જેતે પ્રાંતનાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા પ્રચલીત નૃત્યને લોકનૃત્ય કહેવાય છે: આપણા ગુજરાતના ગરબા, દાંડીયા રાસ, ટિપ્પણી અને ભવાઈ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે
નૃત્ય કલા ક્ષેત્રે આપણા દેશે કરેલી પ્રગતિ આજે વિશ્વભરમાં પ્રચલિત થઈ છે:આપણા દેશનાં દરેક રાજયમાં પોતાના નૃત્યનો પણ અનોખો ઈતિહાસ અને પરંપરા છે
માનવ જીવન આરંભે ગુફામાં રહેતો માનવી તેના આનંદ ઉત્સાહનો ભાવ નાચ ગાન કે નૃત્ય દ્વારા પ્રદર્શિત કરતો હતો ધીમેધીમે તેમાંપ્રગતિ થઈને તેમાં વિવિધ પાસા ઉમેરાતા તેનું પધ્ધતિસરનું શિક્ષણ શરૂ થયું. પ્રાચીન કાળથી માનવી સાથે ચિત્ર-નૃત્ય-સંગીત જેવી વિવિધ કલાઓ જોડાયેલી જોવા મળે છે, એ વખતની પરંપરા આજે પણ 21મી સદીમાં દેશનાં ઘણા પ્રાંતોમાં હજી પણ નિભાવાક રહી છે. લોકો દ્વારા થતા નૃત્યને નૃત્યકલા કે લોકકલા કહેવાય છે દેશનો ઈતિહાસ વિશ્ર્વમાં સૌથી જુનો હોવાથી આપણા દેશની સંસ્કૃતિ સાથે વિવિધ કલાના જોડાણ સાથે નૃત્ય કલા આદિ કાળથી જોવા મળે છે.
સાવસરળ શબ્દોમાં સમજીએ તો સંગીતમય અને તાલ બધ્ધ રીતે તો અંગ વિન્યાસ એટલે નૃત્ય કલા આ કલા સાથે માનવીનો આનંદ ઉલ્લાસ પરંપરા, સંસ્કૃતિ જોડાયેલી હોય છે. દેશના તમામ રાજયોમાં સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા પ્રચલીત નૃત્યને લોકનૃત્ય કહેવાય છે. આજે આપણા ગુજરાતનાં પ્રાચીન નૃત્યોપૈકી ગરબા,દાંડીયા, રાસ, ટિપ્પણી, અને ભવાઈ સમગ્ર વિશ્ર્વમાં પ્રચલીત છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને તેનીપરંપરાએ નૃત્ય કલા ક્ષેત્રે ઘણી પ્રગતિ કરતા આ કલા વિશ્ર્વભરમાં પ્રચલીત થઈ છે. આપણાં દેશનાં દરેક રાજયનાં પોતાના નૃત્યોનો એક નોખો ઈતિહાસ જોવા મળે છે.
આપણી ભારતીય સંસ્કૃતિના નૃત્યો ભરતનાટ્યમને અગ્નિ નૃત્ય ગણવામા આવે છે, જેમાં આધ્યાત્મીક તત્વ જોડાયેલું છે. નૃત્યનાં પાંચ પ્રકારો પૈકીએક છે જેમાં ઓડીસી (પાણીનું તત્વ), મોહિનીઅટ્ટમ (હવા તત્વ),કથકલ્લી (આકાશતત્વ) અને કુચીપુડી (પૃથ્વી તત્વ) સાથે જોડાયેલુ છષ. ભારતનાટ્યમ નર્તકની ચાલ અને ભાવ ડોલતી જવાળા સમાન જોવા મળતા તેને અગ્નિ નૃત્ય ગણવામાં આવે છે. દેશના તમામ પ્રાંતના નૃત્યોમાં આનંદ તહેવારો સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે.
