મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ કાયદાની ચુંગલમાં ફસાઈ રહ્યા છે. ED (Enforcement Directorate)એ તેની સામે મની લોન્ડરિંગનો કેસ દર્જ કર્યો છે. EDએ આ કેસના આધાર તરીકે CBI દ્વારા જે તાપસ કરવામાં આવી હતી, તે પુરાવા પર કાર્યવાહી કરી છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર મળેલા વિસ્ફોટક સામાનો અને મનસુખ હિરેન હત્યા કેસના આરોપી સચિન વજેને સુરક્ષા આપી હતી. આ ઉપરાંત મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો.
હાઈકોર્ટની મંજૂરી બાદ CBIએ આ કેસમાં તપાસ શરૂ કરી હતી. એપ્રિલમાં CBIએ ભ્રષ્ટાચારના આરોપો પર દેશમુખ વિરુદ્ધ FIR દાખલ કરી હતી. અનિલ દેશમુખે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે NCP કોટાથી મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી હતા.
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, ‘તત્કાલીન ગૃહમંત્રી અનિલ દેશમુખે એન્ટિલિયા અને મનસુખ કેસમાં આરોપી પોલીસ અધિકારી સચિન વાઝેને સુરક્ષા આપી હતી. દેશમુખે મને દર મહિને મુંબઈથી 100 કરોડ રૂપિયા વસૂલવાનું કહ્યું હતું.’