સાબરકાંઠા જીલ્લામાં આવેલ જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય જીવો જેવા કે રીંછ, દીપડો, ઝરખ,શિયાળ, જંગલીભુંડ,જંગલી બીલાડી,સહિતના વન્ય પ્રાણીઓની દર પાંચ વર્ષે ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે અત્રે નોંધનીય છે કે વન વિભાગના સુત્રો દ્રારા મળેલી માહિતી પ્રમાણે 2016 માં હાથ ધરાયેલ ગણતરીમાં 18 રીંછ,10 દીપડા સહીત અન્ય 385 વન્ય પ્રાણીઓ નોધાયા હતા તો ગત સાલે રીંછની ગણતરી હાથ ધરવામાં આવી હતી જે હાથ ધરાયેલ ગણતરીમાં 30 રીંછ,26 દીપડા સહીત 714 અન્ય વન્ય પ્રાણીઓ નોધાયા હતા એટલે કે 2016 માં કુલ 413 જેટલા વન્ય પ્રાણીઓ નોધાયા હતા જયારે 2022 માં હાથ ધરાયેલ ગણતરીમાં 714 વન્ય પ્રાણીઓ નોધાયા છે
ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવી તે પ્રમાણે વન્ય પ્રાણીઓનો સંખ્યામાં વધારો થાય તેમ છે અને જેને લઈ મોડી રાતથી વહેલી સવાર સુધી ગણતરી હાથ ધરાય છે 2022માં થયેલ ગણતરીના આંકડા જંગલી ભુંડ-336,નીલ ગાય-88,જંગલી બિલાડી- 63,લોકડી-58,રીંછ- 30, દિપડા- 26,ઝરખ- 29,શિયાળ- 29,ચોશીંગા-31,શાહુડી-8,વણીયાર-5,વરુ-1,ઉડતી ખિસકોલી-1 સહિત કુલ-714 જેટલા પ્રાણીઓ નોંધાયા હતા આમ તો છેલ્લા કેટલાય સમયથી ઈડર વડાલી સહિત હિમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં દિપડાએ અનેકવાર દેખા દિધી છે તો છેલ્લા 15 દિવસમાં 3 થી વધુ જગ્યાએ પશુઓના મારણ પણ કરેલ છે
એક તરફ જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની વખતો વખત ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે તો બીજી તરફ ચાલુ સાલે વન્ય પ્રાણીઓની ગણતરીમાં અલગ અલગ તાલુકાઓના આવેલા જંગલ વિસ્તારોમાં 123 થી વધુ પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી જીલ્લાના 123 થી વધુ પોઈન્ટની ફાળવણી કરવામાં આવી હતી અને તેમાં કર્મચારીઓ દ્રારા ગણતરી હાથ ધરાઈ રહી છે જેમાં 123 ફોરેસ્ટ અધિકારીઓ સહીત કર્મચારીઓ અને 120 થી વધુ રોજમદારો ધ્વારા અલગ અલગ પોઈન્ટ પર તારીખ 5 મે રાતથી 6 મે વહેલી સવારે પ્રાથમિક ગણતરી 6 મે રાત થી 7 મે સવાર સુધી અને 8મી મે તુણાલી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે આમ તો આ ગણતરી માટે જ્યા માંસાહારી પ્રાણીઓની અવર જવર રહેતી હોય છે.