બિપીનભાઈ ઘાટલીયાના સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ નિમિતે આયોજીત સેમિનારમાં ઓર્ગન ડોનેશનફાઉન્ડેશન અંગદાતાના સગા સંબંધીઓનું સન્માન કરશે: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

ડો. પ્રાંજલ મોદી અને ડો. દિવ્યેશ વિરોજા દ્વારા બિપીનભાઈ વૃજલાલ ઘાટલીયાનું સફળ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. આ માટે પ્રજાપતિ પરિવાર દ્વારા રવિવારે સાંજે ૪ થી ૮ સુધી પ્રજાપતિ જ્ઞાતીની વાડી નં.૨, યુનિટ ૨, ૩, સંતકબીર રોડ ખાતે આનંદોત્સવ તથા અંગદાન જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગત આપવા આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

જેમા લોહી બનાવી શકાતુ નથી. તેમ અંગો પણ બનાવી શકાતા નથી. જયારે શરીરનાં અગત્યનાં અંગો ફેઈલ થઈ જાય ત્યારે પીડીત વ્યકિતને નવજીવન આપવા માટે અંગદાન જ‚રી છે. રાજકોટમાં ૨૦૦૬ થી ૨૦૧૭ સુધીમાં ૫૦ જેટલા અંગદાન થઈ ચૂકયા છે. ત્યારે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન આ અંગદાતાના સગા સંબંધીઓનું સન્માન કરશે.

ભાવનાબેન મનસુખભાઈ મંડલીની પુત્રી રાધીકાએ ૧૬ વર્ષની ઉમરે પ્રજાપતિ સમાજમાંથી પ્રથમવાર અંગદાન કર્યું હતુ જે બદલ મંડલી પરિવારનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભાવનાબેન મંડલી, ડેનીશ ઓડેસરા, ઈશ્ર્વર ઘાટલીયા, જયંતી ચૌહાણ મનસુખ તલસાણીયા, બીપીન વિરડીયા, રોહિત જાગાણી, મીતલ ખેતાણી, પ્રદીપ ખોખર, અશોક ગોરવાડીયા, અશોક ગોહેલ અને નીતીન ઘાટલીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે મો.નં. ૯૪૨૮૩ ૦૧૪૦૭નો સંપર્ક કરવા જણાવાયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.