ કરાઇ હતી.
કેમ્પમાં અતિથિ વિશેષ તરીકે સમસ્ત મહાજનના ટ્રસ્ટી તેમજ એનીમલ વેલફેર બોર્ડના સદસ્ય ગીરીશભાઇ જયંતીલાલ શાહ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. ઉપરાંતમાં નંદાપ્રભા પરીવારના પરેશભાઇ, મહેન્દ્રભાઇ સંગોઇ, રમેશભાઇ ગાલા, દિનેશભાઇ તેમજ ચીરંજીવભાઇ રાજેશભાઇ તેમજ દેવેન્દ્રભાઇ,, રજનીભાઇ શાહ, આનંદ મહેતા, સહીતના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
નિ:શુલ્ક મેગા પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પના આયોજન અંગે શ્રી આદિ જિન ધર્મ યુવક ગ્રુપે જહેમત ઉઠાવી હતી.