- બારના પ્રમુખ અર્જુનભાઇ પટેલ, પિયુષભાઇ શાહ, જયેશભાઇ બોઘરા, અંશ ભારદ્વાજ, સી.એચ. પટેલ, કમલેશભાઇ શાહ, કિરીટભાઇ પાઠક અને રૂપરાજસિંહ પરમાર સહિતના સિનિયર-જુનિયર એડવોકેટ ઉપસ્થિત રહ્યા
- તા.9 જુલાઇના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોનું રાજકોટ ખાતે સંમેલન યોજાશે
પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ – સંયોજક તરીકે રાજકોટના સિનિયર ધારાશાસ્ત્રી અને અજાત શત્રુ એવા અનિલભાઈ દેસાઈની નિમણુંક કરવામાં આવેલા જેને વિવિધ બાર એસોશીએશન અને વકીલોનો ખુબ જ બહોળો પ્રતિસાદ મળેલો છે અને આ તકે તા. 26/06/2022 ના રોજ ભાજપના કાર્યાલય, રાજકોટ ખાતે લીગલ સેલની એક મહત્વની બેઠક મળેલી અને આ બેઠક દરમ્યાન રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલ, સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહ, માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા એડવોકેટ જયેશભાઈ બોઘરા, આર્થિક સેલના સંયોજક અને એડવોકેટ માધવભાઈ દવે, લીગલ સેલ રાજકોટના સંયોજક અંશભાઈ ભારાજ, સહસંયોજક સી. એચ. પટેલ, સિનિયર એડવોકેટ સંજયભાઈ વ્યાસ, બિપીનભાઈ ગાંધી, મનિષભાઈ ખખ્ખર, કમલેશભાઈ શાહ, કિરીટભાઈ પાઠક અને રૂપરાજિસંહ પરમાર વિગેરે સહિત બહોળી સંખ્યામાં સિનિયર એડવોકેટઓ આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં આગામી તા.09/07/2022 ના રોજ રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વકિલોનું મહાસંમેલન ક2વાની ઘોષણા કરેલી અને વિવિધ ચર્ચાઓ અને નિર્ણયો લેવાયેલા. આ વકીલ મહા સંમેલન ઇ.અ.ઙ.જ. સ્વામીનારાયણ મંદિર, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
આ તકે બાર એશોસીએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલે જણાંવેલ કે, રાજકોટ બાર એશોસીએશનના તમામ વકિલો બહોળી સીંખ્યામાં હાજર રહેશે. સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહે પણ વિવિધ વકિલોના સંગઠનોને બહોળી સંખ્યામાં હાજ2 2હે તે અર્થેનું માર્ગદર્શન આપેલું, આર્થિક સેલના એડવોકેટ માધવભાઈ દવે દ્વારા જુદી – જુદી સહકારી બેંકના તમામ વકિલઓને આ કાર્યક્રમ અર્થે આમંત્રણ આપવાની જવાબદારી સ્વિકારેલ અને લીગલ સેલના સંયોજક અંશભાઈ ભારદ્વાજએ પણ લીગલ સેલના તમામ એડવોકેટોએ આ કાર્યક્રમને સફળ બનાવવા અર્થે તનતોડ મહેનત હાથ ધરશે અને રેવન્યુ બારના પ્રમુખ અને લીગલ સેલના સહ – સંયોજક સી. એચ. પટેલે પણ રેવન્યુ બા2ના તમામ એડવોકેટો પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવશે. મહિલા બાર એશોસીએશનના પ્રમુખ મહેશ્ર્વરીબેન ચૌહાણએ તમામ મહિલા એડવોકેટઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહેશે, તેવી જાહેરાત કરેલી.
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર – કચ્છના તમામ વકિલોનું મહાસંમેલન વર્ષો પછી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં થવા જઈ રહયુ હોય ત્યારે આ મહાસંમેલનને એક ઉત્સવની જેમ ઉજવવા સૌરાષ્ટ્ર – કચ્છના તમામ બાર એશોસીએશનના પ્રમુખ અને વકિલો મોટી સંખ્યામાં હાજર રહેવા અનેરો ઉત્સાહ અને વિશ્વાસ દાખવેલ છે.
