આગામી દિવસોમાં સોલાર ક્ષેત્રે એન્જલ પમ્પ સફળતાના શિખરો સર કરશે
સમગ્ર ભારત અને વિશ્વમાં પંપ ક્ષેત્રે રાજકોટની કંપનીઓ ઉત્કૃષ્ટ પ્રદર્શન અને વ્યવસાય કરી રહી છે. એન્જલ પંપ પણ દિવસે ને દિવસે સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરી રહ્યું છે. જે વાતને ધ્યાને લઈ રાજકોટ ખાતે કંપનીએ પોતાનું સેલ્સ આઉટલેટ એન્જલ સેલ્સ કોર્પોરેશન ના નામે ખુલુ મુક્યું છે જે લોકો માટે અત્યંત ઉપયોગી નીવડશે. નહીં પંપ ક્ષેત્રે વિવિધ પંપો ની જે શ્રેણી છે તેને એક જ બાસ્કેટ હેઠળ આવરી લેવામાં આવી છે. શોરૂમના ઉદઘાટન પ્રસંગે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગકારો જોડાયા હતા અને જે પંપની વિશાળ શ્રેણી છે તેને નિહાળી હતી. એન્જલ પંપની ઉતરોતર પ્રગતિ ના પગલે કંપનીએ રાજકોટના આંગણે એંજલ સેલ્સ કોર્પોરેશન ખુલ્લુ મૂક્યું છે. અહીં પંપની દરેક વેરાઈટીઓ એકજ છત હેઠળ રાખવામાં આવશે જેથી ગ્રાહકોને કોઈપણ પ્રકાર ની તકલીફ નો સામનો ન કરવો પડે.
કંપની સમગ્ર વિશ્વની સાથોસાથ દેશભરમાં પણ વિવિધ રાજ્યોમાં પોતાના કંપની આઉટલેટ ખોલી રહી છે. એન્જલ પંપના કિરીટભાઈ આદરોજાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે કંપની હવે આવનારા સમયમાં સોલાર ક્ષેત્રે આગળ વધશે અને સફળતાના શિખરો સર કરશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પંપના જે પ્રકારો હોય તેમાં તેઓએ દરેક સિદ્ધિ હાંસલ કરી છે. એટલુંજ નહીં હાલ સરકાર દિવસને દિવસે સોલાર ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે ત્યારે સોલાર ક્ષેત્રે કંપની આગળ વધવા માટે કટિબદ્ધ છે અને આવનારા સમયમાં અનેક નવા આયામો સર કરશે.
ઉદ્ઘાટન પ્રસંગે પંપ ક્ષેત્રે સંકળાયેલા ઉદ્યોગકારો વ્યાપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે રાજકોટના આંગણે જ્યારે કંપનીએ પોતાનો આઉટલેટ શરૂ કર્યો છે તેમાં જે પંપની વેરાઈટી એટલે કે પ્રકારો રાખવામાં આવ્યા છે તે લોકો માટે ઉપયોગી નીકળશે અને એક જ સ્થળેથી જરૂરિયાત મુજબના પંપ ની ખરીદી પણ તેઓ કરી શકશે.
પમ્પની દરેક વેરાઈટીઓ એક જ બાસ્કેટ હેઠળ આવરી લેવાઈ: કિરીટભાઈ આદ્રોજા