આપણા ગુજરાત રાજયમાં વિવિધ પ્રાંત જિલ્લા શહેરનાં વિવિધ નૃત્યોનો પણ ઈતિહાસ નિરાળો છે તે અંગેની ટુંકમાં માહિતી આ લેખમાં આપવાનો પ્રયાસ કરેલ છે. ગુજરાતનાં દરેક જિલ્લામાં પોતાની એક પારંપરિક લોકકલા કે નૃત્યો છે.
જાગ નૃત્ય:- જવારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ, શ્રીમંત કે નવરાત્રી પ્રસંગે કરવામાં આવતું નૃત્ય.
મરાયો નૃત્ય:- બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે.
રૂમાલ નૃત્ય:- મહેસાણા જીલ્લાના ઠાકોર કોળી તથા મેળાના પ્રસંગે હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે .
ચારખી નૃત્ય:- પોરબંદર મેર જાતીના લોકોનું નૃત્ય છે.
ડુંગરદેવ નૃત્ય:- ડાંગના આદીવાસીઓનું લોકનૃત્ય છે.
ગોફ ગંથન રાસ:- સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું નૃત્ય જેમાં નૃત્ય સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ભરાય છે અને ઉકેલાય છે.
રાસ:- ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય.
દાંડીયા રાસ:- સૌરાષ્ટ્રના પુરુષો અને ખાસ કરીને મેર પુરુષોનું નૃત્ય.
સૌરાષ્ટ્રનું ટિપ્પણી નૃત્વ:- ચોરવાડની કોળી બહેનોનું શ્રમહારી નૃત્ય તેમજ ખારવણ બહેનોનું નૃત્ય .
ગરબા:- નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના માટે સ્ત્રીઓ દ્વારા થતું નૃત્યગાન સંઘ નૃત્ય કોઈકવાર પુરુષો જોડાય છે.
રાસ:- ગરબી માટે ભાગે પુરુષો દ્રારા થતું સંધ નૃત્ય છે.
– હીચ નૃત્ય:- ભાલ પ્રદેશ અને કાઠીયાવાડમાં ગાગર હીચ નૃત્ય પ્રચલલત છે.
– લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીય નૃત્ય થાય છે.
– હાથમાં થાળી કે ઘડો લઈને પણ હાય નૃત્ય કરવામાં આવે છે.
પઢારીનું મંજીરા નૃત્ય:-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાના સુભગ તાલમેળ સાથે કરાતુ સંઘ નૃત્ય
ભરવાડોના ડોકા અને હુડા રાસ
સૌરાષ્ટ્રના ભરવાડે હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જયારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામાં હાથના તાલે અને પગના ઠેકા વડે સંઘ નૃત્ય કરે છે.
ઠાગા નૃત્ય:- ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમીતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય
વણઝારાનું હોળી નૃત્ય:- ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષના ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલલઈને નૃત્ય કરે છે.
ગોહેલવાડ પંથકના કોળીઓ પાક ખળામાં આવે ત્યારે આ નૃત્ય કરે છે.
મરઘી નૃત્ય:- લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર, હાથના અંગે ચેષ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.
સીદીઓનું ધમ્પલ નૃત્ય:- મૂળ આફ્રીકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા (મોટો ઢોલ) (નાની ઢોલકી) અને સ્ત્રીઓનાં વાંજિત્રો સાથે આ નૃત્ય કરવામાં આવે છે.
વણારાનું બેડાં નૃત્ય:- વણઝારી બહેનો માથે સાત – સાત બેડ લઈને નૃત્ય કરે છે.
હાલી નૃત્ય:- સુરત જીલ્લાના આદીવાસીઓનું લોકનૃત્ય છે.
ઘેરીયાનૃત્ય:- દક્ષીણ ગુજરાતના આદીવાસીઓનું લોકનૃત્ય છે.
પંચમહાલના ભીલોનું યુદ્ધ નૃત્ય:- પંચમહાલના ભીલ જાતીના આદીવાસીઓનું તીરકાંમઠાં, ભાલા વગેરે હથીયારો સાથે રાખી ચિચિયારીપાડીને નૃત્ય કરે.
