તમામ રાજયમાં એનિમલ વેલફેર બોર્ડ હોવું અનિવાર્ય: સુપ્રિમ કોર્ટ
નવેમ્બર-૨૦૧૩માં એનિમલ વેલફેર બોર્ડ બનાવવાનો લેવાયો હતો નિર્ણય
પ્રાણીઓની સાર-સંભાળ અને સાચવવા માટેના કાયદાઓમાં અનેક વિસંગતતાઓ જોવા મળે છે ત્યારે સાથો-સાથ ગુજરાતની જે ગૌશાળાની જે પરિસ્થિતિ છે તે પણ ઘણીખરી દૈન્ય પણ દેખાઈ છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી દ્વારા કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી જેથી પક્ષીઓની સાર-સંભાળ અને તેને બચાવી શકાય પરંતુ કરૂણા અભિયાનની સાથો સાથ મુંગા પ્રાણીઓને લઈ જે એનિમલ વેલ્ફેર બોર્ડનું નિર્માણ કરવાની વાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી તેને પણ હજી પૂર્ણ કરવામાં આવ્યું નથી શું બોર્ડને તેના મેમ્બરો નથી મળી રહ્યા ? શું કામ અબોલ જીવો માટેની સાર-સંભાળ લેવા માટે સરકાર નિષ્ફળ નિવડી રહી છે તે પ્રશ્ન હાલ ઉદભવિત થઈ રહ્યો છે.
ત્યારે મુખ્યમંત્રી દ્વારા જે રીતે કરૂણા અભિયાન કે જે પક્ષીઓ અને પ્રાણીઓની સાર-સંભાળ માટે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે તેમને રાજયમાં એનિમલ વેલફેર બોર્ડને કાર્યરત કરવા માટે સહેજ પણ રસ દાખવ્યો નથી જે નવેમ્બર ૨૦૧૩માં જ લાગુ કરવામાં આવ્યો હતો.
સુપ્રિમ કોર્ટના ૨૦૦૮ના નિર્ણય બાદ સરકારની ગાઈડલાઈનની પણ જોગવાઈ કરવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, દેશના તમામ રાજયોને એનિમલ વેલ્ફેર બોર્ડ કરવાનો પણ નિર્ધાર કર્યો હતો પરંતુ જીઆર આવવા બાદ પણ ગુજરાત સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો ન હોવાનું પણ સામે આવ્યું હતું.
સ્ટેટ એનિમલ હસબન્ડરી મંત્રીના કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ બોર્ડની રચના નવેમ્બર ૩૦, ૨૦૧૩ના રોજ કરવામાં આવી હતી. જયારે નિયમિત અંતરાળ પર મીટીંગ યોજવામાં આવતી હતી જેના પ્રાણીઓની સાર સંભાળ લેવા માટેના નિર્ણયો લેવામાં આવતા હતા .
પરંતુ તેના દ્વારા એટલે કે હાલ બોર્ડમાં કોઈપણ મેમ્બરોની નિયુકિત કરવામાં આવી ન હોવાના કારણે બોર્ડની કામગીરી હાલના તબકકે અટકી પડી છે. વાત કરવામાં આવે તો સભ્યોની નિયુકિતની કાર્યવાહી હાલ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે હજી સુધી એનિમલ વેલ્ફેર બોર્ડ પૂર્ણતહ કાર્યરત થયું નથી ત્યારે મુંગા પ્રાણીઓની વેદના પણ એવી છેકે તેના બોર્ડના મેમ્બરો કયાં છે કારણકે જો બોર્ડની રચના કરવામાં આવશે તો પ્રાણીઓને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનો અંત આવી શકશે અને પૂર્ણતહ બોર્ડ આ તમામ મુદાઓને લઈ કાર્ય પણ કરી શકશે ત્યારે પશુપ્રેમીઓની એવી પણ માંગણી ઉદભવિત થઈ છે કે જે રીતે કરૂણા અભિયાન મુખ્યમંત્રી દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે એનીમલ વેલ્ફેર બોર્ડને વહેલાસર ચાલુ કરી દેવાય પરંતુ વાસ્તવિકતા તો એ છે કે એનીમલ વેલ્ફેર બોર્ડની રચના થઈ ચુકી છે પણ માત્ર કાગળો પર જ.