ભાજપના આગેવાનો-કાર્યકરો જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદન આપશે

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને 100 માથા વાળા રાવણના નિવેદનને સખત શબ્દોમાં વખોડી  ભાજપ દ્વારા જીલ્લા કક્ષાએ કલેકટરને અને તાલુકા કક્ષાએ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવશે.

ગુજરાત રાજયમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પડઘમ તા.29 નવેમ્બરના રોજ શાંત થવાના હતા તેના થોડાક જ સમય પહેલા કોંગ્રસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ચૂંટણી સભાના સંબોધનમાં દેશના લોકપ્રિય પ્રધાનસેવકશ્રી નરેન્દ્રભાઇ મોદી  પ્રત્યે અસભ્ય નિવેદન કરી ગુજરાત અને દેશની જનતાનું ગુજરાતની ઘરતી પરથી અપમાન કરવામાં આવ્યું છે.

મલ્લિકાઅર્જૂન ખડગેએ દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી  ને 100 માથાવાળા રાવણ કહી ગુજરાતની અસ્મિતાને લાંછન લાગાડ્યુ  જેના કારણે ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેમના નિવેદનનો આકરા શબ્દોમાં વિરોધ કરવામાં આવશે જીલ્લાઓમાં જીલ્લા પ્રમુખ દ્વારા કલેકટરશ્રીને તેમજ તાલુકા કક્ષાએ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

વડોદરા શહેર,વડોદરા જીલ્લો ,છોટા ઉદેપુર, પંચમહાલ, મહીસાગર દાહોદ, ખેડા કર્ણાવતી શહેર અમદાવાદ જીલ્લો, ગાંઘીનગર શહેર, ગાંઘીનગર જીલ્લો, સબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, આંણદ આવેદન અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.