અબતક,જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
ગોંડલ ના સ્વપનદર્ષ્ટા મહારાજા સર ભગવતસિહજી વૃક્ષ પ્રેમી રાજવી હતા.શહેર મા અનેક સ્થળોએ મહારાજા ની યાદગારી સમા ઘેઘુર વૃક્ષો હજુ અડીખમ ઉભા છે.પરંતુ જુની ધરોહર નુ નામો નિશાન મીટાવવુ હોય તેમ શહેર ની સાન સમા વૃક્ષો આડેધડ કપાઇ રહ્યા હોય અને ખુદ નગપાલીકા તંત્ર મંજુરી આપતુ હોય લોકો મા રોષ ફેલાયો છે.
શહેર ના ત્રણ ખુણીયા રોટરી સકઁલ પાસે બે થી ત્રણ ઘેઘુર વૃક્ષો નુ નિકંદન કઢાયુ છે.
વૃક્ષ કાપવા માટે ના કારણો મા કોઈ ની દુકાન,નવા બનતા બિલ્ડીંગ કે હોર્ડીંગ ને વૃક્ષ નડતર રુપ બનતા હોવાનુ સુત્રો એ જણાવ્યુ હતુ.વૃક્ષો
ના જતન ને બદલે નિકંદન નુ કૃત્ય ચર્ચાસ્પદ બનવાં
પામ્યુ છે.