ઉપલેટાની આંગડીયા ઉચાપત પ્રકરણમાં પાલિકા પ્રમુખ સહિત છ સામે નોંધાતો ગુનો
રૂ. 2.45 કરોડ નિયત સ્થળે ન પહોચાડી ઉચાપત કરી
ઉપલેટા શહેરમાં આવેલ કે.આર. આંગડીયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા પ્રતિપાલસિંહ સજુભા જાડેજા દ્વારા અન્ય પાંચ વ્યકિતઓ સાથે મળી અને ઉપલેટામાં આવેલ કે.આર. આંગડીયા પેઢીમાથી રૂ. 2.45 કરોડની ઉચાતરી કરી હોવાની ફરીયાદ ઉપલેટા પોલીસ ચોપડે નોંધાવાઇ છે જેમાં ઉપલેટા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુર ગોવિંદભાઇ સુવાની કે.આર. આંગડીયા પેઢી કે જે ઉપલેટા કટલેરી બજારમાં આવેલ શેઠ શોપીંગ સેન્ટરમાં છે જેનું સમગ્ર સંચાલન પ્રતિપાલસિંહ સજુભા જાડેજા નામનો યુવાને કરતો હતો.
આ પેઢીના ઉપલેટાના સંચાલક પ્રતિપાલસિંહ સજુભા જાડેજાએ અમદાવાદના ભાવેશ વિષ્ણુ સુથાર તથા એચ.કે. જૈન, ભારોલી (તા. તળાજા) ભાવનગરના અર્જુનસિંહ કિશોરસિંહ ગોહિલ તથા તેજપાલસિંહ જાડેજા, હિતેષ ઉર્ફે લોગી ઘેલાણી ઉપલેટા વાળાએ આંગડીયા પેઢીમાં પૈસા મોકલવામાં આવેલ પરંતુ આ પૈસા જે તે જગ્યાએ પહોચાડેલ ના હોય ત્યારે આ અંગે આંગડીયા પેઢીના માલીક મયુરભાઇ ગોવિંદભાઇ સુવાએ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં છ વ્યકિત સામે રૂ. 2.45 કરોડની ઉચાપત કર્યાની ફરીયાદ ઉપલેટા પોલીસમાં નોંધાવાઇ છે.
ઉપલેટામાં આવેલ આંગડીયા પેઢીમાં મેનેજર તરીકે કામ કરતા પ્રતિપાલસિંહ સજુભા જાડેજાએ અમદાવાદની એક એમ.કે. આંગડીયા પેઢીના સંચાલક સાથે મયુર સુવાના નામ અને ડોકયુમેન્ટનો ઉપયોગ અમદાવાદના નોટરી એચ.કે. જૈન સમક્ષ નોંધણી કરાવી બોગસ બનાવટી રેકોર્ડ ઉભા કરીને ગત તા.9 માર્ચના રોજ ફ્રેન્ચાઇઝી લઇ લીધેલ જે બાદપેઢીના સંચાલક દ્વારા પેઢી પાસે રૂપિયા માંગતા જાણવા મળ્યું હોવાનું પણ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે
ત્યારે ઉપલેટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. કે.કે. જાડેજાએ આ અંગેની તપાસ હાથ ધરેલ છે અને આ સમગ્ર બનાવમાં તપાસ દરમિયાન હજુ વધુ નામ અને હજુ વધુ રકમની ઉચાપત થયેલ હોવાનું બહાર આવવાની શકયતા જણાઇ રહી છે. અગાઉ પણ કે.આર. પેઢીનો મેનેજર પ્રતિપાલસિંહ સજુભા જાડેજા ઉપર પાંચ લાખના ઉચાપતની ફરીયાદ નોધાઇ હતી હાલ તે જેલમાં છે.
સમગ્ર ઘટના શું છે?
ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુરભાઇ સુવાના વી.પી. આંગડીયા કે.રતન આંગડીયા અને બેસ્ટ આંગડીયાનો તમામ વહીવટ મેનેજર તરીકે પ્રતિપાલસિંહ જાડેજા કરતાં હતા. આ સમય દરમ્યાન મેનેજર પ્રતિપાલસિંહને પૈસાની લાલચ જાગતા તેઓએ ફરીયાદી મયુર સુવાના નામના ડોકયુમેન્ટ ઉપર ડમી એમ.કે. આંગડીયાની ફ્રેન્ચાઇઝી ઉભી કરી મુખય વી.પી. આંગડીયા, કે. રતન આંગડીયા અને બેસ્ટ આંગડીયા તથા વેપારીઓના કુલ રૂપિયા બે કરોડ પીસ્તાલીસ લાખ મુખ્ય આરોપી પ્રતિપાલસિંહે ભાવનગર મુકામે રહેતા તેમના સાળો અર્જુનસિંહ ગોહિલ અને કુટુંબીક ભાઇ તેજપાલસિંહને ભાવનગર મુકામે આંગડીયા મારફત પૈાસ મોકલાવેલ હોવાનું જાણવા મેેલ.