સીસીટીવીમાં કેદ બાઈક નંબરનાં આધારે એક શખ્સને ઉઠાવી બનાવના મૂળ સુધી પહોચવામાં ક્રાઈમ બ્રાંચને મળી સફળતા
આંગડીયા પેઢીના સંચાલકને આંખમાં મરચાની ભૂકી છાંટી લૂંટને અંજામ આપ્યો ‘તો: રોકડા, મોબાઈલ અને મોટર સાયકલ મળી રૂ.77 લાખનો મુદામાલ કબ્જે
ઝાલાવડ પંથકના થાનગઢ ગામે 1 પખવાડીયા પૂર્વ આંગડીયા પેઢીના સંચાલકને આંખમાં મરચાની ભૂકી છાંટી રૂ. 77 લાખની લૂાંટની ઘટનાનો સુરેન્દ્રનગર એલ.સી.બી. ના સ્ટાફે ભેદ ઉકેલી ત્રણ શખ્સોની ધરપકડ કરી રોકડ મોબાઈલ અને બે મોટર સાયકલ મળી રૂ. 77 લાખના મુદામાલ કબ્જે કર્યો છે.
થાનગઢ મહાલક્ષ્મી શેરીમાં રહેતા વિરલભાઇ હસમુખભાઇ ગાંધી મકાનેથી રૂ. 77 લાખ રોકડા થેલામાં લઇ પોતાના કાળા કલરના એક્ટીવાની આગળના ભાગમાં મૂકી પોતાની આંગડીયા પેઢી તરફ જઇ રહ્યાં હતા.ત્યારે થાનગઢના ડોક્ટર રાણા સાહેબના દવાખાના વાળી ગલીમાં પહોંચતા સામેથી પગપાળા ચાલીને આવતા ત્રણ અજાણ્યા ઇસમોએ વિરલભાઇ હસમુખભાઇ ગાંધી ઉપર મરચાની ભૂકી ( મસાલો ) છાંટી ઝપાઝપી કરી એમની પાસે એક્ટીવા પર રાખેલો રૂ. 77 લાખનો થેલો તફડાવી ફરાર થઇ ગયા હતા. આ ઇસમો અંદાજે 20 થી 25 વર્ષની ઉંમરના મધ્યમ બાંધાના હોવાની સાથે એમાના એક શખ્સે લાલ કલરનું ટી-શર્ટ અને કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલું હતુ. અને આ ત્રણેય યુવાનોએ મોંઢે લુંગી જેવુ કપડું બાંધેલું હતુ અને જેઓ નંબર વગરના મોટરસાયકલ ઉપર નાસી છૂટવામાં સફળ થયા હતા. થાનગઢમાં ધોળા દિવસે રૂ. 77 લાખના થેલાની લૂંટ કરીને ફરાર થયેલા ત્રણેય શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફરીયાદના આધારે સુરેન્દ્રનગર પોલિસ ક્ધટ્રોલ રૂમ દ્વારા રાજકોટ સીટી અને ગ્રામ્ય, મોરબી, અમદાવાદ સીટી અને ગ્રામ્ય, બોટાદ, અમરેલી, જામનગર, ભાવનગર, મહેસાણા, પાટણ, કચ્છ અને ગાંધીધામ સહિતના જીલ્લાઓની પોલિસ દ્વારા નાકાબંધી તેમજ બાકીની જીલ્લા પોલીસ દ્વારા વોચ-તપાસ ગોઠવી અસરકારક વાહન ચેકીંગ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા આ ચકચારી ભર્યા આંગડિયા લૂંટ કેસની તપાસ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, વાજસુરભા, નરેન્દ્રસિંહ, જુવાનસિંહ, ડાહ્યાભાઇ, ભૂપેન્દ્રભાઇ, હિતેષભાઇ અને અનિરુદ્ધસિંહ ઝાલા સહિતના લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ દ્વારા એસઓજીની ટીમ, લીંબડી ડીવાયએસપીની ટીમ તથા થાનગઢ, મોલડી અને લીંબડી પોલીસ ટીમને સાથે રાખી અલગ-અલગ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદ લઇ આ ચકચારી ભર્યા લૂંટ કેસમાં વપરાયેલા હિરો ડીલક્ષ મોટરસાયકલ નં- ૠઉં-13-અઙ-2473વાળુ લાલ પટ્ટાવાળુ બાઇકના માલિક મહેશભાઇ હનાભાઇ સાદરિયા ( તરણેતર-થાનગઢ )ની અટક કરી આગવી ઢબે પુછપરછ કરાતા ભાંગી પડેલા શખ્શે આ લૂંટ કેસમાં સામેલ સીગરામભાઇ નાનુભાઇ મકવાણા- કોળી ( સોનગઢ-થાનગઢ ) તથા જુગાભાઇ જીવાભાઇ મકવાણા- કોળી ( સોનગઢ-થાનગઢ )ની અટક કરી હતી.આ ત્રણેય આરોપીઓએ મોટરસાયકલ પર લૂંટ કરી અમરાપર ગામમાં જઇ સાણકાના નામે ઓળખાતા વીડ વિસ્તારમાં રોકડા કાઢી થેલો, મોબાઇલ અને આ ગુન્હામાં પહેરેલા કપડાની ઓળખ ન થાય એ માટે સળગાવી દીધા હતા. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂ. 76,23,370, અંગઝડતીમાંથી મળી આવેલા તથા મોબાઇલ નંગ- 2, કિંમત રૂ. 20, 000 તથા મોટરસાયકલ નંગ- 2, કિંમત રૂ. 45,000 મળી કુલ રૂ. 77,09,520નો મુદ્દામાલ કબ્જે કરી આ કેસની વધુ તપાસ થાનગઢ પોલીસ ચલાવી રહ્યાં છે.