શું પશુઓને જીવવાનો હક્ક નથી?
સરકાર સહિતના પક્ષકારોને તેમનો જવાબ રજૂ કરવા ખંડપીઠનો આદેશ
ગૌ રક્ષા અને ગૌ સેવાની ગુલબાંગો વચ્ચે ગૌ દુર્દશાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો (સ્વયંભૂ)કાર્યવાહી હા ધરી છે. સત્તા પર બેઠેલા અધિકારીઓની ભારોભાર બેદરકારી અને નિષ્ક્રિયતાના પગલે પાંજરાપોળની ગાયોની દશા અત્યંત દયનીય બની છે અને અકાળે તેઓ મૃત્યુ પણ પામે છે. રાજકોટ શહેરના પાંજરાપોળમાં લઇ જવાતી ગાયની કોઇ પણ પ્રકારની કાળજી તંત્ર દ્વારા લેવાતી ના હોવાી તેઓ દયનીય પરિસ્િિતમાં મૂકાઇ હોવાની ફરિયાદ કરતો પત્ર હાઇકોર્ટને લખવામાં આવતા આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. હાઇકોર્ટના જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે આ સમગ્ર મામલાની ગંભીરતાી નોંધ લઇ રાજકોટ નગરપાલિકાના કમિશનર અને જિલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી છે. આ કેસની વધુ સુનાવણી ૧૯મી જૂનના રોજ મુકરર કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગાયનો મુદ્દો સૌી વધુ ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે મોડલ સ્ટેટ ગુજરાતમાં ગાયની દુર્દશાની નોંધ હાઇકોર્ટે લીધી છે. આ સમગ્ર મામલે રાજકોટના રહેવાસી નિરંજન આચાર્યે હાઇકોર્ટને પત્ર લખીને ત્યાંના પાંજરાપોળની પરિસ્િિતનો ચિતાર આપ્યો છે. પત્ર સો કેટલીક તસ્વીરો પણ મૂકવામાં આવી છે અને અદાલતને આ મામલે હસ્તક્ષેપ કરી ગાયની પરિસ્િિતમાં સુધારા માટેના આદેશ કરવાનું જણાવ્યું છે. નિરંજન આચાર્યે હાઇકોર્ટને લખેલા પત્રમાં રાજકોટ મહાનગરપાલિકા, સનિક પોલિસ અને પશુ તા જીવદયા વિભાગન પાંજરાપોળની ગાયો પ્રત્યે બેદરકારી ભરેલું વલણ દાખવતા હોવાનું જણાવ્યું છે. આ પાંજરાપોળમાં ગાયોની યોગ્ય કાળજી લેવાતી ના હોવાી તેઓ દયનીય પરિસ્િિતમાં મૂકાય છે અને અંતે મોતને ભેંટે છે. આ પ્રકારની ત્રણ તસ્વીરો પણ તેમણે અદાલતને મોકલી આપી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે આ મામલે રાજ્ય સરકાર તરફી એડવોકેટને જવાબ આપવા કહ્યું ત્યારે સરકારનો બચાવ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,ફરિયાદીએ જે તસ્વીરો મૂકી છે શું તમે એ જોઇ છે/ આ સો સરકાર સહિતના પક્ષકારોને તેમનો જવાબ રજૂ કરવાનો આદેશ ખંડપીઠે કર્યો છે.
અલબત્ત આ પહેલી વાર ની કે ગાયના મુદ્દે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હોય. ખાસ કરીને પાંજરાપોળમાં ધકેલાતી ગાયનો મુદ્દો અદાલત માટે પણ ચિંતાનો વિષય રહ્યો છે. અગાઉ વર્ષ ૨૦૧૦માં હાઇકોર્ટના તત્કાલીન ચીફ જસ્ટિસની ખંડપીઠે પાંજરાપોળમાં મૂકાતી ગાયને દયાભાવ સો સાચવવી જોઇએ અને તેની કાળજી લેવી જોઇએ તેવો આદેશ કર્યો હતો.