જૈન સમાજના વિવિધ ફીરકાઓના સમસ્ય જૈન સમાજ દ્વારા કાલે કલેકટરને આવેદન પત્ર પાઠવશે અને બાઇક રેલી
જામનગર ચાંદી બજારમાં જયોતિ વિનોદ જૈન ઉપાશ્રય (પાઠશાળા) ખાતે સમસ્ત જૈન સમાજના વિવિધ ફીરકાઓના સમસ્ત જૈન સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખો- દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થાઓના હોદેદારો સોશ્યલ ગ્રુપ, મહિલા મંડળો તેમજ જૈન શૈક્ષણીક સંસ્થાના આગેવાનોની પાલીતાણામાં શત્રુંજય પર્વત પર પ્રભુ આદિનાથ દાદાની ચરણ પાદુકા રોહીશાળા મુકામે હતી તેને તોડ-ફોડના બનાવને લઇને સમગ્ર ગુજરાત તેમજ જામનગરના સમસ્ત જૈન સમાજના ભાઇઓ-બહેનોમાં રોષની લાગણી હતી. જેથી આ મીટીંગ બોલાવામાં આવેલ હતી.
જેમાં આગામી તા. ર3 ને શુક્રવારના રોજ ભારત દેશના પ્રધાનમંત્રી તેમજ ગૃહી મંત્રીને તેમજ ગુજરાતના મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીને જામનગરના કલેકટર મારફતે આવેદન પત્ર દેવાનું નકકી કરેલ છે. તેમજ આ દિવસે જામનગર શહેર-જીલ્લાના દરેક જૈન સમાજના લોકો પોતાના ધંધા-રોજગાર બપોરના 12.30 વાગ્યા સુધી બંધ રાખી સ્કુટર રેલી દ્વારા આ આવેદન પત્ર દેવા ભાઇઓ-બહેનો તથા વડીલો બહોળી સંખ્યામાં હાજર રહે તેવું નકકી કરવામાં આવેલ છે.
આવેદન પત્ર દેવાનો સમય તા. ર3 ને શુક્રવાર સવારે 9.30 કલાકે બાઇર રેલીનો રૂટ શેઠજી દેરાસર થી ચાંદી બજાર, માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક, હવાઇ ચોક, ભંગાર બજાર, ગોવાળ મસ્જીદ થઇ, પંચેશ્ર્વર ટાવર, નોબતથી બેડી ગેઇટ, ટાઉન હોલ, અંબર ટોકીઝ, જી.જી. હોસ્પિટલ, ડી.કે.વી, વિરલ બાગ, જોગશ પાર્ક ખાતે બાઇક રેલી પૂર્ણ થશે. ત્યાંથી કલેકટર ઓફીસ ખાતે આવેદન પત્ર આપવા માટે રેલી સ્વરુપે જશે.
આ મીટીંગમાં અંદર બહોળી સંખ્યામાં સમસ્ત જૈન સમાજના દરેક જ્ઞાતિના પ્રમુખો- દેરાસરના ટ્રસ્ટીઓ, ઉપાશ્રયના ટ્રસ્ટીઓ, જૈન સંસ્થાઓના હોદેદારો સોશ્યલ ગ્રુપ, મહિલા મંડળો તેમજ મંડળો ઉ5સ્થિત રહેશ.