ચોટીલા રાજકોટ નજીક આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. ચોટીલા ચામુંડા માતાજી નું પવિત્ર યાત્રાધામ છે.ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ડુંગર ઉપર આવેલ છે. માતાજીના દર્શન કરવા આશરે ૬૩૫ જેટલા પગથિયા ચઢવા પડે છે.
પૌરાણિક શાસ્ત્ર મુજબ હજારો વષે પહેલા અહિં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્યારે ઋષિ મુનીઓએ યજ્ઞ કરી આધ્યા શકિતમાંની પ્રાથેના કરી ત્યારે આધ્યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશકિત પ્રગટ થયા અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ.ત્યારથી ચામુંડા માતા નામ પડી ગયું હતું. ચામુંડા માતાજી રામાણી ખાચર કાઠી દરબાર સમાજના કુળદેવી તરીકે પૂજાય છે. ડુંગર ચડવા માટે પ૩પ પગથીયા છે. આસો માસ ની નવરાત્રી પ્રસંગે માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી લાખો લોકો ચામુંડા માતાના દર્શનનો લ્હાવો લે છે.
અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી.
દર વર્ષે આસો માસની નવરાત્રિમાં હજારો યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે જેના કારણે ચોટીલા હાઈવે ઉપર આવેલ તમામ ધર્મશાળા ગેસ્ટ હાઉસ અને પરોઠા હાઉસ માં યાત્રિકોની અપાર ભીડ જોવા મળે છે. ચાલુ વર્ષે કોરોના ના કારણે ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં પ્રસાદ વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે પરંતુ બંને ટાઈમ દર્શન વ્યવસ્થા નિયમો પ્રમાણે અને આરતી ચાલુ રાખવામાં આવે છે.