બાર એસો. દ્વારા પોલીસ કમિશનર પ્ર.નગર પી.આઇ.આર.ટી.વ્યાસ વિરૂધ્ધ કરી રજૂઆત
રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આચાર સંહિતાની અમલવારીમાં પક્ષા-પક્ષી કરાતી હોવાની કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત વેળાએ પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ.વ્યાસ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને જાણીતા એડવોકેટ અશોકસિંહ વાઘેલા સાથે કરેલી ગેરવર્તુંણકના વિરોધમાં બાર એસો.એ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરી છે.
વધુ વિગત મુજબ શહેરના લાલબહાદુર શાસ્ત્રી મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભા યોજાવાની હોવાથી ચૂંટણીપંચની મંજૂરી સાથે ઝંડા અને ઝંડી સહિતનું સાહિત્ય લગાડવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા કિન્નાખોરી રાખતા હોવાની કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ.આર.ટી.વ્યાસ દ્વારા કોંગ્રેસ અગ્રણી અને જાણીતા ધારાશાસ્ત્રી અશોકસિંહ વાઘેલા સાથે ગેરવર્તુર્ણક કરવામાં આવી હતી.
એસોસિએશન દ્વારા ગઈકાલે પ્રદ્યુમનનગર પોલીસ ઇન્સ્પેક્ટર વ્યાસ દ્વારા વકીલ અશોકસિંહ વાઘેલા સાથે કરવામાં આવેલી ગેરવર્તકના સંદર્ભે બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઈ પટેલની આગેવાનીમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પી.આઈ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની ખાતરી ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવી હતી. આ રજૂઆતમાં ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પીસી વ્યાસ, ટ્રેઝરર જીતેન્દ્ર, કારોબારી સભ્ય કેતનભાઇ મંડ જોઈન્ટ સેક્રેટરી ધર્મેશ સખીયા સહિત સિનિયર એડવોકેટ શ્યામલભાઈ સોનપાલ પૂર્વ સેક્રેટરી જીગ્નેશ જોશી, મનોજભાઈ, રવિભાઈ ધ્રુવ, હેમંતભાઈ ભટ્ટ, ભરતભાઈ સોમાણી, ફૂલદીપસિંહ જાડેજા, અમિત વેકરીયા શક્યા જીગ્નેશ સખીયા સહિતના એડવોકેટ આ રજૂઆત સમય ઉપસ્થિત રહ્યા હતા.