મુંબઈમાં ખરીદેલા સ્પેકટ્રમનો ૨૧ કરોડ રૂ.નો હપ્તો ચૂકવવામાં આરકોમ નિષ્ફળ જતા ડોટે નોટિસ આપી
રિલાયન્સ કોમ્યુનિકેશન (આરકોમ)ના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થાય તેવા સમાચારો ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ (ડોટ)માંથી મળી રહ્યા છે. ડોટે આરકોમને તાજેતરના સ્પ્રેકટ્રમના બાકી હિસાબો વસુલવા નોટીસ આપી છે આ માટે આરકોમે આપેલી બેંક ગેરંટી પણ વસુલવા ડોટે તૈયારી કરી છે આ પહેલા વિક્રેતાઓને આપવાની રકમ ન ચૂકવવા બદલ અનિલ અંબાણીને જેલમાં મોકલવાની માંગ પણ થઈ હતી.
આ અંગે ડોટના એક અધિકારીએ જણાવ્યું હતુ કેરકોમ પાસે લેણા નીકળતા ૨૧ કરોડ રૂ.ની ચૂકવણી માટેનો છેલ્લો દિવસ ૧૩મી માર્ચ હતો. તેમાં વધારાના ૧૦ દિવસો ગ્રેસના આપવામાં આવે છે. પરંતુ આ સમયગાળા દરમ્યાન આરકોમે અમારી લેણી નીકળતી રકમ ચૂકવવામાં નિષ્ફળ નીવડતા અમારા વિભાગે ટેલકોને શો કોઝ નોટીસ આપી છે. આ શો કોઝનો નોટીસનો જવાબ ૨૦ દિવસમાં આપવા તાકિદ કટાય છે.
આ અંગે અધિકારીએ વધુમાં જણાવ્યું હતુ કે આરકોમ ડોટને ચૂકવવાની રકમ આપવા નિષ્ફળ નીવડશે તો તેને અપાયેલું સ્પેકટ્રમ પાછુ ખેંચી શકે છે. આ સ્પ્રેકટ્રમ મુંબઈમાં ૮૦૦ મેગાહર્ટઝનો બેન્ડ છે અને ૨૦૧૫માં આરકોમે ખરીદયો હતો. હાલમાં આરકોમ દ્વારા આ સ્પેકટ્રમ રિલાયન્સ જીઓ ઈન્ફોકોમને શેરીંગ કરાર હેઠળ ઉપયોગમાં લેવા માટે આપવામાં આવ્યો છે. જો આ સ્પેકટ્રમને ડોટ પાછો ખેંચી લેશે તો તે બાદ આરકોમને કદી સ્પેકટ્રમ આપશે નહી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આરકોમ ૪૦ હજાર કરોડથી વધુના દેવામાં ડુબેલી છે. આઠ વર્તુળોમાં સિસ્ટેમા શ્યામ ટેલિસર્વીસીસ પાસેથી ખરીદેલા ૮૦૦ મેગાહર્ટઝ બેન્ડના સ્પેકટ્રમ માટે આરકોમે એપ્રીલમાં ૨૮૧ કરોડ રૂ.ના બીજા હપ્તાની ચૂકવણી કરવાની છે. ગંભીર નાણાંકીય દબાણમાં આવી ગયેલી આરકોમે ૨૦૧૭ના અંતમાં તેની વાયરલેસ સેવાઓ બંધ કરી દીદી છે. જેથી સ્વીડનની એરીકસન કંપનીએ ૧૯ માર્ચ સુધીમાં રૂ. ૪૫૩ કરોડ ચૂકવવા માટે દબાણ કરી રહી છે. આ રકમની ચૂકવણી આરકોમ નહી કરી શકે તો સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ માસની જેલની સજા કરવાનો હુકમ કર્યો હોય અનિલ અંબાણીને જેલમાં જવું પડે તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે.
ડોટના અન્ય અધિકારીએ જણાવ્યું હતુ કે સ્પેકટ્રમની ચૂકવણી સાચી છે.ગ્રેસનો સમયગાળો પૂર્ણ થયા પછીની રકમની માંગણી માટે અમારે પગલા લેવા પડશે સ્પેકટ્રેમ ખરીદી શકતા નથી અને તેના માટે સરકારને ચૂકવતા પણ નથી તે ચાલી શકે નહી માર્ચ ૨૦૧૫માં સરકારે કરેલી હરાજીમાં ભારતી એરટેલ, વોડાફોન, આઈડીયા અને જીયોએ ખરીદેલા સ્પેકટ્રમની રકમ ચૂકવી આપી છે.
પરંતુ આરકોમ સ્પેકટ્રેમની રકમ ચૂકવી શકી ન હોય તેની સામે ડોટ કાર્યવાહી કરના‚ છે. આ માટે સરકારે આરકોમે આ ખરીદી માટે આપેલી ૧૯૨ કરોડ રૂ.ની બેંક ગેરંટી સ્થગીત કરી દીધી છે. જેનો ઉપયોગ ૨૧ કરોડ રૂ.ની બાકી રકમના હિસાબ કરવામાં આવનારો છે.
ડોટ પાસે આરકોમની બે હજાર કરોડ રૂ.ની બેંકની બાંહેધરી પણ છે જેની અપીલ ટ્રીબ્યુનલના હુકમ છતા પણ પરત આપવામાં આવી નથી. ડોટે ટેલીકોમ વિવાદોના સમાધાન અને અપીલ ટિબ્યુનલના તાજેતરનાં હુકમ સામે સુપ્રીમ કોર્ટમાં જવા વિચારી રહી છે. ટિબ્યુનલે એક અપીલની સુનાવણીમાં આરકોમે એક વખત સ્પેકટ્રમ ચાર્જ તરીકે આપવામાં આવેલી બે હજાર કરોડ રૂ.ની બેંક ગેરંટી પરત કરવાનો નિર્ણય કર્યો હતો.