અનિલને થયું કે જેકી એક ડફર એકટર છે પણ

વિધુ વિનોદ ચોપરાની કલાસિક ફિલ્મ પરિંદા જયારે અનિલ કપૂરને ઓફર થઈ ત્યારે મોટાભાઈના રોલ માટે ઓલરેડી નસી‚દીન શાહનું નામ લગભગ ફાઈનલ થઈ ચૂકયું હતુ. જોકે નસીર ત્યારે ફિલ્મ ‘ત્રિદેવ’ના શુટિંગમાં બિઝી હતા એટલે સાઈન કરી શકાયા ન હતા.

શાણા અનિલ કપૂરને ખબર પડી ત્યારે તેણે વિચાર્યું કે અગર મારા મોટાભાઈનો રોલ નસી‚દીન શાહ જેવા દિગ્ગજ અભિનેતા કરશે તો પડદા પર મા‚ં પત્તું કપાઈ જશે. હું ઝાંખો પડી જઈશ. આથી તેણે વિધુ વિનોદ ચોપરાને મસ્કા મારીને મોટાભાઈ તરીકે જેકી શ્રોફને લેવા મનાવી લીધા. તેણે પાછળથી ફોન કરીને મિત્ર જેકીને ય આંબા-આંબલી બતાડયા કે તારા માટે એક સરસ રોલ છે અંતે અનિલનું ધાર્યું થયું. ફિલ્મ પરિંદામાં નસિરના નામ પર ચોકડી લાગી ગઈ અને તેના સ્થાને જેકી ગોઠવાઈ ગયો. અનિલ મનમાં ને મનમાં મુશ્કુરાતો હતો. પરંતુ જયારે ફિલ્મ પરિંદા પડદા પર રીલીઝ થઈ ત્યારે ‘ભીડુ’ જેકી શ્રોફના અભિનયના બે મોઢે નહીં પણ ચાર મોઢે વખાણ થયા. નાનો ભાઈ અનિલ કપૂરનો પન્નો ટૂંકો પડયો ને બધી ગણતરી ઉંધી વળી ગઈ. કેમકે જેકીની તો ચોમેર પ્રસંશા થઈ જ થઈ, પરંતુ ફિલ્મની સફતાની બાકીની ક્રેડિટ નાના પાટેકર લઈ ગયો. અનિલના પાસા ઉંધા પડયા.

જેકી શ્રોફને ‘પરિંદા’ માટે બેસ્ટ એકટરનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો છે. આજે પણ જેકી અને અનિલ મળે ત્યારે પરિંદાનો જિક્ર જ‚ર થાય છે. બંને સારા મિત્રો છે. તેમણે ઘણી ફિલ્મો સાથે કરી છે. જેમાં અંદર બાહર, યુધ્ધ, કર્મા, રામ લખન, પરિંદા, કાલા બાઝાર, ૧૯૪૨- અ લવસ્ટોરી વિગેરે ફિલ્મો સામેલ છે. ફિલ્મ રામ લખનમાં પણ જેકીએ અનિલના મોટાભાઈની ભૂમિકા ભજવી હતી. મીડીયાએ બંનેને હરીફ ચીતર્યા પણ અંદર ખાતે તેઓ દોસ્ત છે. જોકે અગર અનિલે ફિલ્મી પડદે જેકીને પાડી દેવા કોઈ કાવા દાવા રચ્યા તો અત્યારે જેકીનો પુત્ર ટાઈગર શ્રોફ સુપરસ્ટાર બની ગયો છે. ત્યારે અનિલનો પુત્ર હર્ષવર્ધન કપૂર હજૂ એક સફળતા માટે ઝઝૂમી રહ્યો છે. જૈસી કરની વૈસી ભરની…

જેકીને અનિલ શેનું કોમ્પ્લેક્ષ આપતો?

જેકીને અનિલ શેનું કોમ્પ્લેક્ષ આપતો, તમને ખબર છે? જેકીને યુવાનીની શ‚આતથી જ વાળ ખરવાની સમસ્યા હતી તેને માથામાં ટાલ પડવા લાગી હતી. દર્શકોને ખ્યાલ હશે કે ફિલ્મ ‘ગર્દીશ’માં જેકીના માથે વાળ સાવ પાંખા થઈ ગયા છે. જયારે અનિલ ‘નસીબદાર’ છે. તે સેટ પર મોજથી વાળ ઓળતો જયારે જેકી વાળ ઓળે તો ત્યારે તેનો જીવ બળી જતો. જેકી લઘુતાગ્રંથી અનુભવતો. એટલે જ એકિટંગના મામલે અનિલ સામે તેનું ‘ઝનૂન’ દેખાઈ આવતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.