શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી એક મહિનો ચાલશે
જૈન વિઝન દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણી એક મહિના સુધી ચાલનાર છે. મહિના દરમ્યાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક, સાહિત્યના કાર્યક્રમો યોજાશે. ગઈકાલે જૈન વિઝનના ઉપક્રમે જૈન સોશ્યલ ગ્રુપ, રાજકોટના તમામ ગ્રુપો તથા જૈન સંસ્થાઓના હોદેદારોની એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ બાર એસોસીએશનના વરાયેલા પ્રમુખ અનિલભાઈ દેસાઈનું સન્માન કરવામાં આવેલ હતું. જૈન વિઝન દ્વારા અનિલભાઈ દેસાઈનું શાલ અને પુષ્પહાર અર્પણ કરીને સન્માન કરાયું હતું.
આ તકે જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠે જણાવ્યું હતું કે, રાજકોટમાં અગાઉ ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કલાકોમાં થતી હતી પણ હવે મહિનાભર ઉજવણી કરવામાં આવી રહી છે તે માટે જૈન વિઝનને શુભેચ્છા. આવા કાર્યો હંમેશા ચાલુ રાખજો. તન, મન અને ધનથી સાથ આપીશું. તેમણે જૈન વિઝનની ટીમને બિરદાવી હતી. આ તકે જાણીતા જૈન અગ્રણી પિયુષ મહેતાએ જૈન વિઝનની બધી પ્રવૃતિને બિરદાવી હતી અને સાથે જણાવ્યું હતું કે, જૈન વિઝન દ્વારા ધો.૧૦ અને ૧૨ના જૈન વિદ્યાર્થીઓનું બહુમાન અને શુભેચ્છા કાર્યક્રમ યોજાય તેવી શુભેચ્છા આપી હતી.
ઉપેનભાઈ મોદીએ અનિલભાઈ દેસાઈનો પરિચય આપ્યો હતો. જૈન અગ્રણી નિલેશભાઈ શાહે આગામી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક પર્વની ઉજવણી માટે શુભેચ્છા પાઠવી હતી. જૈન વિઝનના મયુર શાહે જણાવ્યું હતું કે, અનિલભાઈ દેસાઈ અને કમલેશ શાહના વખાણ કરતા જણાવ્યું કે, જૈન સમાજના કોઈપણ કાર્યો માટે રાત્રે ગમે ત્યારે ઉઠાડો તો તન, મન, ધનથી સેવામાં હાજર થઈ હોય છે. આ પ્રસંગે જૈન સોશ્યલ ગ્રુપ મેઈનના ચેતન કામદાર, ભાવેશ મહેતા, જૈન સોશ્યલ ગ્રુપના રાજેશ મોદી, હર્ષદ મહેતા, પ્રશાંતભાઈ, જૈન સોશ્યલ ગ્રુપ મીડટાઉનના મેહુલ દામાણી, નિલેશ શાહ, જૈન સોશ્યલ ગ્રુપ રોયલના જીજ્ઞેશ મહેતા, મેહુલ શાહ, જૈન સોશ્યલ ગ્રુપ એલીટના ઉદય ગાંધી, જતીન શેઠ, જૈન સોશ્યલ ગ્રુપ-દિગંબરના જીતુભાઈ લાખાણી, સેન્ટ્રલના રોહિત પંચમીયા, ઉદય દોશી સહિતના અન્યોએ અનિલભાઈ દેસાઈને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને બહુમાન કરેલ હતું.
આ તકે જૈન વિઝનના સમગ્ર પ્રોજેકટની માહિતી ધીરેન ભરવાડાએ આપી હતી. કાર્યક્રમનું સંચાલન રજત સંઘવી તથા આભારવિધિ બ્રિજેશ મહેતાએ કરી હતી. આ પ્રસંગે અલ્પેશ ગોસલીયા, પ્રતાપ વોરા, પિયુષ મહેતા, કમલેશ શાહ, નરેન્દ્રભાઈ દોશી, જેનીશ અજમેરા, વિભાશ શેઠ, નિલેશ ભાલાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના મિલન કોઠારી, ભરત દોશી, આશીષ ગાંધી, ધીરેન ભરવાડા, રજત સંઘવી, બ્રિજેશ મહેતા, ધ્રુમીલ પારેખ, લાલજી ઘેલાણી, જય કામદાર, વિપુલ મહેતા, મૃનાલ અવલાણી, હેમાંશુ મહેતા, વિનય જસાણી, મિલન મહેતા, હિતેશ મણીયાર, નિતીન મહેતા, રાજેશ મોદી, હિરેન સંઘવી, મનીષ પારેખ સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.