આજી નદી સાફ કરવા અગ્રણીઓની માંગ

શહેરનાં પૌરાણિક રામનાથ મહાદેવ મંદિરે અયોગ્ય બાંધકામના કારણે વરસાદની સીઝનમાં ભરાતા કાદવથી ભાવિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત આજી નદી સાફ કરવા પણ અગ્રણીઓ માણસુરભાઈ વાળા, ડેનીશભાઈ બોરીચા, બીજલભાઈ ચાવડીયા, નિરવભાઈ કિયાડા, રાજુભાઈ કાચા વગેરએ માંગ ઉઠાવી છે.

શહેરનાં રામનાથપરા વિસ્તારમાં આજી નદીની વચોવચ્ચ ૬૫૦ વર્ષ જુનું સ્વયંભૂ રામનાથ મહાદેવનું મંદિર આવેલ છે જે પૌરાણિક જગ્યા છે આજી નદીના વેણ વચ્ચે રામનાથ મહાદેવ બિરાજેલ છે. આજી નદીનાં વેણ વચ્ચે કોઈપણ બાંધકામ શકય નથી જો રાજકોટમાં ૨૦ ૨૫ ઈંચ વરસાદ આવેતો આજી નદીમાં ઘોડાપૂર આવી જાય છે. જેથી પાણી કેસરી હિંદ પુલ સુધી પહોચે છે. રાજકોટ મહાનગરપાલીકા દ્વારા રામનાથ મહાદેવ ને ફરતે જે ચણતર કરવામાં આવ્યું છે. તેમાં પ્લાનીંગના અભાવને લીધે વારંવાર તોડ ભાંગ કરવામાં આવે છે.

પ્લાનીંગના અભાવે તે લીધે રામનાથ મહાદેવ ઉપર કાદવ કિચડ ૧-૧ ફુટ સુધી ભરાય જાય છે. માટે મનપાએ કામનાથ મહાદેવની જગ્યા પર જે પ્લાનીંગ વગરનું બાંધકામ તેને હટાવી ખૂલ્લુ કરે પહેલા જે રીતે રામનાથ મહાદેવનું સ્થાન ને જગ્યા હતી તે રિતે પાછું બનાવે. આજી નદી જે એક સમયમાં આજીગંગા કહેવાતી તે અત્યારે ગટર ગંગા કહેવાય છે.

રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આજીનદી સાફ કરવા માટે ફાળવામા આવે છે. તે પૈસા આજી નદીમાં ગટરનું પાણી અને કચરો સાફ કરવા માટે વપરાય પણ તે કામ થતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.