કાળીપાટ ડબલ મર્ડર, અમરેલીની અદિતી અને જામનગરના એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે અને રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે પ્રશંસનીય ફરજ બજાવી’તી

રાજકોટ જિલ્લા સરકારી વકીલ ઉપરાંત અનેક મહત્વના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે અને સૌરાષ્ટ્રના અનેક ચકચારી કેસમાં સરકાર તરફે સ્પેશ્યલ પીપી તરીકે ફરજ બજાવી ચુકેલા અનિલભાઇ દેસાઇની ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યા કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ઠેબચડાના લખધિરસિંહ નવુભા જાડેજાની ગત જાન્યુઆરી માસમાં ૨૧ જેટલા કોળી શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરપીણ હત્યા કર્યાનો ગુનો આજી ડેમ પોલીસ મથકમાં નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટના હુકમ બાદ પોતાની જમીન પર ગયેલા લખધિરસિંહ જાડેજાની પોલીસની હાજરીમાં થયેલી હત્યાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાડી છે.

ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ૧૫ જેટલા શખ્સોની ધરપકડ કરી છે અને ચાર શખ્સો વોન્ટેડ છે.

ઠેબચડાના લખધિરસિંહ જાડેજાની હત્યા કેસમાં અનિલભાઇ દેસાઇની સ્પેશ્યલ પીપી તરીકે સરકાર દ્વારા નિમણુંક કરવામાં આવી છે. આનિલભાઇ દેસાઇ રાજકોટ જિલ્લા સરકારી વકીલ તરીકે સાત વર્ષ સુધી ફરજ બજાવી છે. આ ઉપરાંત તેઓએ અમરેલીના અદિતી હત્યા કેસ, ધારીના ફોરેસ્ટ ઓફિસરના ખૂન કેસમાં, કાળીપાટ ડબલ મર્ડર અને જામનગરના એડવોકેટ કીરીટ જોષી સહિત અનેક ચકચારી કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે પ્રસંશનીય ફરજ બજાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.