આમ આદમી પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન સી.વાય.એસ.એસ. દ્વારા મુખ્યમંત્રીને આવેદન પાઠવી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12 પાસ કરી સ્નાતક થવા માટે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીીઓને ટેક્નિકલ જ્ઞાન મળી રહે એ હેતુ ‘નમો’ ટેબ્લેટ યોજના મુજબ દરેક વિદ્યાથઓને રૂપિયા 1000માં ટેબ્લેટ આપવામાં આવી રહ્યાં હતાં.
પરંતુ હાલમાં રાજ્યની કેટલી એવી યુનિવર્સિટીઓ છે કે જેમાં નમો ટેબ્લેટના નામ આશરે દોઢ વર્ષ પહેલા દરેક લાભાર્થી પાસેથી યુનિવર્સિટીઓ થકી રાજ્ય સરકારે 1000 લીધા છે. પરંતુ હજુ વિદ્યાર્થીઓ ટેબ્લેટ વંચિત છે.
દોઢ વર્ષ પહેલા રૂા1000 ચૂકવનાર રાજુલાના વિદ્યાર્થીઓને હવે તો ટેબ્લેટ આપો : સી.વાય.એસ.એસ.
રાજ્ય સરકાર દ્વારા લાભાર્થી પાસે 1000 રૂિ5યા લીધા છે તે વિદ્યાર્થીને ટેબ્લેટ આપવામાં આવે અને રાજ્ય સરકાર જો ટેબ્લેટ આપવામાં સક્ષમ ન હોય તો તે વિદ્યાર્થીને વ્યાજ સાથે પૈસા આપો, રાજ્ય સરકારને ‘છાત્ર યુવા સંઘર્ષ સમિતિ’ તરફથી 30 દિવસમાં આ અંગે સચોટ વિદ્યાર્થી હિતમાં નિર્ણય લો નહિતર ગુજરાતભરમાં આંદોલનો કરીશું તેવી ચીમકી આપવામાં આવી છે.