આરોગ્યની દ્રષ્ટિએ બકરીનું દૂધ અત્યંત લાભદાયી

કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પાઈન દ્વારા ‘ચાલો બકરી બચાવીએ ઈકો ફેન્ડલી બકરી ઈદ ઉજવીએ શિર્ષક દ્વારા ઈકો ફ્રેન્ડલી બકરી ઈદ ઉજવવાનું આહવાન કરવામાં આવ્યું છે. બકરીનું દુધ આરોગ્ય માટે ખૂબજ લાભદાયી છે.

બકરીનું દૂધ મધુર, શીતળ, ઝાડાને રોકનાર અને હલકું છે. તે રકતપિત્ત, અતિસાર(ડાયેરીયા) ટી.બી., ઉધરસ તથા તાવને મટાડનાર છે. બકરીઓ કદમાં નાની હોય છે. તીખા અને કડવા પદાર્થો ખાય છે. પાણી થોડું પીએ છે અને પરિશ્રમ(ચાલવું,દોડવું, ઠેકડા મારવા વગેરે) ઘણો કરે છે. તેથી તેનું દૂધ સઘળા રોગોને મટાડનાર છે. તંદુરસ્ત બકરીનું દૂધ વધુ નિરોગી અને નિર્દોષ ગણાય છે. ગાયના દૂધ કરતાં બકરીનું દૂધ જલ્દી પચે છે. તેથી નાના બાળકો માટે તે બહુ અનુકૂળ છે. બકરીના દૂધનું ફીણ વાત, પિત્ત અને કફનો નાશ કરનાર, રૂચિ ઉપજાવનાર, બળને વધારનાર જઠારાગ્નિ વધારનાર, મૈથુનશકિત વધારનાર, અમ્લપિત્ત (એસીડીટી), જૂના તાવ વગેરેમાં લાભદાયક છે. બકરીનું દહી ઉત્તમ, ઝાડાને રોકનાર, હલકું, ત્રણેય દોષને હણનાર, શ્વાસ, ઉધરસ, હરસ, ટી.બી. રોગમાં, તથા દુબળાપણામાં વખણાય છે. બકરીનું ઘી આંખ અંગે હિતકારી, બળને વધારનાર, શ્વાસ, ટી.બી., ઉધરસ વગેરે પર હિતકારી છે. પાંડુરોગ, અમ્લપિત્ત શોષ, પેટના રોગો, ઝાડા, બળતરા, સોજામાં બકરીના દૂધનો ઉપયોગ હિતકાર છે. સ્ત્રીઓને યોનિના રોગો, શુક્ર સંબંધિ રોગો, મૂત્રના વિકારો, મળ ગંઠાઈ ગયો હોય, વાયુ ના વિકારો, પિત્તના વિકારોમાં પણ હિતકારી છે. બકરી સામાન્ય રીતે જે પાલો ખાય છે તેમાં ફેરફાર કરવાથી તેની દૂધની ગુણવત્તામાં ફેરફાર આવશે. રાત્રે પશુ હેરફેર ઓછું કરતું હોવાથી સવારે દોહવાતું દૂધ દિવસ.

WhatsApp Image 2020 07 25 at 10.17.12 AM

દરમ્યાનના દૂધ કરતાં પચવામાં ભારે પડે છે. બકરીનું દૂધ એ કુદરતી રીતે એકરસ અને સરળતાથી તુર્ત જ પચી જાય છે, બકરીનું દૂધ માત્ર વીસ મિનિટમાં જ પચી જાય છે. બકરીના દૂધમાં રહેલા ચરબીના બે માઈક્રોન જેટલા નાના કણોને લીધે એકરસ લાગે છે. રાયબોફલેવીન અને બાયોટીન, પેન્ટોથેનિક એસીડ, વિટામીન ડી અને પોટેશિયમ માટે બકરીનું દૂધ એ ઘણું ઉત્તમ છે. બકરીનું દૂધ ઓછો કોલેસ્ટ્રોલ, વધારે કેલ્શીયમ, ફોસ્ફરસ, વિટામીન એ, બી ધરાવે છે. બકરીના દૂધ દ્વારા વજનમાં વધારો, લોહીમાં વિટામીન, લોહતત્વોનો વધારો અને શરીરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળેલ છે. બાળકોના દુગ્ધ આહાર માટે બકરીનું દૂધ ખૂબ જ અગત્યતા પ્રતિપાદિત કરેવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.