જગત એક તરફ અત્યાધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે અને બીજી તરફ કેટલાક લોકો બેક-ટુ-રૂટ્સ વળી રહ્યા છે, આપણો જ્યાંી ઉદ્ભવ યો છે એવી પૌરાણિક સંસ્કૃતિઓ અને પૂર્વજોમાંી આજની પરિસ્િિતમાં યોગ્ય લાગે એવી ચીજોને ગ્રહણ કરવાની શરૂઆત કરી રહ્યા છે. જૂનું એટલું સોનું એવું માનતા અમેરિકાના ફિટનેસ-ટ્રેઇનર માઇક ફિચે પ્રાણીઓ અને માનવ-ઉત્ક્રાન્તિનો અભ્યાસ કરીને એક નવતર વર્કઆઉટ તૈયાર કર્યો છે જેનું નામ છે ઍનિમલ ફ્લો વર્કઆઉટ. સાદી ભાષામાં કહીએ તો પ્રાણીઓ જે રીતે શરીરને આમતેમ અમળાવે છે એવી રીતે શરીરને ફેરવવું. ૨૦૧૧માં શોધાયેલી નવી વર્કઆઉટ-પેટર્ન હવે લેટેસ્ટ ટ્રેન્ડ બનીને પશ્ચિમના દેશોમાં ઊભરી આવી છે. ભારતમાં એની હજી એટલી લોકપ્રિયતા જામી ની, પણ એના ચાહકો જરૂર પેદા ઈ ગયા છે. એક-બે વાર ઍનિમલ ફ્લો વર્કઆઉટ કરી કે જોઈ ચૂકેલા લોકોને અચૂક એ કરવાનું મન ાય છે.
ઍનિમલ ફ્લો વર્કઆઉટ વિશે વાત કરતાં હોલિસ્ટિક હેલ્-ડોકટર કહે છે, દુનિયા હવે જૂની સંસ્કૃતિઓ તરફ વળી રહી છે એનો પુરાવો છે ઍનિમલ ફ્લો વર્કઆઉટ. આ એક પ્રકારનું યોગનું જ મોડિફાઇડ વર્ઝન છે. આપણા યોગમાં પણ મોટા ભાગનાં આસનો પ્રાણીઓના પોઝ પર આધારિત છે. જેમ કે ભુજંગાસન, મંડૂકાસન, મત્સ્યાસન, ગોમુખાસન, ગરુડાસન, ઉષ્ટ્રાસન, કુર્માસન. આ તો કેટલાંક ઉદાહરણો છે, પણ દરેક આસનમાં ક્યાંક ને ક્યાંક ઍનિમલ પોઝ આવે જ છે. ઍનિમલ ફ્લો વર્કઆઉટમાં યોગના મૂળભૂત સિદ્ધાંતોમાં અન્ય વર્કઆઉટ્સનું મિશ્રણ કરીને એક પ્રવાહમાં કરવાની હોય એવી સીક્વન્સ ડેવલપ કરવામાં આવી છે. જરાક જુદા સ્વરૂપે રજૂ તી હોવાી આ પદ્ધતિ પણ ફિટનેસપ્રેમીઓમાં રસ જગાવી રહી છે.
