વિવિધ 10 પડતર પ્રશ્નો ઉકેલવાની માંગ : સૂત્રોચ્ચાર સાથે કચેરી ગુંજવી
આંગણવાડી બહેનો દ્વારા આજે પણ જિલ્લા પંચાયત ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વેળાએ બહેનોએ સૂત્રોચ્ચાર સાથે વિવિધ 10 મુદાઓની માંગ પુરી કરવા જણાવ્યું હતું.
લઘુતમ વેતન, કાયમી કરવા સહિતની વિવિધ માગણીઓના મુદ્દે રાજકોટના 5500 સહિત રાજ્યની 1 લાખથી વધુ આંગણવાડી બહેનો બે દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા છે અને શુક્રવારે રાજકોટમાં જ્યુબિલી બાગ ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને છાજીયા પણ લીધા હતા. આજે રાજકોટમાં જિલ્લા પંચાયતના દરવાજા પસે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જો બે દિવસમાં નિર્ણય ન આવે તો સોમવારથી બુધવાર સુધી 3 દિવસ દરેક જિલ્લાના ધારાસભ્યો, સાંસદો પાસે ‘જવાબ માંગો’ કાર્યક્રમ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આમ છતાં જો માગણી ન સ્વીકારાય તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ આંગણવાડી બહેનોએ ઉચ્ચારી છે.લઘુતમ વેતન આપવું
કાયમી કર્મચારી તરીકે જાહેર કરો, સારી ક્વાલિટીના મોબાઇલ આપો, હેલ્પર બહેનોને હાલમાં આંગણવાડી બહેનોના પગારના 50 ટકા મુજબ વેતન આપવામાં આવે છે તે 75 ટકા કરો, ઇએસઆઇ, પ્રોવિડન્ટ ફંડના લાભો આપો, વયમર્યાદા 58 પરથી વધારીને 60ની કરો, બિલ નિયમિત કરો અને શાકભાજી તથા તુવેરદાળના નવા દર નક્કી કરો સહિતના મુદ્દે બે દિવસની હડતાલ પાડી હતી. જો બે દિવસમાં પરિણામ નહી મળે તો આગામી સપ્તાહમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ પાસે જવાબ માંગવાનો કાર્યક્રમ આપવામાં આવશે.