- વિરનર્મદ ટાઉનશિપમાં રહેવાસીઓને એક સાથે 19 લાખનો પાણી વેરો
- મનપા કમિશનને આવેદનપત્ર પાઠવીને સમગ્ર બાબતે રજૂઆત
રાજકોટ ન્યૂઝ
રાજકોટ શહેરમાં રેલનગરમાં ભગિની નિવેદિતા ટાઉનશીપના રહેવાસીઓને એક સાથે 28 લાખનો પાણી વેરો ફટકારી દેવાતા દેકારો મચી ગયો હતો. ત્યારે આજે ફરી ગોંડલ રોડ પર આવેલી વિરનર્મદ ટાઉનશિપમાં રહેવાસીઓને એક સાથે 19 લાખનો પાણી વેરો ફટકારવામાં આવ્યો છે. તેવા સમયે રહેવાસીમાં રોશની લાગણી ફરી વળી છે. જેના પરિણામ સ્વરૂપ ફ્લેટધારકો મહાનગર પાલિકાએ પહોચ્યા હતા.
ગોંડલ રોડ પર આવેલી વિરનર્મદ ટાઉનશિપમાં રહેવાસીઓનું કહેવું છે કે “168 ફ્લેટ ધારકોમાં 17 ફ્લેટ તો એવા છે જે ખાલી છે જેનો વેરો પણ અન્ય ફ્લેટ ધારકો પર ઢોળવામાંઆવે છે.” સાથે જ 10થી 12 દિવસથી મનપા દ્વારા વેરો ન ભરતા નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે. જેને લઈને રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આજે મનપા કમિશનને આવેદનપત્ર પાઠવીને સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી હતી.