આ સમગ્ર બેઠકનું સંચાલન એડવોકેટ કમલેશભાઈ ડોડીયા અને આભાર વિધી એડવોકેટ રક્ષીતભાઈ કલોલા દ્વારા કરવામાં આવેલ હતી.
આ બેઠકમાં આબિદભાઈ શોશન, જયપ્રકાશભાઈ ફુલારા, હેમાંગભાઈ જાની, પરેશભાઈ ઠાકર, રાજકોટ બાર એશોસીએશનના ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સંક્રેટરી પી. સી. વ્યાસ, ખજાનચી જીતેન્દ્રભાઈ પારેખ, કમલેશભાઈ શાહ, વિરેનભાઈ વ્યાસ, વિમલભાઈ ડાંગર, તરુણભાઈ માથુર, પ્રશાંતભાઈ પટેલ, મુકેશભાઈ પીપળીયા, સમીરભાઈ ખીરા, જીજ્ઞેશભાઈ શાહ, રાજેશભાઈ દવે, મેહુલભાઈ મહેતા, કિરીટભાઈ ગોહિલ, હેમલભાઈ ગોહિલ, મુકેશભાઈ પંડ્યા, અજયભાઈ પીપળીયા, ધર્મેશભાઈ સખીયા, જીગરભાઈ સંઘવી, ધર્મેશભાઈ 52મા2, દિલસુખભાઈ રાઠોડ, નૃપેભાઈ ભાવસાર, વિશાલભાઈ સોલંકી, અજયસિંહ ચૌહાણ, ભાવિનભાઈ વ્યાસ, ઈસ્માઈલભાઈ પરાસરા, કમલેશભાઈ ઠાકર, શિવરાજસિંહ ઝાલા, કુલદિપસિંહ જાડેજા, સંજયભાઈ 5રમાર, ચેતભાઈ આસોદરીયા, નિતીનભાઈ અમૃતિયા, પ્રશાત લાઠીગ્રા, કે. સી. વ્યાસ, પ્રણવભાઈ વ્યાસ, મોહિતભાઈ ઠાકર, દિપભાઈ વ્યાસ, હર્ષિલભાઈ શાહ, જીતેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રભાઈ ગોડલીયા, સંદિપભાઈ વેકરીયા, દિલીપભાઈ ગાંગાણી, કમલેશભાઈ રાવલ, દિનેશભાઈ પમલાણી, આશિષભાઈ શાહ, એન. આર. જાડેજા, જસ્મીનભાઈ ગઢીયા, ભરતભાઈ બદાણી, આનંદભાઈ પ2મા2, શૈલેષભાઈ વ્યાસ, વિજયભાઈ દવે, જયસુખભાઈ બારોટ, વિવેકભાઈ ધનેશા, રાકેશભાઈ ગૌસ્વામી, શૈલેષભાઈ મોરી, શૈલેષભાઈ પંડિત, દિનેશભાઈ વારોતરીયા, વિનુભાઈ વાઢેર, રીતીનભાઈ મેંદપરા, જસ્મીનભાઈ ઠાકર, વિજયભાઈ ભલસોડ તથા મહિલા એડવોકેટ સર્વે રજનીબા રાણા, મહેશ્વરીબેન ચૌહાણ, રેખાબેન લિંબાસીયા, ચેતનાબેન કાછડીયા, સ્મિતાબેન અત્રી, મિતલબન સોલંકી, શંકુતલાબેન પરમાર, રશમીતાબેન રાવ, નેહાબેન જોષી, પન્નાબેન ભુત, સ્તુતીબેન ત્રિવેદી, રાજવીબેન પટેલ, ધારાબેન અકબરી, પીયુબેન સોલંકી, હેતલબેન રાજદેવ, નમ્રતાબેન ભદોરીયા સહિતના તમામ હોદેદારો, સિનિયર તથા જુનિયર એડવોકેટો વિગેરે હાજર રહેલા હતા.