૩.૭૭ કરોડ સ્કવેર મીટર જમીન પાણીના ભાવે ખાનગી પેઢીઓને આપી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ: સરકાર પાસે માંગી સ્પષ્ટતા
સરકાર ગૌરક્ષા અને પશુપાલન અંગે કરેલી કામગીરીનો જોરશોરી ઢંઢેરો પીટી રહી છે. ત્યારે પશુઓ માટેની જમીનો જ પાણીના ભાવે ઔદ્યોગીક ગૃહોને ફાળવી દેવામાં સરકારે પાછી પાની કરી ન હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા યો છે. પશુ પાલનની વાતો વચ્ચે સરકારે ઔદ્યોગીક ગૃહોને ૫ થી ૨૦ રૂપિયાના ભાવે ગૌચર સહિતની જમીનો આપી દીધી છે. કોંગ્રેસે આ મામલે સરકારને સ્પષ્ટતા કરવા કહ્યું છે.
અધુરામાં પૂરું વન વિભાગ પાસે રહેલી કરોડોની જમીનમાં ઉગતા ઘાસના સ્ટોક જળવાતા નથી. કરોડો હેકટર જમીનમાંથી ઉત્પન્ન તા ઘાસને રૂ.૨ના કિલોના ભાવે આપવાની વાતો થાય છે. ઘાસ કેટલું ઉગે છે ? કેટલી જમીનમાં ઉગે છે ? કયાં અને કોને અપાય છે ? વાસ્તવિક આંકડા આપવામાં વન વિભાગ ઉણુ ઉતર્યું છે. ઘાસના ઉત્પાદન, જાળવણી અને વેંચાણ મામલે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે.
ખાનગી ઉદ્યોગોને સસ્તા ભાવે ૩.૭૭ કરોડ સ્કવેર મીટર રેવન્યુ જમીન ફાળવવામાં આવી હોવા મામલે કોંગ્રેસે સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોંગ્રેસના દાવા અનુસાર રાજય સરકારે ખાનગી ઉદ્યોગોને રૂ.૫ થી ૨૦ પર સ્કવેર મીટરના ભાવે જમીન ફાળવી દીધી હતી. આ મામલે કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશીએ કહ્યું હતું કે, કચ્છમાં એક તરફ ખાનગી બર્ડ રીસોર્ટ અને સીમેન્ટ પ્લાન્ટને રૂ.૫ થી ૨૦ના ભાવે સ્કવેર મીટર જમીન અપાઈ છે ત્યારે આર્મ ફોર્સને તેની નજીકમાં જ રૂ.૩૮૫૮ સ્કવેર મીટરના ભાવે જમીન આપવામાં આવી છે. તો આટલો તફાવત કઈ રીતે હોઈ શકે.
કોંગ્રેસે દાવો કર્યો છે કે, રાજય સરકારે ૪.૧૦ લાખ સ્કવેર મીટર ગૌચર ખાનગી પેઢીઓને ફાળવી દીધી છે. જયારે ૧.૫૯ કરોડ સ્કવેર મીટર બિન ઉપજાવ જમીન તેમજ ૨.૧૩ કરોડ સ્કવેર મીટર રેવન્યુ લેન્ડ પાણીના ભાવે ખાનગી પેઢીઓને આપી દેવામાં આવી છે. આ મામલે કોંગ્રેસે સરકાર પાસે જવાબ માંગ્યો છે.
બેસ્ટ ગૌરક્ષકના એવોર્ડની સંખ્યા બમણી થશે તાજેતરમાં વડી અદાલતે ગુજરાત, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસન તા કર્ણાટક પાસે કહેવાતા ગૌરક્ષકોને કેમ પ્રતિબંધીત કરવા ન જોઈએ તેવા સવાલનો જવાબ માંગ્યો છે. ત્યારે ગુજરાતના ગૌચર વિકાસ અને ગૌસેવા બોર્ડ દ્વારા બે ગૌરક્ષક એવોર્ડની સંખ્યા બે ગણી કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. હાલ બેસ્ટ ગૌરક્ષકના એવોર્ડ ત્રણ છે જે આગામી સમયમાં વધારીને ૬ કરવામાં આવી શકે છે. આગામી બજેટમાં આ મામલે દરખાસ્ત મુકાશે તેવું જાણવા મળે છે.
હાલ બોર્ડ બેસ્ટ ત્રણ ગૌરક્ષકને રૂ.૫૦ હજારનું વાર્ષિક ઈનામ આપે છે. ગૌરક્ષા મામલે આ ઈનામ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૩માં ઈનામની રકમ ૨૫ હજાર હતી. જે વર્ષ ૨૦૧૫-૧૬માં બે ગણી વધારીને ૫૦ હજાર કરવામાં આવી હતી. અલબત સંખ્યા બે ગણી કરવાની દરખાસ્ત બાદ હજુ ઈનામની રકમ અંગે સ્પષ્ટતા કરવાની બાકી છે. બેસ્ટ ગૌરક્ષકના એવોર્ડની સંખ્યા બમણી કરતા પહેલા ગૃહ વિભાગ કહેવાતા ગૌરક્ષકો અંગે તપાસ કરશે તેવું જાણવા મળે છે.