તા.૧૪મી જૂન ‘વિશ્ર્વ રકતદાતા દિવસ તરીકે ઉજવામાં આવે છે. એબીઓ રકત સમુહ પ્રણાલીના શોધક કાર્લ લેન્ડર ટેઇનરના જન્મદિન ૧૪મી જૂને વિશ્ર્વ રકતદાતા દિન તરીકે ઉજવામાં આવે છે. આ દિનની ઉજવણી ખાસ વિશ્ર્વભરમાં રકતદાન કરતા દાતાઓનો આભાર માનવા માટે ઉજવામાં આવે છે.
વિશ્ર્વ રકતદાતાન દિનની ઉજવણી શહેરમાં પણ ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં લાઇફ બિલ્ડીંગ ખાતે પંગ એન્ટીપ્રીનીયર ગ્રુપ દ્વારા મનહર પ્લોટમાં મહેશ રવાણી અને રાજચંદ્ર સેવા ગ્રુપ સદ્વારા જલારામ હોસ્પિટલ અને જેસીઆઇ દ્વારા અને રમેશભાઇ છાયા શાળા ખાતે પુરુષાર્થ યુવક મંડળ દ્વારા જુદા જુદા સ્થળોએ વિશ્ર્વ રકતદાતા દિવસ નિમિતે રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરીજનોએ ઉત્સાહભેર રકતદાન કરી જરીયાતમંદ દર્દીઓ માટે ઉમદા ઉદાહરણ પ્રસ્થાપિત કર્યુ હતું.
શ્રીમદ રાજચંદ્ર સેવા યુપના વિજયભાઇ જસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આજ રોજ તા.૧૪મી જૂન એટલે વિશ્ર્વ રકતદાતા દિવસ તરીકે ઉજવામાં આવે છે. અને મહેશભાઇ રવાણીની સ્મૃતિ નિમિતે રાષ્ટ્રીય શાળાની સામે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.
રકતદાન કેમ્પ પાછળનુ મુખ્ય હેતુ ખાસ થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને કિડનીના દર્દીઓને રકત મળી રહે તે માટે પ્રયત્નનો એક ભાગ છે અને શ્રીમદ રાજચંદ્ર સેવા દ્વારા સરકારી, ઇન્ડસ્ટ્રીઝ અને શાળા-કોલેજોમાં પણ અમારા ઓર્ગન ડોનેસન અને થેલેસેમિત જનજાગતિ જેવા કાર્યક્રમો પણ કરીએ છીએ.
ખાસ લોકડાઉન સમયગાળા દરમિયાન લોકો સુધી પહોંચી સિવિલ બ્લડ બેક માટે ૨૭૦૦ બ્લડ બેગ અને અન્ય બ્લડ બેકમાં પણ ૧૧૦૦ જેટલી બ્લડ બેગ એકત્રીત કરી હતી.
વિશ્ર્વ રકતદાતા દિવસ નિમિતે લોકોમાં રકતદાન પ્રત્યે સ્વૈછીક જાગૃતિ જરૂરી છે રકતદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરે છે ઓસ્ટ્રેલીયાના ખ્યાતનામ વૈજ્ઞાનિકે બ્લડ ગ્રુપનું સંશોધન કર્યુ હતું જે વૈજ્ઞાનિકનો આજે જન્મદિવસ હોય જેના ભાગરૂપે આજે વિશ્ર્વ રકતદાતા દિને તરીકે ઉજવામાં આવે છે. રાજકોટના યુવાનોને ખાસ વિનંતી છેકે ઉત્સાહપૂરક રકતદાન કરે જેનાથી જરૂરીયાંતમંદ લોકોને રકત મળી રહે.
વિશ્ર્વ રકતદાતા દિવસ નિમિતે લોકોમાં રકતદાન પ્રત્યે સ્વૈછીક જાગૃતિ જરીછે. રકતદાતાઓ ઉત્સાહપૂર્વક રકતદાન કરે છે. ઓસ્ટ્રેબીયાના ખ્યાતનામ વૈજ્ઞાનિકે બ્લડગ્રુપનું સંશોધન કર્યુ હતું જે વૈજ્ઞાનિકનો આજ જન્મદિવસ હોય જેના ભાગરૂપે આજે વિશ્ર્વ રકતદાતા દિન તરીકે ઉજવામાં આવે છે. રાજકોટના યુવાનોને ખાસ વિનંતી છે કે ઉત્સાહપૂર્વક રકતદાન કરે જેનાથી જરૂરીયાંતમંદ લોકોને રકત મળી રહે.