- ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદીની સપાટી વધારો થતા નિર્ણય લેવામાં આવ્યો
નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધીના સમયગાળામાં કરવામાં આવે છે. ત્યારે આ પંચકોશી પરિક્રમા હાલ અંતિમ ચરણમાં પહોંચી છે ત્યારે આ પરિક્રમા પર તંત્રએ થોડા દિવસ માટે રોક લગાવી છે. જણાવી દઈએ કે, ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. જેને લઈને નર્મદા નદીની સપાટી વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. પરંતુ ગઈ કાલે રાતે તિલકવાળા અને શહેરાવ વચ્ચે પરિક્રમાવાસીઓએ હંગામી પુલ બનાવ્યો હતો તેના પર પાણી ફરી વળતા હજારો ભક્તો અધવચ્ચે જ અટવાઈ ગયા હતા જેના કારણે ભારે હોબાળો થયો હતો. મળતી માહિતી મુજબ, નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે.
અચાનક જ લેવાયેલા તંત્રના નિર્ણયથી પરિક્રમા કરવા આવનારા ભક્તોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. ગઈકાલ રાતથી જ પરિક્રમા સ્થગિત કરાતા હંગામી બનાવેલા પુલ પર પાણી ફરી વળતા બંધ કરાયો છે. જેના કારણે હજારો ભક્તો અધવચ્ચે જ અટવાયા છે. હંગામી પુલ પણ બંધ થઈ જતા હજારો પરિક્રમાવાસીઓ અધ્વચ્ચે ફસાઈ જતા ભારે અરાજકતા સર્જાઈ છે. આ મુદ્દાને લઈને પોલીસ અને ભક્તો વચ્ચે ભારે હોબાળો થયો હતો. પંચકોશી પરિક્રમાને માત્ર 6 દિવસ બાકી રહેતા નદીમાં પાણી છોડાતા હજારો ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. ચૈત્ર માસમાં એક મહિનો ઉત્તર વાહિની નર્મદા મૈયાની પરિક્રમા કરવામાં આવે છે. જે હજારો વર્ષોથી ચાલતી આવતી પંચકોશી પરિક્રમા છે. ત્યારે હાલ આ પરિક્રમા પર 10 દિવસ પૂરતી રોક લગાવવામાં આવી છે. નર્મદા ડેમમાંથી ધસમસતું પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈને નર્મદા નદીની સપાટી વધી શકે એટલે શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે.
નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ થતાં 30,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવશે. જેને લઈને નર્મદા નદીની જળસપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલાં જ પરિક્રમાં સ્થગિત કરાઈ છે. પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ થતાં નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા નદીની જળસપાટી 2 મીટર વધવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેથી સુરક્ષાને ધ્યાને લઈ હાલ 10 દિવસ પહેલાં જ પરિક્રમાં સ્થગિત કરાઈ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને સચેત કરાયા છે.