જુદી – જુદી ૧૬ પડતર માંગણીઓનો તાકીદે ઉકેલ લાવવા ૮ મીએ જિલ્લા કલેકટરને આવેદન અપાશે
મોરબી : રાજ્યના આંગણવાડી વર્કરો બહેનો દ્વારા સરકારને પોતાની પડતર જુદી – જુદી ૧૬ માંગણીઓ યાદ કરાવી છે, અને જો તાત્કાલિક માગણી સંતોષવામાં નહિ આવે તો ૨૦ મી માર્ચથી પુન: આંદોલન હરુ કરવા વિશ્વ મહિલા દિવસે મોરબી સહિત તમામ જિલ્લા કલેકટરોને આવેદનપત્ર પાઠવવમાં આવશે.
આંગણવાડી વર્કર બહેનો અને હેલ્પરોના લાંબા સમયથી પડતર મહત્વનાં નિર્ણયો કરવા તાકીદે બેઠક યોજી વાટાધાટથી પ્રશ્નો ઉકલવાની માંગ સાથે ૮ મી માર્ચે તમામ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ૨૦ માર્ચ પછી આંદોલન શરૂ કરવા નોટીસ આપવામાં આવશે.
રજુઆતમાં જણાવ્યા મુજબ ગત વર્ષે ગુજરાત સરકાર દ્વારા અમારી લઘુતમ વેતનની માંગણીના અનુસંધાને, માનદ વેતનમાં વધારો જાહેર કરેલ છે. અમોને આશા હતી ૨૦૧૪ ની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી ઢંઢેરામાં પગાર વધારાના અપાયેલ વચન મુજબ કેન્દ્ર સરકાર ૨૦૧૭-૧ ૮ ના બજેટમાં પગાર વધારો જાહેર કરશે પરંતુ પગાર વધારો જાહેર કરેલ નથી, પગાર વધારા સિવાયની અન્ય માંગણીઓ બાબતે, મંત્રીશ્રી સાથે બેઠક યોજાઈ હતી પરંતુ માનદવેતન બાબતે, વિવાદ થતાં અન્ય માંગણીઑ બાબતે નિર્ણય થઈ શકેલ નહી. જેથી આપને વિનંતિ કરવામાં આવે છે કે નીચેનાં પ્રશ્નો બાબતે તાકીદે બેઠક યોજવામાં આવે
આંગણવાડી બહેનોની માંગણી મુજબની બાબતો અંગે સરકારશ્રીમાં નિર્ણય કરાવી આપવા વિનંતિ સાથે રજૂઆત કરાઈ છે જેમાં
(૧) આંગણવાડી વર્કર-હેલ્પરોનાં લઘુતમ વેતન શીડયુલમાં સમાવેશ કરવા કાર્યવાહી કરવી.
(ર) નિવૃત્તિ વય મર્યાદા દેશનાં તમામ રાજયોમાં આંગણવાડી વકંર હેલ્પરની નિવૃત્તિ વય મર્યાદા ૬૦ કે તેથી વધુ છે, પંચાયત વિભાગમાં ચોથાવર્ગના કર્મચારી અને કારખાનાઓમાં, રેલ્વેમાં નિવૃત્તિ વય ૬૦ ની છે. આ પ્રશ્ન ખૂબજ મહત્વન હોઈ તુરતજ નિર્ણય કરવા વિ. છે.
(૩) હેલ્પરને રૂ. ૩૨૦૦/અને વર્કરને રૂપિયા ૩૦૦/ભથ્થુ અપાય છે ગેપ મોટો છે હેલ્પરનાં પગારમાં વધારો કરવો જોઈએ.
(૪) વર્કરમાંથી સુપરવાઈઝરમાં પ્રમોશન, આંગણવાડી વર્કેરમાંથી સુપરવાઈઝરનાં ૫૦ % જગ્યાઓ પ્રમોશનથી ભરવા પરિપત્ર કરાયો છે. આ કામગીરી તાત્કાલીક કરવામાં આવે, મુખ્ય માંગણી પ્રમોશન માટેની વય મર્યાદા દુર કરવાની છે સરકારની તમામ કેડરોમાં પ્રમોશનર્મા વય મર્યાદા હોતી નથી તેથી તે વય મર્યાદા દુર કરવા માંગણી છે, તેમજ મોટા ભાગનાં જીંલ્લામાં પ્રમોશન સમયે વ્યાપક અનિયમિતતા, લાગવગ, રેકર્ડમાં ખોટી માહિતિ ધ્વારા ગેરરીતિ થાય છે તેથી નીચે મુજબ ટ્રાન્સફરન્સી પગલા લેવા વિનંતિ છે.
(અ) આંગણવાડી બહેનોને, સીનીધોરીટી લીસ્ટ જાહેર કરવામાં આવતુ જ નથી અને તેથી તે બાબતે કડક સૂચનાં આપવામાં આવે તેમજ વાંધા અરજીં સાંભળ્યા બાદ જ સીનીયોરીટી ફાઈનલ કરવામાં આવે.
(બ) સીનીયોરીટી લીસ્ટ સમયે, બોગસ ડોકયુમેંન્ટોડીગ્રી રજુ થતો હોય છે. સીનીયોરીટી લીસ્ટ બનાવતા પહેલા તેની ઓરીજનલ ચેક કરવામાં આવે.
(૫) તેમજ ગુજરાતમાં ૭ કોર્પોરેશનમાં, સુપરવાઈઝરનાં વર્કેરમાંથી પ્રમોશન અપાયા નથી તે આપવાનો ત્વરીત નિર્ણય કરવો જોઈએ
આ ઉપરાંત બે વર્ષ પહેલા, આંગણવાડી વર્કર-હેલ્પરને ચાર સાડી આપવા નિર્ણય કરાયો હતો જેમાં બે સાડી ડ્રેસનીં તથા બે સાડી ડીઝાઈનની નકકી કરાયેલ… કાપડ સારી કવોલીટીનું તથા ડીઝાઈન બદલવા પણ નિર્ણય કરાયેલ પરંતુ તેનો અમલ થયો નથી, બ્લાઉઝનીં સીલાઈ માત્ર રૂ. ૩૫/અપાય છે. જે વધારવા માટેની પણ માંગણી રવીકારેલ પરંતુ વધારો કરવાના જીંઆર કરેલ નથી.
બાળકોનાં પોષણ માટે, અપાતા ફળ, શાકભાજીં, મસાલા, કઠોળનાં દરો ખૂબજ જુના છે. અને બજારમાં ઉચા ભાવો છે. જે વાતનો સ્વીકાર સરકારે કરેલ છે તે વધારો તાત્કાલીક કરવો જોઈએ, આંગણવાડી વર્કેર-હેલ્પરનો “વન ટાઈમ ટ્રાન્સફર ” નો સરકારે સ્વીકાર કર્યો હતો તેનો જીંઆર ઇશ્યુ કરવો જોઈએ.
આમ, આંગણવાડીના બહેનો દ્વારા વિશ્વ મહિલા દિવસેજ તમામ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા ધોકો પછડાયો છે અને જો માંગ નહિ સ્વીકારાય તો ૨૦ મી માર્ચથી પુન: આંદોલન શરૂ કરવા અલ્ટીમેટમ અપાયું છે.