આજે 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ છે, પર્યાવરણનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે. જો પયાવરણનું જતન કરીશું તો જ આપણે સારૂ જીવન જીવી શકીશું નહીંતર આવા કોરોના જેવા વાયરસોથી આપણે ભોગ બનતા જ રહીશું એવું કહેવાય છે કે વૃક્ષો આપણા મિત્રો દરેક લોકોએ વૃક્ષોનું વાવેતર તો કરવું જ જોઈએ. રાજકોટમાં સદ્ભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ઘણા વર્ષોથી શહેરમાં તથા આસપાસના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ફકત વૃક્ષારોપણ જ નહી પરંતુ તેની પૂરી જાળવણી પણ કરવામાં આવી રહી છે. અને સમાજમા પર્યાવરણ પ્રત્યેની જાગૃતી લાવવાનાને પર્યાવરણને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખેતરના શેઢે બનાવેલું મીયાવાકી જંગલ ખેતી માટે લાભદાયક : સી એમ વરસાણી (નિવૃત ડીએફઓ)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન નિવૃત નાયબ વનસંરક્ષક સીએમ વરસાણીએ જણાવ્યું હતું કે હું સદભાવના વૃધ્ધાશ્રમ સાથે એક વર્ષથી જોડાયેલો છું. સદભાવના દ્વારા ગયા વર્ષની મિયાવાકી જંગલો બનાવવાની શરૂઆત કરી હતી. રાજકોટમાં મિયાવાકી બાર જેટલા જંગલો બનાવ્યાં છે. ગયા વર્ષે 4 જુલાઇથી શરૂઆત કરી હતી. બાલાજી વેફર્સના ફાર્મમાં પ્રથમ મિયાવાકી જંગલ બનાવવાની શરૂઆત કરેલ. અહિંયા 2350 વૃક્ષોનું વાવેતર કરેલ. બે લાખ કરતા વધુ વૃક્ષોનું ઉછેર કરેલ છે.
છેલ્લે ડિસેમ્બરમાં પોલીસ હેડક્વાર્ટરમાં કરેલ છે, સૌથી મોટું મિયાવાકી જંગલ રેલનગરમાં છે. જે રેલ્વેએ આપેલી જગ્યા છે. જેમાં એક સાથે 95,000 વૃક્ષો એક જ પેચમાં છે. યુનિવર્સિટીમાં 45,0000 વૃક્ષો એક જ પેચમાં છે. જે અત્યારે 10 થી 12 ફૂટના થઇ ગયાં છે.
પ્રથમ મિયાવાકી જંગલ બનાવેલ તે હાલ 15 થી 18 ફૂટનું થઇ ગયું છે. અહિંયા ટોટલ 76 પ્રકારના વૃક્ષોની પ્રજાતિ છે. તેમાં ઔષધિય વૃક્ષો, છાયાના વૃક્ષો, પક્ષીઓના તેમ અલગ પ્રકારના છે. પીપળો, લીમડો, સરગવો, બદામ, કદમ સહિતના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે.
આ મીયાવાકી પધ્ધતિમાં ઘાટુ કુદરતી જંગલ બને તે ક્ધસેપ્ટ છે. અહીંયા અમે બે-બે ફૂટે ઝાડ વાવ્યાં છે. જમીનને પહેલા તૈયાર કરેલ. પહેલા અહિંયા પથ્થર જ હતો. ત્યાં કાળી માટી નાખી, છાણીયું ખાતર નાખી, ખોળ, ઉંધઇ ન થાય તે માટેની દવાઓ નાખી વાવેતર કરેલ અને પાણી પાવા માટે ડીપ ગોઠવેલ છે.
છૂટા છવાયા ઝાડ વાવીએ તો તેમાં વધુ કાળજી લેવી પડે છે. પરંતુ અહિંયા મીનીમમ કાળજી લેવામાં આવે.
આપણે આ પાંચ માળનું જંગલ કહેવાય સૌથી ઉપર, બીજુ, ત્રીજુ, ચોથુ અને સૌથી નીચે સૌથી ઉંચામાં પીપળા, લીમડા, રાવણા તે સૌથી ઉંચા છે. ત્યારબાદ તેનાથી નીચે જેમાં અર્જુન સાગર બીલી તેવા વૃક્ષોનું વાવેતર કરેલ તેનાથી નીચે નાના ઝાડ થતાં હોય જેમ કે આમળાં, ગુંદા વગેરે તેનાથી નીચે સેતુર, પારીજાત તેનાથી નીચે રાતરાણી, તુલસી, અજમા, ફુદીના વગેરેને વાવીએ છીએ. ઉપરથી તમે જોવો તો તમને પાંચ માળ દેખાય.
આ મીયાવાકી જંગલને ગ્રીન બેલ્ટ કહેવાય. આના કારણે ઉનાળાનું કે જો ખાંડુ જંગલ હોય તો તેમાંથી ગળાયને આવે ચારથી પાંચ ડીગ્રી ટેમ્પરેચર ઓછું થાય. પક્ષીઓ ખૂબ જ આવે તેના કારણે ખેતીના પાકમાં થતી જીવાત 50 ટકા ઘટી જાય. આપણી પાસેથી પૂરતી જગ્યાઓ છે. બગીચા, કોમનપ્લોટ, ફાર્મહાઉસમાં ફરતી બાઉન્ડ્રી છે ત્યાં આવી રીતે વાવી શકાય. અમે સરકારી જગ્યાએ એટલે કે પાણી પૂરવઠા બોર્ડના કમ્પાઉન્ડમાં બોર્ડરમાં કવર કરેલ છે. દરેક જગ્યાએ પાંચથી 6 હજાર વૃક્ષો વાવેલ અને સારા પરિણામો મળ્યાં છે.
અમારી સંસ્થા દ્વારા ટેકનીકલ નોલેજ આપવામાં આવે. વૃક્ષોનું વાવેતર કરી આપીએ તથા રોપા પણ આપવામાં આવે છે. વન વિભાગ દ્વારા ફ્રીમાં છોડ પણ આપવામાં આવે છે.