ઍનિમલ ફ્લો વર્કઆઉટનો સિદ્ધાંત
નામ પરી એટલું સમજી શકાય કે પ્રાણીઓ જેવા પોઝમાં શરીરને એક પ્રવાહિતા સો વાળવાનું આ વર્કઆઉટનું હાર્દ છે. પ્રાણીઓ હંમેશાં ચાર પગે ચાલતાં હોય છે એટલે આમાં પણ બે હા અને બે પગ પર જ ઊભા રહીને તમામ પોઝ કરવાના હોય. યોગાસન અને ઍનિમલ ફ્લો વર્કઆઉટનો સૌી મોટો ફરક આ જ છે. યોગમાં તમે બેસીને કે સૂઈને કમ્ફર્ટેબલ પોઝિશનમાં આસન પફોર્મ કરો છો, જ્યારે ઍનિમલ ફ્લો વર્કઆઉટમાં તમારે શરીરનું વજન બે હા અને પગ પર ઝીલીને જ તમામ પોઝ કરવાના છે. પાંચમું કોઈ અંગ જમીનને અડતું ન હોવાી શરીરનું વજન સંતુલિત રાખવાનું એ મોટી ચેલેન્જ છે. છેલ્લાં બે વર્ષી નરીમાન પોઇન્ટમાં સ્ટુડિયો ૨૩ અને વરલીના નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયામાં ઍનિમલ ફ્લો વર્કઆઉટ કરાવતાં સર્ટિફાઇડ ટ્રેઇનર કહે છે, આ વર્કઆઉટમાં યોગાસન, માર્શલ આર્ટ્સ અને જિમ્નેસ્ટિક્સનું મિશ્રણ કરીને વિવિધ ઍનિમલ સ્ટાઇલના પોઝ તૈયાર કરવામાં આવ્યા છે. આ કસરતનો ફાયદો એ છે કે એમાં તમારી વેઇટ-ટ્રેઇનિંગ પણ ાય છે, મસલ્સ સ્ટ્રેન્ગ્ પણ વધે છે, ફ્લેક્સિબિલિટી પણ સુધરે છે, પણ વધે છે. સ્નાયુઓ, સાંધા, સાંધાને જોડતા કનેક્ટિવ ટિશ્યુઝ, હાકડાં એમ બધાને આ વર્કઆઉટમાં ફાયદો ાય છે.
બેસિક બેબી-સ્ટેપ્સ
બાળક જન્મે ત્યારે સૌી પહેલાં જાતે ઊંધું પડતાં શીખે અને પછી હા-પગી ક્રોલિંગ કરીને ખસે છે. શરીરની તાકાત વધારવાની, બોડીનું વજન ઊંચકીને મસલ્સને કો-ઑર્ડિનેશનની તાલીમ આપવાની આ કુદરતી ક્રિયા છે. બાળક ઊંધું પડીને ફોર્વર્ડ કે બેકવર્ડ ક્રોલિંગ કરે છે એને મોડર્ન વર્કઆઉટ આર્મી-ક્રોલ કહે છે. સૈનિકો પણ દુશ્મનની નજરમાં ન ચડવા માટે જમીન પર રેંગતા-રેંગતા ચાલે છે એ પણ એક પ્રકારનો વર્કઆઉટ જ છે. ક્રોલિંગ એ ઍનિમલ ફ્લો વર્કઆઉટનું સૌપ્રમ પગયિું છે એમ જણાવતાં ડોકટર કહે છે, જો તમે ઍનિમલ ફ્લો વર્કઆઉટ શરૂ કરો ત્યારે પૂરતી ફ્લેક્સિબિલિટી અને ન હોય તો ક્રોલિંગી શરૂઆત કરવાની હોય. પહેલાં છ પગે કામ શરૂ ાય. બે પગ, બે હા અને બે ઘૂંટણનો ઉપયોગ કરીને વોક કરવાનું. ત્યાર બાદ રીંછની જેમ ચાર પગે ચાલવું, ચક્રાસન કરીને કરચલાની જેમ ચાલવું, કરોળિયા અને ઇયળની જેમ ઇંચ-બાય-ઇંચ સરકવું જેવી કસરતો શરૂ ાય. એમ કરવાી શરૂઆતમાં તો તમારા હા-પગ પર શરીરનું વજન બેલેન્સ કરવાની ક્ષમતા વિકસે. માણસ એક વાર બે પગે ચાલતો ઈ જાય એ પછીી ચાર પગે લેવાનું બંધ કરી દે છે.
જેમ-જેમ ઉંમર તી જાય એમ-એમ ફ્લેક્સિબિલિટી ઘટતી જાય છે એનું કારણ પણ આ જ છે. જો મોટા યા પછી પણ ચાલુ રાખવામાં આવે તો એનાી શરીરની ઘણીબધી મૂવમેન્ટ્સ ફ્લેક્સિબલ રહે છે. વિવિધ પ્રાણીઓની જેમ રેંગવાી સાંધા અને સ્નાયુઓ લવચીક બને છે અને મજબૂત પણ ાય છે.
