• પત્રકાર સાથે ગેરવર્તન કરતા તત્વો સામે રોષ
  • મીડિયાના કેમેરામેન સાથે કરી ઝપાઝપી
  • અકસ્માત બાબતે ઇજા પામેલ વ્યક્તિના સમાચાર નહિ બનવા દેવા પત્રકાર સાથે ગેરવર્તન

ભાવનગર: નવરાત્રી દરમિયાન મીની વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી તારાજી સર્જાઈ હતી જેમાં ભાવનગર શહેરમાં રાસ ગરબાના પ્રોફેશનલ આયોજનના મેદાનમાં ભાગદોડ મચી હતી. ત્યારે જવાહર મેદાન ખાતે એક પ્રોફેશનલ ગરબા આયોજનમાં હોર્ડિંગ્સ તેમજ લોખંડની ઈંગલો વાવાઝોડામાં પડતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ત્રણ ઈજાગ્રસ્તો ને ભાવનગર સોલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેની જાણ મીડિયાને થતા તાત્કાલિક સમાચાર કવરેજ કરવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે આ સમય દરમિયાન મીડિયાને કવરેજ નહીં કરવા માટે અનેક લોકોએ આજીજી કરી ત્યારે આ ટોળામાં મીડિયાના કેમેરામેન સાથે ઝપાઝપી કરી હતી.તેની વિરુદ્ધમાં ડમી મીડિયા કર્મીની ફરિયાદ નોંધવા અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી મીડિયા કર્મી દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે નવરાત્રી દરમિયાન મીની વાવાઝોડું અને વરસાદ જેવી કુદરતી તારાજી સર્જાઈ હતી જેમાં ભાવનગર શહેરમાં રાસ ગરબા ના પ્રોફેશનલ આયોજનના મેદાનમાં ભાગદોડ મચી હતી. ત્યારે જવાહર મેદાન ખાતે એક પ્રોફેશનલ ગરબા આયોજનમાં હોર્ડિંગ્સ તેમજ લોખંડની ઈંગલો વાવાઝોડામાં પડતા અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ત્રણ ઈજાગ્રસ્તો ને ભાવનગર સોલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેની જાણ મીડિયા ને થતા તાત્કાલિક સમાચાર કવરેજ કરવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

ત્યારે આ સમય દરમિયાન મીડિયાને કવરેજ નહીં કરવા માટે અનેક લોકોએ આજીજી કરી ત્યારે આ ટોળા માં મીડિયાના કેમેરામેન સાથે ઝપાઝપી કરી કેમેરો આંચકવાની કોશિશ કરી તેમજ અમે પણ મીડિયામાં છીએ તેવું ધમકી આપવામાં આવી હતી. જ્યારે અમોને શંકા છે કે આ બે વ્યક્તિ કોઈ ડમી મીડિયા કર્મી હોય તેની પાસે કોઈ આઈકાર્ડ નહોતું અને અમે જોયું ન હતું તેમજ અમારી મીડિયા ની કારકિર્દી સમયગાળામાં આ બે વ્યક્તિને કોઈ દિવસ કોઈ જગ્યાએ મીડિયા નું કવરેજ લેવા પણ જોયા નથી ત્યારે અમોની માંગ છે કે આ બે વ્યક્તિ કોણ છે. અને મીડિયાને કવરેજ કરવા માટે શા માટે રોક્યા અને તે ખરેખર મીડિયા કર્મી છે. તો શા માટે મીડિયાના કામમાં રૂકાવટ કરી ત્યારે ખરેખર આ મીડિયા કર્મી છે કે નહીં તે યોગ્ય તપાસ કરી. આની વિરુદ્ધમાં ડમી મીડિયા કર્મીની ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.