રાજકોટ ખાતે કરૂણા ફાઉન્ડેશન દ્વારા એનિમલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રવિવારનાં રોજ ખુબ જ મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનાં પશુઓને યોગ્ય ચિકિત્સા મળી રહે તે માટે સારવાર પણ કરાવવામાં આવી હતી. આ તકે કરૂણા ફાઉન્ડેશનનાં એનીમલ કેમ્પમાં જુનાગઢનાં ડોકટરો તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને અબોલ જીવોની સાર સંભાળ લેવા માટે પ્રયત્નો પણ હાથ ધર્યા હતા. આ તકે સંસ્થાનાં મિતલભાઈ ખેતાણી, રમેશભાઈ ઠકકર તથા એડવોકેટ કમલેશ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે, પશુઓ છે તો માનવજાત ટકેલી છે જેનાથી અબોલ પશુઓને શું તકલીફ થાય છે તે વિશે લોકોએ તેની યોગ્ય સારસંભાળ લેવી જોઈએ તે ખુબ જ જરૂરી છે.