હળપતીઓનું તુર-નૃત્ય:- દક્ષીણ ગુજરાતના હળપતી આદીવાસીઓ લગ્ન કે હોળીના ઉત્સવ પ્રસંગે સાથે લાકડીના દંડીકા વડે કાંસાની થાળી વગાડીને નૃત્ય કરે છે.
માંડવા નૃત્ય:- વડોદરા જીલ્લાના તડવી આદીવાસીઓનું લોકનૃત્ય છે.
આદીવાસીઓનું તલવાર નૃત્ય:- દાહોદ વિસ્તારના આદીવાસી પુરુષો માથે ધોળો ફેંટો બાંધી, શરીરે કાળા કબજા પહેરી, બુકાની બાંધી તલવાર લઈને નૃત્ય કરે છે.
શિકાર નૃત્ય:- ધરમપુર વિસ્તારના આદીવાસીઓ તીરકામઠું અને ભાલા લઈને શિકારે જતા હોય તેમ દેકારા કરીને શિકાર નૃત્ય કરે છે.
ડાંગ જિલ્લાના આદીવાસીખોનું નૃત્ય:- ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય તરીકે ઓળખાય છે.ગુજરાત ના લોકનૃત્યો
જાગનૃત્ય:- જવારાને બાજોઠ પર રાખી માથે મૂકીને જનોઈ શ્રીમંત કે નવરાત્રી પ્રસંગે કરવામાં આવતું નૃત્ય.મેરરયો નૃત્ય:- બનાસકાંઠાના ઠાકોરોનું લોકનૃત્ય છે.
સૌથી જુનુ લોક નૃત્ય ‘ભારત નાટ્યમ’
ભારત દેશ તહેવારોની ભૂમિ છે, અને આપણી વિવિધતા એટલામાં છે કે, આખા વર્ષ દરમ્યાન દેશના વિવિધ રાજયોમાં ખુણેખૂણે અસંખ્ય તહેવારો ઉજવાય છે જેમાં નૃત્ય-સંગીત સાથે આનંદ-ઉલ્લાસનું તત્વ ઉમેરાતું જોવા મળે છે. દેશમાં આજ સુધી ખીલેલુ અને સૌથી જુનુ લોકનૃત્ય એટલે ભરત નાટયમ, આ સિવાય ભાંગડા, ઝુમર, ગરબા, બિહુ, લાવાણી, કુચીપુડી, કથકલી જેવા 8 પ્રખ્યાત નૃત્યો જોવા વિદેશી પ્રવાસીઓ હંમેશા આતુર હોય છે.
આ છે, ભારતનાં પ્રમુખ ‘લોકનૃત્યો’
આપણા દેશની સંસ્કૃતિ સાથે વિવિધ રાજયોની કલાનો સંગમ થતા ‘વિવિધતા’માં એકતા જેવું કાર્ય લોકનૃત્યો કરી રહ્યા છે. આસામનું બિહુનૃત્ય, જમ્મુ કાશ્મીરનું રાઉકનૃત્ય, ઉતર પ્રદેશનું નોટંક અને રાસ લીલા નૃત્ય, પંજાબના ભાંગડા, છભલગઢનું પંડવા નૃત્ય, રાજસ્થાનનીકઠપુતલી, ધુમર અને ગણગોર નૃત્ય, મણીપુરનું મણીપૂરીનૃત્ય, ગુજરાતનાં ગરબા અને મહારાષ્ટ્ર રાજયનું ગોફ નૃત્ય, લાવણી અને લેઝીમ જેવા નૃત્યો દેશના પ્રમુખ લોકનૃત્યો ગણવામા આવે છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશનું મુખોટા, તામિલનાડુનું ભારત નાટ્યમ, કેરળનું કથકલી, આંધ્રપ્રદેશનું કુંચીપુડી, કર્ણાટકનું યક્ષજ્ઞાન અને ઓડિસાનું ઓડીસી અને છાઉનૃત્ય વિશ્ર્વભરમાં જાણીતા છે. આ લોક નૃત્યો આપણો સાંસ્કૃતિક વારસો છે.