આંગણવાડીમાં પણ પ્રથમ દિવસે બાળકોનું વિશેષ સ્વાગત કરાયુ: જ્યારે પ્રિ-સ્કૂલમાં 

અબતક, રાજકોટ

કોરોના મહામારીમાં બે વર્ષ સુધી બંધ રહેલી આંગણવાડી, બાલમંદિર અને પ્રિ-સ્કૂલ આજથી શરૂ થઇ ગઈ છે  ત્યારે રાજકોટની 365 જેટલી આંગણવાડી ઉપરાંત ખાનગી પ્રિ-સ્કૂલ અને બાલમંદિરના કુલ અંદાજિત 35 હજારથી વધુ બાળકોનો કિલકિલાટ ગૂંજી ઉઠયો હતો. બે વર્ષ બાદ આજે  આંગણવાડીમાં પણ પ્રથમ દિવસે બાળકોનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યુ હતું. જ્યારે પ્રિ-સ્કૂલમાં બાળકોને નાસ્તો, રમતગમત, જ્ઞાન સાથે ગમ્મત રમાડવામાં આવ્ય હતા.

રાજકોટમાં 365 જેટલી આંગણવાડી આવેલી છે જેમાં કોરોના મહામારી અગાઉ એક આંગણવાડીમાં 50થી 60 બાળક આવતા હતા પરંતુ આજથી જ્યારે બે વર્ષ બાદ આંગણવાડી શરૂ થઇ ગઈ છે ત્યારે ભૂલકાંઓની સંખ્યા 30થી 40 રહેવાની પામી હતી. ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓના ઓફલાઈન શિક્ષણના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે નાના ભૂલકાંઓના શિક્ષણ માટે પણ મહત્ત્વનો નિર્ણય લેતા. આજથી  પ્રિ-સ્કૂલ, આંગણવાડીમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે હાજરી મરજિયાત રાખવામાં આવી છે.

આ દરમિયાન સ્કૂલમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી શરૂ થયા બાદ રાજ્યમાં 15 માર્ચ 2020થી સ્કૂલ બંધ કરવામાં આવી હતી. કોરોનાકાળ બાદ આજથી પહેલીવાર નાના ભૂલકાંઓ ભણવા જઈ શકયા હતા.જેમાં બાળકોએ અચૂકપણે માસ્ક પહેરી રાખવાનની સૂચના આપવામાં આવી હતી.

માસ્ક વિના શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી બાળકોને બેસાડવામાં આવશે. આ ઉપરાંત સ્કૂલમાં પ્રવેશતી વખતે તથા બાદમાં પણ સમયાંતરે સેનિટાઇઝરથી હાથ સાફ કરતા રહેવું પડશે. રાજકોટમાં આજથી શરૂ થતા આંગણવાડી અને પ્રિ-સ્કૂલમાં અંદાજિત 35 હજારથી વધુ બાળકો ભણવા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.