ભારતમાં સાધુનું લોકોમાં કંઈક અલગ અને વિશિષ્ઠ સ્થાન હોઈ છે. શ્રદ્ધા રાખવી એ સારી બાબત કહેવાય પરંતુ અંધશ્રદ્ધા રાખવી એ અત્યંત ભયંકર બાબત કહેવાય. આવા જ એક પાખંડી જેનું નામ તો આસારામ હતું પરંતુ તે રામ જેવા કોઈ ગુણ ન હતા અને પોતાની જ શિષ્યા પર દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2013માં સુરતમાં નોંધાયેલા દુષ્કર્મ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સુરતમાં એક યુવતી દ્વારા નોંધાયેલી ફરીયાદ બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા આસારામને દોષિત ઠરાવવામાં આવ્યો છે. આજે સજાની જાહેરાત કરવામાં આવશે. તે કેસમાં કોર્ટે અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા છે. વર્ષ 2013માં સુરતની બે બહેનોએ આસારામ બાપુ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આ કેસમાં 7 આરોપી હતા. બાદમાં આસારામ સિવાયના તમામ છ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આસારામ હાલ જોધપુર જેલમાં બંધ છે. સેશન્સ જજ ડી.કે સોની આજે સજા સંભળાવશે.
કોની સામે નોંધાયો હતો ગુન્હો ??
આસારામ
લક્ષ્મીબેન (આસારામના પત્ની)
ભારતી (આસારામની પુત્રી)
નિર્મલાબેન લાલવાણી
મીરાબેન કાલવાણી
ધૃવીબેન બાલાણી
જસવંતીબેન ચૌધરી
આસારામને કઈ કલમો હેઠળ દોષિત ઠેરવાયા ??
આસારામને ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા 376(2)C, 377,354,342,357,506(2) કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. જ્યારે આ કેસના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
પીડિતાએ લગાવ્યા હતા આસારામ અને તેના પુત્ર પર આરોપ
આસારામે ગુરુપૂર્ણિમાના દિવસે પીડિતાને વક્તા તરીકે પસંદગી કરી હતી અને ત્યારબાદ તેણીને ફાર્મહાઉસ શાંતિ વાટિકા પર બોલાવી હતી અને કહ્યું હાથ પગ ધોઈ રૂમની અંદર બોલાવી. બાદમાં ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવાનું કહ્યું હતું.
માથામાં માલિશ કરતા સમયે આસારામે શારીરિક અડપલા શરૂ કર્યા પડિતાએ ત્યાંથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ આસારામે કહ્યું કે ‘જીતના જલદી સમર્પણ કરોગી ઉતનાહી આગે બઢોગી’ અને બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યા બાદ ત્યાંથી ધમકી આપી ભગાડી દીધી.
ત્યારે સુરતની બે બહેનોએ વર્ષ ૨૦૧૩માં નાની બહેને આસારામ અને મોટી બહેને આસારામ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. આસારામ હાલ જોધપુરની જેલમાં બંધ છે તેમને ગઈ કાલે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આજે ચુકાદો આવશે કે આસારામને શું સજા થશે !!!