વિવિધ વકીલ મંડળનો ટેકો: ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા સમરસ પેનલનો વિજય નિશ્ર્ચિત: સોમવારે મતદાન બાદ સાંજે પરિણામ જાહેર
રાજકોટ બાર એસોસિએશનની પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગ એક તરફી બની ગયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ગત વર્ષે વન બાર વન વોટના નિયમની કાનૂની ગુચના કારણે ચૂંટણી યોજવામાં આવી ન હતી.
હાઇકોર્ટના માર્ગ દર્શન હેઠળ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થતા ભાજપ લીગર સેલ સાથે જોડાયેલા ધારાશાસ્ત્રીઓએ સમરસ પેનલ બનાવી અનિલભાઇ દેસાઇની પેનલ તૈયાર કરતા તેઓને જબ્બર સમર્થન મળ્યું હતું તેઓની પેનલના ત્રણ હોદેદારો બીન હરિફ થતા સમગ્ર ચૂંટણી જંગ એક તરફી બની ગયો છે. સમરસ પેનલના ઉમેદવારો ‘અબતક’ મિડીયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે તમામ ઉમેદવારોએ પોતાનો વિજય નિશ્ર્ચિત ગણાવ્યો હતો.
અનિલભાઇ દેસાઇની સમરસ પેનલના સેક્રેટરી પદના ઉમેદવાર દિલીપભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર ‚પરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્ર્વિન ગોસાઇ બીન હરિફ જાહેર થયા છે. બાર એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્ય માટે જ યોજાનાર છે.
અને તેમા પણ અનિલભાઇ દેસાઇની સમરલ પેનલને રેવન્યુ બારના પ્રમુખ સી.એચ.પટેલ, કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા, મહિલા બારના પ્રમુખ અમિતાબેન સીપ્પી, ક્રિમીનલ બારના પ્રમુખ તુષાર બસલાણી ભાજપ લીગર સેલના હિતેશ દવે, બળવંતસિંહ રાઠોડ, પિયુશ શાહ, અભય ભારદ્વાજ, લલીતસિંહ શાહી, જયદેવ શુકલ, એસ.કે.વોરા અને કમલેસ શાહએ સમર્થન આપી સમરલ પેનલ બહુમતી સાથે વિજેતા બનાવવા અનુરોધ કર્યો છે.
પ્રમુખ પદના ઉમેદવાર અનીલ દેસાઈ
દેસાઇ અનીલકુમાર આર. સૌરાષ્ટ્રમાં ૩૪ વર્ષથી સીવીલ, રેવન્ફુ અને ફોજદારી ક્ષેત્રે વકીલાત કરી સારી નામના મેળવેલ છે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ,સેક્રેટરી સહીતના હોદાઓ પર જંગી બહુમતિથી ચુંટાયેલા તેઓ રાજકોટ જીલ્લા સરકારી વકીલ, પબ્લીક પ્રોસીકયુટર તરીકે ખુબજ પ્રસંસનીય કામગીરી સંપૂર્ણ નિષ્ઠા અને પ્રમાણીકતાથી બજાવેલ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના ખુબ જ ચકચારી સંખ્યાબંધ કેસોમાં રાજય સરકાર દ્વારા ખાસ સ્પેશ્યલ પબ્દીક પોસીકયુટર તરીકે નિમણુંક કરેલ છે. હાલ બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદ માટે ઉમેદવારી નોધાયેલ છે.
ઉપપ્રમુખપદના ઉમેદવાર સી.એચ.પટેલ
ચુંટણીમાં ઉપપ્રમુખના હોદા માટે રાજકોટ રેવન્યુ બારના સફળ પ્રમુખ ચંદ્રેશ એચ.પટેલે સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવીછે.રેવન્યુ બાર એસો.ના તમામ સભ્યો સી.એચ.પટેલને જંગી બહુમતીથી જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને જંગી બહુમતીથી જીતશે એવો વિશ્ર્વાસ પણ વ્યકત કરેલ છે. તે ઉપરાંત નોટરી બાર એસો., એમ.એ.સી.પી. બાર એસો. ક્રિમીનલ બાર એસો. લેબર બાર એસો., મહિલા બાર એસો. વિગેરે એસોસીએશનનો સાથે સતત સંકળાયેલ હોય તમામ એસોસીએશનના દરેક હોદેદારોએ જંગી બહુમતી થી જીતાડવા નિર્ધાર કરેલ છે.
