૩૦૦થી વધુ ઉદ્યોગકારોએ એકસ્પોમાં લીધો ભાગ: ઈન્ડસ્ટ્રીના વિકાસ માટે પ્રયાસ
રાજકોટ એન્જીનીયરીંગ એસો. દ્વારા એનએસઆઈસી ગ્રાઉન્ડ ખાતે ચાર દિવસીય ઈન્ડસ્ટ્રીયલ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ જેટલા ઉદ્યોગકારોએ ભાગ લીધો છે. આ એકસ્પોમાં દેશ વિદેશથી મુલાકાતીઓ ઉમટી પડયા હતા.
પંકજ તીલકએ જણાવ્યું હતુ કે એન્જી. એસ્પો. આંબાલાલભાઈ , મહેન્ભાઈએ આયોજન કર્યું છે. તે અદભૂત છે. ઈન્ડસ્ટ્રી માટે આવા એકઝીબીશન થવા જોઈએ જેથી લોકોને જાણવા મળે છે. કોણ શું બનાવે છે. કેવી રીતે બનાવે છે. તેને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. આવા એકઝીબીશનથી મેન્યુફેકચરરને ગ્રાહક મળી રહે છે. લોકોને પણ નવી જાણકારી મળી રહે છે. તેમજ મુલાકાતીઓને પણ ફાયદો થાય છે. અમે ઈન્ડસ્ટ્રીઓને મદદરૂપ થવા સામે ચાલીને કહીએ છીએ.
મહેન્દ્રભાઈએ કહ્યું હતુ કે અમે સતત ૪ વર્ષથી અમદાવાદમાં એન્જી. એસ્પોનું આયોજન કરી રહ્યા છીએ ૫મા વર્ષમાં રાજકોટ ખાતે રાખ્યું છે. આ એસ્પો માટે અમે સબ્જેકટીવ ડોમ રાખ્યા છે. દરેક વિષય પ્રમાણે ઉદ્યોગકારો મળી શકે જેમાં પ્લાસ્ટીક, મશીનરી, ડેટ્રકશન , વેલ્ડીંગ જેવા અનેક સ્ટોલ છે. એકઝીબીશનમાં કુલ ૩૦૦ સ્ટોલ છે. જેમાં ૫૦% ભાગ લેનારા ગુજરાતના છે ૫૦% ગુજરાત બહારથી આવેલા છે. આ એકઝીબીશનથી દરેક પોતાના ગ્રાહકો સાથે રૂબરૂ મળી ને ફાયદો લઈ શકે છે. તેનાથી તેઓની પ્રગતી થશે. મુલાકાતીઓએ પણ ખૂબ મોટા પ્રમાણમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલું છે. આ એકઝીબીશનથી રાજકોટને મોટો ફાયદો થશે.
રાજકોટ એન્જી. એસો.જોઈન્ટ સેક્રેટરી નરેન્દ્રભાઇ, પાંચાણીએ કહ્યું હતુ કે રાજકોટ ખાતે એન્જી. એસો.નું આયોજન ખૂબ આવકારદાયક છે. રાજકોટ એન્જી. એસો.નો ખૂબ મોટો ફાળો આપ્યો છે. જીગરભાઈએ ખૂબ મહેનત કરી છે. આટલુ સરસ અને ૩૦૦થી વધારે એકઝીબીટર અહી હોય તો મોટો ફાયદો લઈ શકાય ગુજરાત અને બહારથી પણ મુલાકાતીઓ આવ્યા છે.તેઓનું અમે સ્વાગત કરીએ છીએ અને રાજકોટ-ગુજરાતના ઉદ્યોગકારોને ફાયદો થાય તેવી શુભકામના આપીએ છીએ.