કોપીરાઈટ નિયમ: પિતાના લેખો પ્રકાશન કરવા અમિતાભ અનધીકૃત
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના પિતા હરિવંશરાય બચ્ચનના વ્યવસાયમાંથી હક ગુમાવી દેતા ગુસ્સે થયા છે. પિતાના મૃત્યુના ૬૦ વર્ષ બાદના કોપીરાઈટ એકટ ૧૯૫૨ મુજબ લેખકના મૃત્યુ બાદ તેના કામને પ્રકાશિત કરવા પર કોપીરાઈટનાં નિયમોની તલવાર લટકે છે.
મૃત્યુના ૬૦ વર્ષ સુધી જ લેખકના લેખો પ્રકાશિત થઈ શકે છે. આ મામલે અમિતાભનું કહેવું છે કે આ ૬૦ વર્ષની સમયમર્યાદા શા માટે ?, કોણે નિર્ધારીત કરી ?, મધુશાલા, અગ્નીપથ, રુકે ના તું, હિમ્મત કરને વાલો કી હાર નહીં હોતી જેવા લેખો મોજુદ છે.
કોપીરાઈટના નિયમોને બીગ બી અર્થહીન માને છે. હું આ નિયમોથી નામંજુર છું અને પ્રતિકાર કરીશ અને તેની સામે લડત પણ કરીશ.
કારણકે મારો વારસો મારો અધિકાર છે. તેમનું લખાણ તેમનું જ છે પરંતુ વારસા તરીકે તેમના લખાણ મા‚ છે. માટે હું તેને વ્યર્થ જવા દઈશ નહીં. એન્ગ્રી યંગ મેન અમિતાભે આ મામલે બ્લોગ લખીને કડક શબ્દોમાં કહ્યું હતું કે હું વિલિયમ સેકસપિયર, મિસ્ટર બિથોવેન અથવા ગુ‚દેવ રવિન્દ્રનાથ ટાગોરના લખાણમાં કોપીરાઈટ નથી.
કારણ કે તેમના વારસાને અધિકારોની તક મળી નથી માટે હું લડત આપીશ.