કોર્પોરેશનના ઢોર ઢબ્બામાં ૧૧૫૦ ઢોર: ૨ શિફટમાં કામગીરી છતા રોજ પકડાય છે માંડ ૨૦ થી ૨૫ ઢોર

ચોમાસાની સીઝન શ‚ થતાંની સાથે જ રાજમાર્ગો પર ફરી એક વખત રખડતા ભટકતા ઢોરનો ત્રાસ શ‚ થઈ ગયો છે. બીજી તરફ કોર્પોરેશન દ્વારા અલગ અલગ ચાર સ્થળોએ માલધારી હોસ્ટેલ બનાવવા માટેની પ્રક્રિયા શ‚ કરાવવામાં આવી હોય. ઢોર પકડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ હાલ ઢોર પકડ પાર્ટી દ્વારા શહેરના મુખ્ય રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોરને ડબ્બે પુરવા માટે બે શિફટમાં કામગીરી ચાલી રહી છે જેમાં દૈનિક માંડ ૨૦ થી ૨૫ ઢોર પકડવામાં આવે છે. આટલું જ નહીં ઢોર પકડવામાં આવતા નથી. જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો ઢોર પકડી લેવામાં આવે છે. ભાવનગર રોડ પર આવેલા મહાપાલિકાના ઢોર ડબ્બામાં હાલ ૧૧૫૦ જેટલા પશુઓ આવેલા છે. માલધારી વસાહત માટે ૧૬૫૦ માલધારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અા વસાહત બનાવવા માટે કલેકટર દ્વારા રાજય સરકારમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. પરંતુ રાજય સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવી ન હોવાના કારણે માલધારી વસાહતની યોજના ટલ્લે ચડી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.