એલીબી ટીમે ૧૨.૨૯ લાખનો મુદામાલ રીકવર કર્યો: કાર કબજે લીધી, બે આરોપીના નામો ખુલ્યા
માળિયા નજીક એસટી બસમાંથી આંગડીયા પેઢીના ૨૫ લાખ જેટલા સોના-ચાંદીના પાર્સલ ભરેલા થેલાની ચોરી મામલે એલસીબી અને માળિયા પોલીસની ટીમે ત્રણ આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ મુદામાલ પૈકી ૧૨.૨૯ લાખનો મુદામાલ તેમજ ગુન્હામાં વપરાયેલ કાર કર્બ્જે કરી છે.
રાજકોટની એચ પ્રવીણકુમાર આંગડીયા પેઢીના કર્મચારી રોહિતપૂરી ઉમેદપૂરી રાજકોટથી ભુજ જતો હોય ત્યારે માળિયા નજીકની માધવ હોટલમાં ચાપાણી પીવા ઉતર્યા દરમિયાન બે ઈસમો ૨૫ લાખના સોના ચાંદીના પાર્સલ ભરેલો થેલો ચોરી કરી કારમાં બેસી ફરાર થયા હોય જે બનાવ મામલે માળિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ વધુ તપાસ એલસીબી ટીમને સોપવામાં આવી હતી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ તેમજ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમે તપાસ ચલાવી હતી જેમાં બાતમીને આધારે આરોપી ભગવતસિંહ જોરાજી ઝાલા રહે સુણસર તા. ચાણસ્મા જી પાટણ, જયંતીભાઈ બાબુભાઈ રાવળ રાવળદેવ રહે બોદ્લા જી મહેસાણા અને મુકેશજી બાબુજી ઠાકોર રહે મહેસાણા એમ ત્રણ આરોપીને ઝડપી લઈને સોના ચાંદીના દાગીના સહીત ચોરી થયેલ પૈકી રૂ ૧૨,૨૯,૯૩૦ નો મુદામાલ રીકવર કરી ગુન્હામાં વપરાયેલ કાર કીમત રૂ ૧ લાખ વાળી કબજે કરી છે જયારે ચોરી પ્રકરણમાં અન્ય આરોપી મદારસિંહ ઘુડાજી ઝાલા રહે સુણસર તા. ચાણસ્મા જી પાટણ અને અરવિંદ અદુજી ઠાકોર રહે બોદલા જી મહેસાણા એમ બે આરોપીના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ઝડપાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ
ઝડપાયેલ આરોપી જયંતીભાઈ બાબુભાઈ રાવળદેવ વાળો અગાઉ અમદાવાદના બાવડા અને બગોદરા વચ્ચે થયેલ ૨૨ કરોડની લૂંટમાં સંડોવાયેલ હોવાની કબુલાત આપી છે.
આંગડીયાના જુના કર્મચારી પાસેથી બાતમી મેળવી
લાખોના દાગીના ભરેલા બેગની ઉઠાંતરી કરનાર ઈસમોએ જે આંગડીયા પેઢીના કર્મચારીને ટાર્ગેટ બનાવ્યો તે આંગડીયા પેઢીના જુના કર્મચારી પાસેથી રકમની લેવડદેવડ અને રૂટ વિશેની માહિતી મેળવી હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે.