માણસના છ શત્રુ છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. મત્સરનું બીજું નામ છે ઇર્ષ્યા. ઇર્ષ્યા ક્રોધની સગી બહેન છે. જ્યાં ક્રોધ હોય ત્યાં ઇર્ષ્યા હોય છે. આમ જોવા જાવ તો બંને એકબીજાનાં પૂરક છે. ક્રોધ આવતાં જ ઇર્ષ્યા પણ ત્યાં હાજર ઈ જ જાય છે. શું આ બંનેનો ઋણાનુબંધ હશે?
ઇર્ષ્યાનું બીજું નામ અદેખાઈ પણ છે અદેખાઈ એટલે બીજાનું સુખ સહન ન કરી શકવાની સ્થિતિ આવી સ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે ગમે તેવો વિદ્વાન, પ્રકાંડ પંડિત, તત્વજ્ઞાની કે આર્ષદૃષ્ટિનો પ્રણેતા. અદેખાઈી વ્યાપ્ત ઈ જાય છે. એવું કહેવાય છે કે, મનુષ્યમાં જ્યારે ઇર્ષ્યા પ્રગટે છે ત્યારે તેને મો અદૃશ્ય રૂપે બે શીંગડાં ઊગી નીકળે છે. તેના દાંત લાંબા લાંબા ચહેરો વિકૃત રંગ કાળો ઈ જાય છે. આવા ચહેરાને આપણાં શસ્ત્રોમાં રાક્ષસ કહે છે. શું તમે આવો રાક્ષસ બનવું પસંદ કરશો? જવાબ જો હા માં હોય તો મારે કાંઈ કહેવાનુ નથી. અને જવાબ જો ના માં હોય તો પછી આટલી અદેખાઈ આટલી ઇર્ષ્યા શા માટે? માણસે ક્યારે સ્વીકારી લેવાનું કે જિંદગીમાં જે મળવાનું હતું તે મળી ગયું અને જે નથી મળ્યું તે મેળવવાની આપણી પાત્રતા ઓછી હતી એ પણ સિદ્ધ થઈ ગયું? કેટલી જિંદગી જીવાતી હોય છે એક આયુષ્ય દરમિયાન? એક? બે? કે ત્રણ ઓછા ઓછી ચાર.,
બ્રહ્મચર્યાશ્રમી સંન્યાસ્તાશ્રમ સુધી પહોંચવાની યાત્રાના આરંભિક તા આખરી અને વચલા માઈલ સ્ટોન્સને થોડા જુદા નામી ઓળખી લેવા જોઈએ. એ માણસ નસીબદાર છે. જે આ ચારે ચાર જિંદગીઓને એક જ આયુષ્યમાં ભરપૂર જીવી જાય છે. કઈ જિંદગીઓ છે એ? આયુષ્યનો પહેલો ગાળો કૌતુકાશ્રમનો છે અવા તો મુગ્ધાશ્રમનો.
બાર-તેર વર્ષની ઉંમર સુધી તમને કોઈનીય સાથે કુટિલ તંથા આવડતું નથી. કોઈની કુટિલતાનો સામનો કરતાં પણ આવડતું નથી. જિંદગીનાં તમામ સત્યોને તમે થયાતા સ્વીકારી લો છો. દર્શક કે પ્રેક્ષક બનીને બધું જોવું છે. કશા પર આધિપત્ય જમાવાતું નથી. દરિયા કિનારે રેતીનો ખૂબસૂરત કિલ્લો બનાવ્યો અને ડેડીએ કહ્યું કે ચાલો, હવે ઘરે ત્યારે એ કિલ્લો ઘેર લઈ જવાની જીદ બાળક કરતું ની. એના માટે આ દુનિયામાં કશું જ પોતાનું નથી અવા બધું જ એનું પોતાનું છે. માલિકીભાવ નહીં પણ સ્વ-ભાવ પોતાનો હોવાંપણાનો ભાવ. એનામાં છે કશુંક મેળવવાની જીદ. વધુમાં વધુ ત્રણ મિનિટ કે ત્રણ દિવસ સુધી ચાલે છે. પછી એ જીદ ઓગળી જાય છે.કશુંય માપવા માટે એની પાસે પૂર્વ નિર્ધારિત માપદંડ નથી. એના દૃષ્ટિકોણ માટે એની પાસે પૂર્વ નિર્ધારિત માપદંડ નથી. એનો દૃષ્ટિકોણ પૂર્વગ્રહ રહિત છે.