આંગણવાડીઓ ચાલુ જ રહેશેનો અધિકારીઓનો જવાબ
શહેરની શાળાઓ અને કોલેજોમાં આજે અને કાલે બે દિવસ રજા રાજકોટ કલેકટર દ્વારા જાહેર કરવામાં આવી હતી ત્યારે મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી ચાલુ જોવા મળતા આસપાસના લોકો દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું. ત્યારે મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા કલેકટરે આંગણવાડી માટે કોઈ આદેશ કર્યો ન હોય આંગણવાડી ચાલુ જ રાખવામાં આવશે તેવો જવાબ આપવામાં આવ્યો હતો.સૌરાષ્ટ્રની અને રાજયભરનીતમામ શાળાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ શાળા-કોલેજો અને યુનિવર્સિટીમાં ૨૮ અને ૨૯ જુલાઈના એમ બે દિવસ રજા રાખવામાં આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરના આદેશ મુજબ બે દિવસની રજા રાખવામાં આવી છે ત્યારે કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં જો રજા હોય ત્યારે કોર્પોરેશનમાં જ આવતી આંગણવાડી બંધ રાખવામાં નથી ત્યારે નાના ભુલકાઓનું શું ? એ બાબતે તંત્રએ શા માટે ન વિચાર્યું અને આંગણવાડીની આજુબાજુના રહેવાસીઓએ અધિકારીને રજુઆત કરી કે ભુલકાઓને કેમ રજા નહીં ત્યારે તેના વળતા જવાબમાં કહ્યું કે આંગણવાડી ચાલુ રાખવામાં આવશે ત્યારે આંગણવાડી કેન્દ્ર નંબર ૧૦૨ સહિતની રાજકોટની તમામ આંગણવાડીઓ કાર્યરત છે. ત્યારે આ નાનકડા બાળકોની સલામતી વિશે શા માટે ન વિચાર્યું?