ફ્લો ઑફ મૂવમેન્ટ્સ
ફન વિ ફિટનેસ ઑપ્શન આપતા ઍનિમલ ફ્લો વર્કઆઉટમાં ઉત્તરોત્તર ડિફિકલ્ટ લેવલ્સ તૈયાર કરવામાં આવ્યાં છે અને એમાં વિવિધ ઍનિમલ પોઝ ઉપરાંત એક પ્રવાહમાં સતત શરીરની હલચલ કરવામાં આવે છે. પ્રવાહિતા જાળવવા ઉપરાંત ધીમે-ધીમે આગળ વધવું મહત્વનું છે એમ જણાવતાં ડોકટર કહે છે, હા અને પગ એ બન્નેની વજન ખમવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. ડિફિકલ્ટ પોઝ દરમ્યાન માત્ર હા-પગને જ નહીં, ધડના મસલ્સને પણ કસરત મળે એ માટે સતત એક પોઝમાંી બીજા પોઝમાં બદલાવ ધીમો અને સરળ હોય એ જરૂરી છે. એમ કરવાી જે-તે સ્નાયુની સ્ટ્રેન્ગ્ અને બેલેન્સિંગમાં સુધારો ાય છે.
જરાય સહેલું ની
ઍનિમલ ફ્લો વર્કઆઉટની વાતો સાંભળીને કે પોઝના ફોટોગ્રાફ્સ જોઈને જો એવું લાગતું હોય કે આ તો સરળ છે તો એ ભૂલ છે. એ વિશે મિકી મહેતા કહે છે, મોટા ભાગના લોકો માને છે કે આમાં બીજા કોઈનું નહીં, શરીરનું જ વજન ઊંચકવાનું હોવાી એ સહેલું હશે; પણ હકીકતમાં એવું ની. તમારા બોડીની ઘણી લિમિટેશન્સ હોય છે એને ઓવરકમ કરીને તમારે બોડીને વિવિધ પોઝમાં સંતુલિત રાખવાની છે. આ વર્કઆઉટ કદીયે અનુભવી ટ્રેઇનરની ગેરહાજરીમાં ન કરવો. નહીંતર સંતુલનના અભાવે તમે મસલ્સ અને જોઇન્ટ્સને ઇન્જરી કરી બેસશો. જો તમારી જનરલ ફિટનેસ સારી ન હોય અને આ વર્કઆઉટ જો તમે પહેલી વાર શરૂ કરવાના હો તો ૪૦ વર્ષી મોટી વય ન હોવી જોઈએ.
શું કાળજી રાખવી?
- ઍનિમલ ફ્લો વર્કઆઉટનો બેસ્ટ ફાયદો જોઈતો હોય તો શું કરવું અને શું નહીં એ વિશે ટિપ્સ જોઈએ.
- આ વર્કઆઉટને અન્ય ફિટનેસ-ટ્રેઇનિંગ સો મિક્સ કરીને કરો. પિલાટેઝ, ક્રોસ-ટ્રેઇનિંગ, ફંક્શનલ-ટ્રેઇનિંગ જેવી એક્સરસાઇઝની સો કોમ્બિનેશનમાં આ વર્કઆઉટ કરવો. તમારી જનરલ ફિટનેસ સારી હોવી જરૂરી છે.
- ગો સ્લો. આ વર્કઆઉટનાં લેવલ્સ બહુ કરી નાખવાની લાય ન કરવી. ટ્રેઇનરની નિગરાનીમાં અને તમારી બોડીને સાંભળીને આ વર્કઆઉટ કરવો. આ વર્કઆઉટ તમારાં કાડાંની કસોટી કરે એવો છે એટલે જો કાડાં નબળાં હોય તો પહેલાં એને મજબૂત કરો અને પછી જ હા પર વધુ વજન આવે એવા પોઝ કરો.
- વર્કઆઉટ પહેલાં વોર્મ-અપ એક્સરસાઇઝ મસ્ટ છે.
- બોડીને હાઇડ્રેટેડ રાખો. મસલ્સને વિકસવા અને ફ્લેક્સિબલ રાખવા એને પાણી પૂરતું જોઈએ છે.
- કોઈ પણ ઉંમરની વ્યક્તિ આ વર્કઆઉટ એન્જોય કરી શકે છે, પણ બની શકે કે કેટલાક લોકોને એ માટે બોડીને તૈયાર કરતાં ોડીક વાર લાગે.
- નાનાં બાળકો માટે આ બેસ્ટ એક્સરસાઇઝ છે જે તેમની બોડીને સ્ફૂર્તિલી અને ફ્લેક્સિબલ બનાવી રાખે છે.