મવડીમાં બોરનું પાણી ખૂટી જતા હાલ ટેન્કર દ્વારા પાણી અપાય છે
રાજકોટ મહાનગરપાલીકા હસ્તકના ઢોર ડબ્બામાં તથા કોઠારીયા રૈયાધાર તથા રોણકી ખાતેની એનીમલ હોસ્ટેલમાં ૨૪ કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ છે. તથશ ત્યાં કોઈ પાણીનો પ્રશ્ન નથી મવડી એનિમલ હોસ્ટેલ ખાતે પાણીના સોર્સ તરીકે બોર છે. તતા ઉનાળામાં સદરહુ બોરમા પાણી ખૂટી જતુ હોય ટેન્કરા મારફતે પાણી પૂરૂ પાડવામા આવે છે. હાલે મવડી ખાતે જરૂરીયા મુજબ દૈનકિ ૨ ટેન્કર તથા જયારે વિશેષ જ‚રીયાત હોય ત્યારે વધુ ટેન્કર દ્વારા પાણી સપ્લાય કરવામાં આવે છે.
એનિમલ હોસ્ટેલમાં સાફ સફાઈની વ્યવસ્થા જે તે પશુપાલકોએ કરવાની રહે છે. તથા જયારે સફાઈ માટે પાણીનો અવેડો ખાલી કરવામા આવે ત્યારે સ્વાભાવિક રીતે તે ખાલી હોય આજરોજ પણ ૧ અવેડો સાફ સફાઈ માટે ખાલી કરવામાં આવેલ જેને પણ સફાઈ બાદ ટેન્કરના પાણી દ્વારા ભરી દેવામાં આવેલ છે. મવડી એનિમલ હોસ્ટેલમાં કૂલ ૬ પાણીના અવેડા છે.
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ઢોર ડબ્બા ખાતે તથા એનિમલ હોસ્ટેલ ખાતે પશુ પાલકોનાં પશુઓ માટે જ‚રીયાત મુજબ તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. પત્રોમાં એનિમલ હોસ્ટેલ તતા ઢોર ડબ્બામાં પાણીના અભાવ બાબતે થયેલ પ્રસિધ્ધિને ધ્યાને લઈ એનિમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર રાજેન્દ્રભાઈ શાહ દ્વારા પણ આજરોજ એનિમલ હોસ્ટેલ તથા ઢોર ડબ્બાની મુલાકાત લેવામાં આવેલ છે.