કાશ્મીરમાં સામાન્ય બની રહેલા જનજીવની રઘવાયેલા આતંકવાદી તત્ત્વો નિર્દોષ નાગરિકો પર હુમલા કરીને સ્થિતિને અશાંત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે
જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબુદી બાદ ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડતી જાય છે. ત્યારે કાશ્મીર ખીણમાં હજુ આતંકના ઓછાયા હજુ બરકરાર હોય તેમ રઘવાયેલા બનેલા આતંકવાદીઓએ સફરજનના પંજાબી વેપારી અને છત્તીસગઢના રહેવાસી મજુરને ઘાટીમાં અલગ-અલગ રીતે મોતને ઘાટ ઉતારી દઈને કાશ્મીરમાં ફરીથી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આતંકીઓએ ઓછામાં ઓછાં ત્રણ નાગરિકોની હત્યા કરી ઘાટીમાં જનજીવન સ્થળે પાડવાની પ્રક્રિયામાં અવરોધ ઉભો કરીને ખીણમાંથી સફરજનની ગાડીઓ ભરવાની કવાયત સામે ચેતવણીરૂપ ધાક બેસાડવા માટે પ્રયાસ કર્યો છે. આતંકીઓએ અલગતાવાદીઓના ઈશારે લોહી રેડવાનું જારી રાખ્યું છે.
કલમ-૩૭૦ની સમાપ્તી અને કાશ્મીરના વિકાસ માટે અવરોધરૂપ રાજ્યના ખાસ દરજ્જાની સમાપ્તી સાથે કાશ્મીરને મુખ્ય પ્રવાહમાં ભેળવવા માટેના પ્રયાસોથી હતાશ થઈ ગયેલા અલગતાવાદીઓ હજુ ખીણ દહેશત ફેલાવવા માટે હવાતીયા મારી રહ્યાં છે. આતંકીઓએ જેની હત્યા નિપજાવી છે તેવા પંજાબના ચરણજીતસિંહે સોફિયા જિલ્લામાં ધંધાના કામ સબબ આવ્યા હતા. જ્યારે છત્તીસગઢના બસોલીથી મજૂરી કામ માટે આવેલા કુમાર સાગરને પુલવામાં મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ હુમલામાં પંજાબના વેપારી અરૂણજીતસિંહના સહયોગી સંજીવસિંહ પણ ગંભીર રીતે ઘાયલ યો હતો.
આ હુમલાની વિગતો આપતા ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે, છત્તીસગઢના મજુરો પર રસ્તા પર જ હુમલો થઈ ગયો હતો. બે આતંકવાદીઓએ કરેલા ધાણીફૂટ ગોળીબારમાં છત્તીસગઢના મજુરોની હત્યા થઈ હતી. કાકાપુરા રેલ્વે સ્ટેશન પુલવામાં પર થયેલા આ હુમલા બાદ સોમવારે રાજસની આવેલા ટ્રક ડ્રાઈવરની સોપરના શ્રીમાલ ગામમાં હત્યા થઈ હતી.
આ આતંકવાદી હુમલાઓમાં એક શંકાસ્પદ પાકિસ્તાની નાગરિક હોવાનું જાણવા મળ્યું છે. તેણે દક્ષિણ કાશ્મીરમાં ફળોના ગોદામ પાસે વાહનોને આગ ચાંપી દીધી હતી. અલગતાવાદીઓએ કાશ્મીર બહારી આવતા વ્યાપારીઓ અને ટ્રક ડ્રાઈવરોને કાશ્મીરમાં માલ ન લેવા અને ખટારાઓ ન ભરવા ધમકી આપી હતી અને ૭૨ કલાકમાં પણ ચાલ્યા જવા કહ્યું હતું.
રાજસનના કોટાથી ટ્રક લઈને આવેલા આનંદકુમાર રસ્તામાં હતા ત્યારે તેમણે આ સમાચાર સાંભળ્યા હતા. તેમણે ટ્રક અડધે રસ્તેથી જ પાછો વાળી લીધો હતો અને સુરક્ષા જવાનોને પોતાનો અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે હું હમણાં જ કાશ્મીરમાંથી પાછો જઈ રહ્યું છે. જીંદગી કરતા ધંધાનું મહત્વ ન હોય તેમ તેણે સોફિયાનમાં જણાવ્યું હતું અને એક વ્યાપારીએ કહ્યું હતું કે તે દક્ષિણ કાશ્મીરમાં ગયા અઠવાડિયે ફળ ભરવા આવ્યો હતો. પરંતુ હવે તેનો વિચાર બદલ્યો છે. પરિવાર અને પોતાની સલામતિ અનિવાર્ય છે જો મારો ખટારો આજ ભરવામાં નહીં આવે તો હું લાંબો સમય અહીં રોકવવાનો નથી. ફળ ઉત્પાદક બાગાયતદાર ખુરશીદ અહેમદે જણાવ્યું હતું કે, આ હિંસા પરી એવું સ્પષ્ટ લાગે છે કે, આતંકીઓ ની ચાહતા કે કાશ્મીર ઘાટીમાં સ્થિતિ રાબેતા મુજબ થાય અમે ખેડૂતો અમારો માલ બહાર મોકલવા માટેની તૈયારી કરી રહ્યાં છીએ. અમે ઓગસ્ટ મહિનામાં જ સુથી પેટે રૂપિયા લઈ લીધા છે અને હવે અમે જ્યારે અમારો માલ તૈયાર કરીને ખટારાઓમાં ભરી નિકાસ કરવાની તૈયારી કરી રહ્યાં છીએ ત્યારે આ ઘટનાઓ સામે આવી રહી છે.
કાશ્મીર ખીણમાં શરૂ થયેલી આ હિંસાની ઘટનાઓ માટે જવાબદાર ૧૫ શખ્સોને ઓળખી લેવામાં આવ્યા છે બે દિવસ પહેલા ટ્રક ડ્રાઈવર શરીફ ખાનની હત્યા ઈ હતી. સોમવાર સુધીમાં બે નિર્દોષોની હત્યા કરીને આતંકવાદીઓ કાશ્મીરની વ્યાપાર પ્રવૃત્તિઓને ઠપ્પ કરી દેવાનો મનસુબો જાહેર કર્યું છે પરંતુ આ પરિસ્થિતિ છતાં મોટાભાગના વ્યાપરીઓએ ધંધા બંધ કરી પીછેહઠ કરવાનો ઈન્કાર કરી દીધો છે. વ્યાપારીઓની આ હિમ્મતી સુરક્ષાદળો અને તંત્ર પણ આફરીન બન્યું છે.