આત્મનિર્ભર બનવાની યોજનાઓ સહિતના લાભો આપવા વડાપ્રધાનને રજૂઆત
આત્મનિર્ભર બનવાની કેટલીક યોજનાઓ સરકાર દ્વારા મળે છે, પરંતુ ભુજની આંગણવાડી બહેનોને આ યોજનાઓથી વંચિત રાખવામાં આવે છે. આ અંગેની કચ્છ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘની બહેનોએ પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે. આંગણવાડીમાં ફરજ નિભાવતી તમામ બહેનો સરકારી કર્મચારીનો લાભો આપવા તથા, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ આંગણવાડી કર્મચારીઓને પણ સમાન કામ સમાન વેતન મુજબ ન્યુનતમ માનદ વેતન ૧૮,૦૦૦ તથા તેડાગર બહેનોને રૂ.૯૦૦૦નું વેતન આપવુ, મિનિ આંગણવાડી બહેનોને પણ મુખ્ય આંગણવાડી સમાન વેતન, આંગણવાડી કર્મચારી બહેનોને પણ સામાજીક સુરક્ષા મુજબ, પી.એફ., પેન્શન, ગ્રેજયુટી તથા તબીબી સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી, માસિક રીપોર્ટ ઓનલાઇન મુકવાનો ખર્ચ પણ વિભાગ દ્વારા આપવી, વિભાગ દ્વારા બોલવામાં આવેલ મિટીંગ ખર્ચ ભથ્થા તરીકે આપવામાં આવે, આંગણીવાડી વર્કર તથા હેલ્પર બહેનોને ઉમ્રની મર્યાદા દુર કરી સિન્યુરીટીના આધાર પર પ્રમોશન આપવામાં આવે. જે આંગણવાડી વર્કર તથા હેલ્પર બહેનોને ફરજમાં ૧૫ વર્ષથી વધારે થઇ ગયા હોય તેમેન વરિષ્ઠ કર્મચારી તરીકે પસંદગી આપી વેતનમાં આર્થિક લાભ અનુસાર નવા નિયમો બનાવવામાં આવે અને વેતન નકકી કરવામાં આવે, દરેક માસ દરમિયાન વેતન સાથે અન્ય બિલોની રકમ પણ સમયસર ચુકવવામાં આવે, દુર્ગમ વિસ્તારમાં ફરજ નિભાવતી આંગણવાડી બહેનોને સુરક્ષા હેતુ (ડિફિકલ્ટી ભથ્થુ) ચુકવવામાં આવે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન કાર્ય કરતી બહેનોને “કોરોના યોધ્ધા કલ્યાણ યોજના મુજબ રૂ.૫૦ લાખની વિભા યોજનામાં સમાવેશ કરવામાં આવે તથા જે કર્મચારી કોરોના મહામારીના દરમિયાન કાર્ય કરતા મૃત્યુ પામ્યા હોય તેમને વિમા રકમ ચુકવવામાં આવે, કોવિડ-૧૯ કોરોના મહામારી દરમિયાન કાર્ય કરતી બહેનોને અતિરિકત ભથ્થુ ચુકવવામાં આવે વગેરે માંગનો સમાવેશ કરવામાં આવ્યો છે.