કારોબારી ઉમેદવાર
વિમલ ડાંગર
વિમલ સુરેશભાઈ ડાંગર છેલ્લા નવ વર્ષથી રેવન્યુ પ્રેકટીસ કરે છે. રાજકોટમાં જન કલ્યાણ ટ્રસ્ટ-મવડી પ્લોટ, ક્રિષ્ના ફાઉન્ડેશન, ચામુંડા ચેરીટેબલ ટ્રસ્ટ જેવી અનેક સામાજીક સંસ્થામાં ટ્રસ્ટી તરીકે સેવા આપ છું. લીગલ સેલમાં કારોબારી સભ્ય છું તેમજ રાજકોટ રેવન્યુ બારમાં સક્રિય છું અને રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં પેનલ એડવોકેટ તરીકે ફરજ બજાવુ છું અને હાલ રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.
રોહિતભાઈ બી.ધીયા
રોહિતભાઈ બી.ધીયા છેલ્લા ૨૫ વર્ષથી કોર્ટમાં ફોજદારી ક્ષેત્રે પ્રેકટીસ કરી રહેલ છે. બાર એસોસીએશનની ચુંટણીમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલી છે.
પીપળીયા અજય ધી‚ભાઈ
અજય ધી‚ભાઈ પીપળીયા શહેરમાં ૧૦ વર્ષથી વકીલાત કરે છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.
સંજયભાઈ જોષી
સંજય જે.જોષી છેલ્લા ૧૫ વર્ષથી વકીલાત કરી રહ્યા છે. બારમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી.
એન.જે.પાનોલા
રાજકોટ બાર એસોસીએશનની સમરસ પેનલના એન.જે.પાનેલાએ ઉમેદવારી નોંધાવી છે. સીનીયર તથા જુનીયર વકીલોનો ટેકો મળી રહેલ છે તથા ક્રિમીનલ બાર, લેબર બાર, લેડીઝ બાર, ઈન્કમટેકસ બાર, કલેઈમ બાર, રેવન્યુ બાર બહોળી સંખ્યામાં પ્રતિસાદ મળેલ છે.
આનંદ ભરતભાઈ પરમાર
આનંદ ભરતભાઈ પરમાર સને ૨૦૦૮થી રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. બાર એસોસીએશનના સંગઠન મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સેવા આપી રહેલ છે. બાર એસોસીએશનની કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.
વિપુલ અનિલકુમાર રાણીંગા
વિપુલ અનીલકુમાર રાણીંગા રાજકોટ જીલ્લામાં છેલ્લા ૧૦ વર્ષથી વકિલાત કરી રહેલ છે.
સરધારા એન્જલ એસ.
સરધારા એન્જલ એસ.રાજકોટ શહેરમાં ૮ વર્ષથી સીવીલ, રેવન્યુ અને ફોજદારી ક્ષેત્રે વકીલાત કરી સારી નામના મેળવેલ છે. બાર એસોસીએશનની કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલી છે.
પીયુષ ડી.ઝાલા
ધારાશાસ્ત્રી પિયુષ ડી.ઝાલાએ વર્ષ ૨૦૧૧થી જુનીયર એડવોકેટ તરીકે વકીલાતની શ‚આત કરેલી. તમામ વકીલ મિત્રો સાથે ખુબ જ મળતાવળો સ્વભાવના કારણ બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલી છે.
મિનાક્ષી ત્રિવેદી
રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે ધારાશાસ્ત્રી મિનાક્ષી કિશોરચંદ્ર ત્રિવેદીએ ઉમેદવારી નોંધાવી છે.