પોરબંદરનું વહીવટીતંત્ર કોરોના વેકસીન અંગેની કામગીરીમાં ખૂબ જ વ્યસ્ત બની ગયું છે. બે દિવસમાં ચા વાળા અને પાનવાળા સહિતના સુપર સ્પ્રેડર હોય તેવા લોકોને કોરોના વેકસીન આપી દેવાઈ છે. પરંતુ પત્રકારોને યાદ ન કરાતા પત્રકારોમાં રોષ જોવા મળે છે. પોરબંદર શહેરમાં જાણે કે કોરોના વેકસીન આપવાની હરીફાઈ ચાલતી હોય તેમ એક જ દિવસમાં 94 જગ્યાએ અનેક સંસ્થાઓની મદદથી હજારોની સંખ્યામાં કોરોના વેકસીન આપી દેવાઈ છે. આ વેકસીનની કામગીરીમાં ખરેખર તો 4પ વષ્ર્ાથી પ9 વષ્ર્ા સુધીની ઉંમરના લોકોને રસી આપવાની હતી. પરંતુ ત્યારબાદ વહીવટી તંત્ર એ એવું નક્કી કર્યું કે 18 વષ્ર્ાથી 4પ વષ્ર્ાની ઉંમરના હોય અને સુપર સ્પ્રેડર હોય તેવા લોકોને પણ રસી આપી દેવી. સુપર સ્પ્રેડરમાં ચાવાળા, પાનવાળા, રેસ્ટોરન્ટવાળા અને વધુ લોકોના સંપર્કમાં આવતા તમામ કેટેગરીના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં પત્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. બીજી તરફ જિલ્લા પંચાયત હોય, વહીવટીતંત્ર હોય કે અન્ય કોઈ સરકારી તંત્ર હોય તેણે પોતાના કરેલા કામોની યશગાથા ગાવી હોય ત્યારે સૌથી પહેલા પત્રકારો યાદ આવે છે. ત્યારે કોરોના વેકસીનની કામગીરીમાં સુપર સ્પ્રેડરમાં સહુથી જોખમી અને લોકોના હિતની કામગીરી કરનારા પત્રકારોને વહીવટી તંત્રના અધિકારીઓ ભૂલી ગયા. જેને લઈને પત્રકારો અને સામાન્ય નાગરીકોમાં પણ ખાસ્સો રોષ જોવા મળે છે. પત્રકારો માટે હજુ સુધી કોરોના રસી લેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કે સુપર સ્પ્રેડરને રસી આપવાના નામે ૪પ વર્ષથી ઓછી વયના હોય અને શહેરની ખ્યાતનામ સંસ્થાના હોદેદારોના લાગતા વળગતા હોય તેવા મોટાભાગના લોકોને રસીકરણ થઈ ગયું છે તેવી ચચર્ા શહેરના અનેક વિસ્તારોમાં ચાલી રહી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને તબિયતની કાળજી લેવી, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો ,મધ્યમ દિવસ.
- બસ એક શ્રાપ અને ભુતોએ જમાવ્યો આ મહેલ પર કબ્જો
- વલસાડના પારડી સાંઢપોરની પ્રાથમિક શાળાની શિક્ષિકાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સિદ્ધિ મેળવી
- ધ્રાંગધ્રા: અમદાવાદના શખ્સ સાથે રૂ.એકના ડબલ કરવાના ઇરાદે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
- ગુજરાતના યુવાનો પોતાની નિપુણતાના પરિચયથી ‘વિકસિત ભારત’ માટે યોગદાન આપે : રાજ્યપાલ
- ડાંગ: સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી દ્વારા પોષણ માસની ઉજવણી કરાઈ
- અમદાવાદ : હિમાલયા મોલમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ , ACમાં શોર્ટસર્કિટના કારણે બની હતી ઘટના
- સુરતની નવી સિવિલ હોસ્પિટલના તબીબોના પ્રયાસોના પરિણામે થયું 61મું સફળ અંગદાન